"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આજના સુવિચારો ….

Best%20Job%20after%20recession[1]

જિંદગીની આ બે સ્થિતિ સૌથી વધુ કરુણ છે: માતા વિનાનું ઘર અને ઘર વિનાની માતા.

મા-બાપની  ઉત્તમ જોડી, બહારની કઠોરતા તળેના મૃદુ પિતા અને બહારની  મૃદુતા તળેની કઠોર માતાની બનેલી છે.

જે બધી બુદ્ધિશક્તિ અને ભલમનસાઈ લઈને બાળકો જન્મે છે તેને ઉપોયોગમાં કેમ લેવી, એટલું જ જો આપણે શીખી શકીએ તો કેવું સારું!

બાળકો નિશાળેથી આપેલું લેસન ભૂલી જઈ શકે છે; ન્હાવાનું,વાસન માંજવાનું, સંજવારી કાઢવાનું, ઊંઘવાનું-જમવાનું સુધ્ધાં ભૂલી જઈ શકે છે. પણ પાંચ મહિનાકે પાંચ વરસ પહેલાંયે વાતવાતમાં આપણે આપેલું વચન એમને બરાબર સાંભરે છે.

બાળક એ કોઈ વાસણ નથી કે એને ભરી કાઢીએ-એ એક એવી જ્યોત છે જેને પેટાવવાની છે.

બાળકને કાંઈક શીખવતી વેળા જો તમને ચીડ ચડે કે એનામાં જરાયે હોશિયારી બળી નથી, તો તમારા ડાબા હાથે લખવાની કોશિશ કરી જોજો-અને પછી યાદ રાખજો કે બાળક એટલે બધું ડાબા હાથનુંજ કામ છે.

બાળકને તમે મેઘધનુષ બતાવો તેટલી વાર તમારું કામ થોભી શકશે, પણ તમે કામ કરશો ત્યાં લગી મેઘધનુષ થંભશે નહીં.

હે દયાળુ! કાંતો મારો બોજ હળવો કરજે, ને કાં તો મારો બરડો મજબૂત બનાવજે.

કેવળવણી એટલે આપણો મિજાજ કે આત્મવિશ્વાસ ખોયા વિના લગભગ હરકોઈ વાત સાંભળવાની શક્તિ.

એક મહાપુરુષ એવો હોય છે કે જે દરેક માણસને તેની લઘુતાનું ભાન કરાવે છે, પણ સાચો મહાપુરુષ તો એ છે જે દરેક માનસને એની મહત્તાનું ભાન કરાવે છે.

મારું બાવલું શીદને ખડું કરવામાં આવ્યું છે?-એવું લોકો પૂછે, તેના કરતાં તો બહેત્તર છે કે મારા મનમાં કોઈ બાવલું કેમ નથી, એવું પુછાય.

ભગવાન આપણને સ્મૃતિ આપે છે , જેથી પાનખરમાં પણ આપણે ગુલાબોને માણીએ.

(સૌજન્ય:વિચાર-માળાનાં મોતી)

જૂન 9, 2009 Posted by | ગમતી વાતો | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: