"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

શબરીનું મન મ્હોરે

dh12

શબરીનું મન મ્હોરે.

રામ  નામની  માળા જપતાં અંતર  અવિરત ફોરે
શબરીનું મન મ્હોરે.

ક્ષણ  ક્ષણના  અજવાળે  ચાખ્યાં મીઠાં મધરક બોરાં,
પદરવની     પગથારે   એનાં  નેણ   ઝરે છે કોરાં,
‘ક્યારે   આવશે   રામ’ વિચારે ગાતી વ્હેલા પ્હોરે.
શબરીનું મન મ્હોરે.

સાવ  ઝૂંપડી   નાની    તો પણ હૈયું વિશાલ છલકે,
પળ પળ ગણતાં ભવ જાશે શું, અશ્રુ નયન ઝળકે,
એક     અભીપ્સા     અંતરમની  શમણાં કેડી દોરે,
શબરીનું મન મ્હોરે.

વાવલિયા   આવે    વહેતા કે ‘રામ પધારે હમણાં’
ઝટપટ   દોડી     જાય નેજવે સાચ હશે કે ભ્રમણાં !
ટોળે   વળતી    તૃષ્ણાઓની  ઠપકા   અઢળક વ્હોરે.
શબરીનું મન મ્હોરે.
-જગદીશ ધનેશ્વર ભટ્ટ

(આપના અમૂલ્ય પ્રતિભાવ આપશોજી)

Advertisements

જૂન 25, 2009 - Posted by | મને ગમતી કવિતા

5 ટિપ્પણીઓ »

 1. Very nice geet. I found so many new words too. Thanks bringing in.

  sapana

  ટિપ્પણી by sapana | જૂન 25, 2009

 2. જગદીશ ભટ્ટ આપણા ખૂબ જ પ્રતિભાસંપન્ન કવિ છે, અભિનન્દન,વિશ્વદીપભાઇ.
  ભાગ્યેશ જહા.

  ટિપ્પણી by bhagyeshjha | જૂન 25, 2009

 3. Beautiful wordings, nice poem.

  ટિપ્પણી by atuljaniagantuk | જૂન 25, 2009

 4. તન તંબૂરો બોલી ઊઠ્યોઃ આવ્યો મારો રામ આવ્યો મારો રામ.
  શબરીનું મન મ્હોરી ઊઠેઃ આવ્યો મારો રામ આવ્યો મારો રામ.

  ટિપ્પણી by Shah Pravinchandra | જૂન 25, 2009

 5. શબરી મારું નામ છે ને જાતની છું ભીલડી,
  પ્રભુના ચરણોમાં સોંપી જીવનની નાવડી….જુનું અને જાણીતુ ભજન યાદ કરાવ્યું તમે.

  ટિપ્પણી by devikadhruva | જૂન 26, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s