"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પિતા હરપળ યાદ આવે છે

fathers_day_sunset

વાત્સલ્યના લીલા લીલા પાન ,
મેં તો  પીધા મીઠા મધુરા પાન..પિતા હરપળ યાદ આવે છે.

કર્મના કીરતાલ તમો,
પ્રેમની પ્યાલી પીવડાવતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.

આંગળી પકડી,રાહ ચીંધતા રહ્યા,
સફળતાની ચાવી,સંતાનોને દેતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.

એ ભલા-ભોળા   શંકર  જેવા,
ખુદ વિષ પી..અમરત દેતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.

સંતાન-સુખ,એજ લક્ષ્ય,એજ ધ્યેય,
મીઠા ફળ સૌને દેતા રહ્યાં..  પિતા હરપળ યાદ આવે છે.

આજ  મ્હેકતો બાગ છે આપના થકી,
માળી બની,બાગનું સિંચન કરતા રહ્યાં..પિતા હરપળ યાદ આવે છે.

આશિષ આપી, સ્વર્ગે સિધાવી ગયા,
પિતૃબની આજપણ આશિષ દેતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.

જૂન 21, 2009 Posted by | સ્વરચિત રચના | 1 ટીકા

   

%d bloggers like this: