સુવાક્યોના સહારે જો જીવીએ અને કંઈક શીખીએ..
જે અનિવાર્ય છે તેની સાથે રકઝક કરવાનો અર્થ નથી; ઈશાની વાયરા સામે એક જ દલીલ થઈ શકે- ધાબળો વીંટી લેવાની.
આપણું શાણપણ આપણા અનુભવમાંથી નીપજે છે અને અનુભવ આપણી મૂર્ખાઈમાંથી પેદા થાય છે.
અનુભવ આપણને કશૂંક મૂરખાઈભરેલું આચરતાં કદી અટકાવી શકતો નથી; એમાંથી આનંદ માતાં જ તે આપણને રોકે છે.
અમુક લોકોને નમ્રતાનું પણ અભિમાન હોય છે-પોતે અભિમાનની નથી એ વાતનું જ અભિમાન.
અભિમાન બે જાતનાં હોય છે: એકમાં આપણે આપણી જાતને અનુમોદન આપીએ છીએ, બીજામાં આપણે આપણી જાતને સ્વીકારી શકતા નથી.
બીજાઓની આપણે જે સેવા કરીએ છીએ, તે ખરેખર તો આ પૃથ્વી પરના આપણા કમરાનું ભાડું છે.
બીજાઓ સમક્ષ અંચળો પહેરવાની આદત આપણને એટલી બધી પડી જાય છે કે અંતે , આપણી જાત સમક્ષ પણ આપણે અંચળો ઓઢીને રાજૂ થઈ એ છીએ.
આફતો બે જાતની હોય છે: આપણાં દુર્ભાગ્યો અને બીજાઓનાં સદભાગ્યો.
આરામ કરવાનો સમય ત્યારે છે જ્યારે એને માટે ફુરસદ ન હોય.
આવતી કાલની મને ફિકર નથી, કારણ કે ગઈકાલ મેં જોયેલી છે ને આજને હું ચાહું છું.
આશા સામન્ય રીતે સારી માર્ગદર્શક નથી હોતી- જો કે માર્ગમાં એની સોબત સારી લાગે છે.
મારી આળસ મને લગીરેય ફુરસદ લેવા દેતી નથી.
સૌજન્ય:ધૂપસળી
મિત્રો:આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવા નમ્ર વિનંતી