"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હ્યુસ્ટન-ગુજરાતી સાહિત્ય સરિતા..પ્રગતિના પંથે..

100_3874100_3832

હ્યસ્ટનની હવામાં એક અનોખી  સુગંધ ભળતી ભળતી..ચો તરફ ફેલાતી, ફેલાતી,સાહિત્યની સરિતાની જ્ઞાન -ગંગામાં એક અનોખી સૌરભ પ્રસારી રહી છે. એનો ઉત્સાહ અને  ઉમંગમાં યુવાનીનું જોમ વધી રહ્યું છે. જ્યાં વસંતની ફોરમ છે, કોયલનો ટહુકો છે,રણકો છે ત્યાં આ ભાવના ટકી રહે એજ પ્રયોજનથી એક સુંદર સાહિત્ય સરિતાની બેઠક, જુન,૨૦,૨૦૦૯..રવિવારે આયોજન આપણાં જાણીતા-માનીતા સંવેદનશીલ કવિ શ્રી હેમંતભાઈ ગજરાવાલાને ત્યાં યોજાઈ.સમય બપોરનો ૧૨.૩૦નો, લન્ચનો,પેટની પુજાનો સમય.યજમાન શ્રીમતી પૂર્ણિમાબેને સ્વાદિષ્ઠ ભારતીય ભોજન  પ્રેમથી જમાડ્યું,ત્યારબાદ સમય આગળ વધી ન જાય તે લક્ષમાં રાખી, આપણા અનુભવી સભા-સંચાલક શ્રી રસેશ દલાલે દોર હાથમાં લીધો.સાહિત્યની આરાધના દેવી સરસ્વતિની સ્તુતિ..યા કુંદે…મા સરસ્વતિની પ્રાર્થના શ્રોતાજનો સાથે શ્રીમતી દેવીકાબેન મધુરે કંઠે ગાઈને  વાતાવરણને સાહિત્યમય બનાવી દીધું.મુંબઈથી અમેરિકા..અને એ પણ એક શિક્ષિકા, એક કવિયત્રી શ્રીમતીશૈલા મુન્શાએ પિતાના વાત્સલ્યને યાદ કરતા, ભાવ-વિભોર બની “પુષ્પ અને જીવન વાણી”માં વહેતી કૃતી શ્રોતાજનોને પ્રિય લાગી.શબ્દોને પાલવડે..કવિતાના મોતી ભરનાર કવિયત્રી દેવીકાબેન ધ્રુવએ એમની લયબધ કૃતિ..
“પુષ્પ નથી તો ઉપવન નથી
ઉપવન નથી તો આ કવન નથી,
પુષ્પ નથી તો સજની અને સનમ નથી
પુષ્પ નથી તો જીવન નથી.
પુષ્પ અને જીવન..એક બીજાને કેટ્લાં આત્મિય છે! આ સુંદર  રચના સાથે વિજયભાઈની “શબ્દયાત્રા”ના પંથમાંથી ગુજરાતી ભાષાના નવા શબ્દો રજૂકર્યા..મજા આવી ગઈ.’વાત્સલ્યના લીલા,લીલા પાન..મેં તો પીધા મીઠા મધુરા પાન” ની કવિતા શ્રી વિશ્વદીપ બારડે”  Father’s day” નિમિત્તે  પિતાને યાદકરી  સંવેદન-સુરે કવિતા રજૂ કરી   સૌને ભાવ-વિભોર કરી દીધા.
સિંહ-ગર્જના વગર જુનાગઢની તળેટી સુની લાગે તેમ સાહિત્ય સરિતામાં રસિક મેઘાણીના પહાડી સ્વરે..”માનો કે ના માનો “ગઝલ રજૂ કરી વાતાવરણ જુસ્સેદાર બનાવી દીધું અને સોનામા સુગંધ ભળે એમ લેબટૉપમાંથી ચુનંદા ગીતો, શાયરી, ગઝલ જાણીતા-મનીતા ગાયકોના સ્વરે સાંભળવા મળ્યાં એ  સભાના સુત્રધારની એક   અનોખા પ્રયોગની સંપૂર્ણ સફળતા હતી.

    આજની બેઠક સાહિત્ય સરિતામાં સરતા, સરતા આગળ વધી રહી હતી,,એના દોરમાં આજે ઘણું જોર હતુ!એના હિસ્સેદાર રુપે ધીર ગંભીર, સાદી પણ સચોટ શૈલીના કવિ શ્રીધીરૂભાઈ શાહ, સાથો સાથ અશોકભાઈ પટેલ પોતાની અનોખી અદા સાથે અને પ્રશાંત મુન્શા પણ રમુજ સાથે  રજૂ થયા.ભારતથી અમેરિકાની અવારનવાર મુલાકાતી વંદનાબેન એન્જીનીયર, એક લેખિકા, કવિ અને નિબંધકારે તાજેતરમાં લખેલ ખ્યાતનામ થયેલ પુસ્તક
“એલિસબ્રીજ સર્જક..રાવ બહાદુર હિંમતલાલ ધીરજરામ”ની વેશેષ માહિતી  તેમજ તેમણે લખેલ પુસ્તકોની સમજ  શ્રોતાજનો આપી.લાગણીશીલ, મોભેદાર કવિયત્રી વંદનાબેન આપણી સાહિત્ય સરિતાનું ગૌરવ છે.

માનવતતાવાદી ને  સંવેદનશીલ કવિ શ્રી હેમંતભાઈ આ વખતે એક અનોખી વાત..”પ્રાણીમાં જીવ-દયા હોય છે..એમાં પણ લાગણી ને મમતા હોય છે “એ સત્ય ઘટના..લેપટૉપ પર સૌને બતાવી શ્રોતાજનોને ભાવ-વિભોર બનાવી દીધા.

       છેલ્લા છ મહિનાથી ગુજરાતી સાહિત્ય સરિતાનો દોર હાથમાં લઈ, ઘણી સુંદર બેઠકોનું આયોજન કરનાર શ્રી જયંતભાઈ પટેલ તેમજ શ્રી સુરેશ બક્ષી બન્નેના સાહિત્ય સરિતા આભારી છે. ગુજરાતી સાહિત્યના સંચાલક તરીકે શ્રી વિશ્વદીપ બારડ નિયુક્ત થયા.

શ્રી સુરેશભાઈ તેમજ અતુલભાઈ સભામાં ઘણી અગત્યની જાહેરાતો કર્યાબાદ અંતમાં મધુર કંઠી શ્રી પ્રકાશ મજબુદારે બે ગઝલ ગીત સંભળાવી,વાતાવરણને સંગીતમય બનાવી દીધું.સભાના સુત્રધાર શ્રી રસેશ દલાલે સમય-સાચવી, સુંદરરીતે સભાનું આયોજન કર્યું તે બદલ સાહિત્ય સરિતા એમની આભારી છે. સાથો સાથ યજમાન.”ગજરાવાલા ફેમીલી”એ આપેલા  સુંદર આવકાર સાથે..સ્વાદિષ્ટ ભોજન માટે સાહિત્ય સરિતા એમની પણ ઋણી છે.

અહેવાલ: રસેશ દલાલ, વિશ્વદીપ બારડ

જુલાઇ 2, 2009 Posted by | સ્વરચિત રચના | Leave a comment

મુંબઈનું ગૌરવ..(A beautiful bridge-Landmark for Mumbai city)-પ્રવિણાબેન કડકીયા

48c4c3b79e5ff5_53575287frogview-gallery

વર્લીથી બાંદરાની સવારી,
      અરબી સમંદર પરની ભવ્ય સવારી.
ચો તરફ બસ પાણી, પાણી,
નજર મારી રહી બસ ભાળી ભાળી.
મુંબઈધરાનું સ્વપ્ન સાકાર.

ન્યુયોન લાઈટનનો જ્યાં જય-જયકાર,
ખુબ-ઝડપી,સુંવાળી મોટરની સહેગાઈ નિહાળી.
સૌદર્ય-પાન કરતાં આંખડી ઠારી,
યશગાથા ગાતા થાકે ન જીહવા મારી.

વા’રે મુંબઈ તારી કમાલ,
થોડી પળો વિસરી ધમાલ,
ધીરે ધીરે ,
હલ સમસ્યા તારી..
હા, પૈસામાં ચૂકવી કિંમત ભારી.

-પ્રવિણાબેન કડકીયા

જુલાઇ 2, 2009 Posted by | મને ગમતી કવિતા | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: