મુંબઈનું ગૌરવ..(A beautiful bridge-Landmark for Mumbai city)-પ્રવિણાબેન કડકીયા
વર્લીથી બાંદરાની સવારી,
અરબી સમંદર પરની ભવ્ય સવારી.
ચો તરફ બસ પાણી, પાણી,
નજર મારી રહી બસ ભાળી ભાળી.
મુંબઈધરાનું સ્વપ્ન સાકાર.
ન્યુયોન લાઈટનનો જ્યાં જય-જયકાર,
ખુબ-ઝડપી,સુંવાળી મોટરની સહેગાઈ નિહાળી.
સૌદર્ય-પાન કરતાં આંખડી ઠારી,
યશગાથા ગાતા થાકે ન જીહવા મારી.
વા’રે મુંબઈ તારી કમાલ,
થોડી પળો વિસરી ધમાલ,
ધીરે ધીરે ,
હલ સમસ્યા તારી..
હા, પૈસામાં ચૂકવી કિંમત ભારી.
-પ્રવિણાબેન કડકીયા
રાખને ધૂળ ગૌરવ?
૩૦૦ કરોડના બદલે ૧૬૦૦ કરોડ ખર્ચો.
૨૦૦૪ની જગ્યાએ ૫ વર્ષ મોડો – ૨૦૦૯માં બન્યો!
કામ મોડું થયું જરુર,સાચું
પણ કામ નથી થયું કાચું.
૩૦૦ને બદલે ૧૬૦૦ કરોડ
૨૦૦૪ને બદલે ૨૦૦૯ થયા.
સાકર જેટલી વધારે નાખો
કંસાર એટલો વધારે મીઠો.
મુંબાઈમાં વીત્યાં ૫૦ વર્ષ
ચિત્ર જોઈને હૈયે હર્ષ,હર્ષ.
માત્ર મુંબઈનું જ? ના,ના
ગૌરવ કરે આખું ભારતવર્ષ.
vah vah mumbai nagaria….