એક સુંદર કવિતા..
(“આ માનવી માનવ બને તો સારું!” ઘણીવાર વિચારોની ગુફામાં જ્યારે જ્યારે બેસી જાવ છું ને વિચાર કરું છું કે આ અખિલ બ્રહ્માંડમાં સૂર્યનું સ્થાન એક સોયની અણી સમાન છે, સૂર્યના ગ્રહો, એમાની આ પૃથ્વી ! બ્રહ્માંડમાં ફરતાં લાખો સૂર્યો .. આમાં આપણું એટલે માનવનું સ્થાન શું? આપણે શા વિસાતમાં?..આ પૃથ્વી પર કેટલી મહાન વિભૂતીઓ પેદા થઈ..”ઉપદેશ”નો વિરાટ મહાસાગર બનાવ્યો..આપણે કંઈક શિખ્યા? ઉપદેશ આપનાર વિભૂતીને તો આપણે ખિલ્લા મારી ક્રોસ પર લટકાવ્યા! ગોળીઓ મારી એમના શરીરને છિન્ન્-ભિન્ન કરી દીધા..સારી વ્યકતિની જાણે આ માનવી ને જરુર જ નથી! આ માનવજાત જ્યારથી પેદા થઈ છે શરુયાતથી જ પથ્થરથી લડ્યા,પછી લોઢાથી, બંદુકથી…બોમ્બથી..અણું-બોમ્બથી…હવે ન્યુકલીયરથી…એટલે જ માનવનો ત્યાં અંત! શું પછી આ કોઈ આમાથી બચશે ખરુ? ખબર નથી !!)
ઈશુ, ગાંધી, મહાવીર, બુદ્ધ
-બધા જ ચાલતા થયા:
હું નથી માનતો કે હવે
એ લોકો
આપણી વચ્ચી આવવાની
ભૂલ કરે.
સ્વર્ગમાં રહેવા જેવું નથી
અને
પૃથ્વી પર આવવા જેવું નથી
ખીલા કે બંદૂકની ગોળીનો
એમને ડર નથી
વામણા માણસો
મહાવીરને ઓળખે પણ કઈ રીતે?
બુદ્ધને સ્મિત માટે
મૉડેલ થવાની ફરજ પાડે એવા
આ લોકો.
માણસ નામે
ચમત્કારનો યુગ
કાયમ માટે આથમી ગયો છે.
-સુરેશ દલાલ.
આપના અમૂલ્ય પ્રતિભાવની અપેક્ષા
.