સ્ત્રી-ચંદ્રકાંત બક્ષીના અવતરણો
દરેક સાસુએ હવે ડર લાગે છે કે ૮ વાગે પૂત્રવધૂ ઊઠશે અને ઘડિયાલ સામે જોઈને પૂછશે કે મમ્મી, તમે હજી સુધી કંઈ જ કર્યું નથી? સાસુ અને વહુનાં કજોડા હવે ચાલશે નહીં, સાસુએ એડજસ્ટ થવું જ પડશે. માતૃદેવો ભવ: પછી સાસુદેવો ભવ: આવી રહ્યુ છે?
જ્યાં સુધી સ્ત્રી શિક્ષિત નથી, અને જ્યાં સુધી એ પોતાની આવક કરી શકતીઅને જ્યાં સુધી એની રોટલા માટે ભર્તા(એટલે ભરણપોષણ કરનાર) પર પૂર્ણત: નિર્ભ્રર છે ત્યાં સુધી સ્ત્રીની સમાનતા એ માત્ર ભર્મ છે. એક અકલ્પના છે . જે સમાજમાં પ્રેમને પણ સ્ત્રીની ચામડીના સૌંદર્યથી સંબંધ છે, એ સમાજમાં સ્ત્રી એક વ્યક્તિવિશેષ નથી, પણ વસ્તુવિશેષ છે.
સુખી ગુજરાતી સ્ત્રીઓને સમાજે સેકસલેસ બનાવી દીધી છે? સેકસ એક સ્પાર્કપ્લગ છે, સ્ટાર્ટર છે, એની રોશની પૂરા લગ્નજીવન પર છવાઈ જાય છે પછી ગુજરાતી સ્ત્રીની સેકસ હોલવાઈ જાય છે, પાછળ માત્ર પ્રતિષ્ઠા પૂર્વગ્રહ. ઈન્હિબિશનનો કચરો રહી જાય છે.
સ્ત્રીને પ્રતિમાસ કાચા માંસની વાસવાળું લાલ શ્યામ રક્તિમ ઘટ્ટ પ્રવાહી શરીરમાંથી વહેતું જોવાનો અભ્યાસ હોય છે. રકત અને અગ્નિથી સ્ત્રીનો નાતો રહ્યો છે, પુરુષ ભાગતો હોય છે.
સ્ત્રી શબ્દમાં ત્રણ લીટીઓ છે, માટે એમાં સત્વ, રજસ અને તમસ ત્રણે હોય છે.
એક વાદ એવા છે કે સ્ત્રી પાણી જેવી છે, જે વાસણમાં મૂકો એ વાસણનો આકાર અખ્તિયાર કરી લે છે, બીજો પ્રતિવાદ એવો છે કે સ્ત્રી માટી જેવી છે અને માટે ભીંસાયા પછી જ આકાર ગ્રહણ કરે છે.કદાચ વધારે સૂચક રૂપક સીમેન્ટનું છે: સ્ત્રી સીમેન્ટ જેવી સુવાળી અને મુલાયમ છે, એ ભીંજાય છે, સુંવાળી બની જાય છે,પાછી સૂકાય છે, સખત બનતી જાય છે, અને અંતે જે કન્ટેઈનર કે વાસણમાં બંધ છે એને જ તોડી નાંખે છે!
હિન્દુસ્તાન એ દેશ છે જ્યાં વિજ્ઞાનની પ્રગતિનો ઉપયોગ સ્ત્રીના ગર્ભને મારી નાખવા માટે થાય છે. હિન્દુસ્તાન એ દેશ છે જ્યાં સ્ત્રીને ઊંચી પીઠિકા પર દેવી બનાવીને બેસાડી દીધી છે અને બીજી તરફ એક સાયકલ કે સ્કૂટર ન ચલાવવા માટે સ્ત્રીને જીવતી જલાવી દેવામાં આવે છે. અને કરૂણતા એ વાતની છે કે શિક્ષિત સ્ત્રી કુટુંબમાં પણ પોતાના જ પુત્ર અને પુત્રી વચ્ચે સ્પષ્ટ અસમાનતા રાખે છે.
આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશો..