"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સુવાક્યોના સહારે જો જીવીએ અને કંઈક શીખીએ..

 love-holly-hajari

જે અનિવાર્ય છે તેની સાથે રકઝક કરવાનો અર્થ નથી; ઈશાની વાયરા સામે એક જ દલીલ થઈ શકે- ધાબળો વીંટી લેવાની.

આપણું શાણપણ આપણા અનુભવમાંથી નીપજે છે અને અનુભવ આપણી મૂર્ખાઈમાંથી પેદા થાય છે.

અનુભવ આપણને કશૂંક મૂરખાઈભરેલું આચરતાં કદી અટકાવી શકતો નથી; એમાંથી આનંદ માતાં જ તે આપણને રોકે છે.

અમુક લોકોને નમ્રતાનું પણ અભિમાન હોય છે-પોતે અભિમાનની નથી એ વાતનું જ અભિમાન.

અભિમાન બે જાતનાં હોય છે: એકમાં આપણે આપણી જાતને અનુમોદન આપીએ છીએ, બીજામાં આપણે આપણી જાતને સ્વીકારી શકતા નથી.

બીજાઓની  આપણે જે સેવા કરીએ છીએ, તે ખરેખર તો આ પૃથ્વી પરના આપણા કમરાનું ભાડું છે.

બીજાઓ સમક્ષ અંચળો પહેરવાની આદત આપણને એટલી બધી પડી જાય છે કે અંતે , આપણી જાત સમક્ષ પણ આપણે  અંચળો ઓઢીને  રાજૂ થઈ એ છીએ.

આફતો બે જાતની હોય છે: આપણાં દુર્ભાગ્યો અને બીજાઓનાં સદભાગ્યો.

આરામ કરવાનો સમય ત્યારે છે જ્યારે એને માટે ફુરસદ ન હોય.

આવતી કાલની મને ફિકર નથી, કારણ કે ગઈકાલ મેં જોયેલી છે  ને આજને હું ચાહું છું.

આશા સામન્ય રીતે સારી માર્ગદર્શક નથી હોતી- જો કે માર્ગમાં એની સોબત સારી લાગે છે.

મારી આળસ મને લગીરેય ફુરસદ લેવા દેતી નથી.

સૌજન્ય:ધૂપસળી

મિત્રો:આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવા નમ્ર વિનંતી

જૂન 18, 2009 - Posted by | ગમતી વાતો

6 ટિપ્પણીઓ »

 1. સુંદર સુવિચારોની રજકણો..ખુબ જ ગમી.
  કોઇકે કહ્યું છે ને કે, આવતી કાલે વધુ સારી રીતે જીવવા માટે માણસ રોજ આજે મરતો જાય છે !!

  ટિપ્પણી by devikadhruva | જૂન 18, 2009

 2. VERY NICE.

  ટિપ્પણી by DILIP CHEVLI | જૂન 18, 2009

 3. NICE

  ટિપ્પણી by jignesh | જૂન 19, 2009

 4. Respected Sir,

  Yes You are absolutely right.

  “Good Thoughts” are really one of very important part of our success life.

  Sasan Forest

  —– Thanks for sharing.

  ટિપ્પણી by Health Care Tips | જૂન 19, 2009

 5. મને સારા સારા સુવાક્યો વાંચવા બહુ જ ગમે.

  ટિપ્પણી by Rekha | જૂન 22, 2009

 6. The ultimate truth

  Anchlo ldhawani adat,,,,,,,,,,,,,,,

  ટિપ્પણી by REKHASDEDHIA | જૂન 25, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: