"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મને તો ગમે આ ઘડપણ મજાનું!

beared-old-man1-300x225

મને તો  ગમે   આ   ઘડપણ        મજાનું,
સમય સાથે લોહીનું   સગપણ    મજાનું.

શિશુ  સરખા  ભોળા  અનુભવમાં  મોટા,
ગણવાનું      કેવું    આ    કારણ મજાનું.

ભલે  વાળ   રંગો   કે   ના    રંગો   તોયે,
ઉંમર   ટહુકી  ઉઠશે  ક્ષણે ક્ષણ   મજાનું.

નઠારું  કે   સારું  સૌ  સંભળાય     ઓછું,
મળ્યું   પાપનું   આ નિવારણ  મજાનું.

ન   કોઈ   પાડી   પડી        તાલ   તોયે,
ચળકતા આ  મસ્તકનું   દર્શન  મજાનું.

ભલે   આક્ર્મણ  ભલભલા  રોગ કરતા,
હવે   મેડીકેરનું   છે     રક્ષણ     મજાનું.

મને  મારી ઓળખ  થઈ    આપ  મેળે,
મળ્યું  જ્યારે   ઘડપણ દર્પણ મજાનું.

કરી યમનું સ્વાગત નવો જન્મ   ઝંખું,
ફરી મળશે ખોવાયેલ બચપણ મજાનું.

-કવિ અજ્ઞાત( કોઈ કવિ મિત્રને ખબર હોય તો જાણ કરવા વિનંતી)

Advertisements

જૂન 5, 2009 - Posted by | મને ગમતી કવિતા

9 ટિપ્પણીઓ »

 1. Dear Vishwadeepbhai,

  This is a very beautiful description of old age. I am impressed with the poet’s focus on the benefits of old age! The poet must be a US Resident as he/she refers to Medicare protection. I really enjoyed it and my favorite line is the following:

  “નઠારું કે સારું સૌ સંભળાય ઓછું,
  મળ્યું પાપનું આ નિવારણ મજાનું.”

  Thank you for bringing this unusual and novel poem to your readers! It also reminded me of Avinash Vyas song, Kahu chhu javanine pachhee vali jaa…
  Dinesh O. Shah, Gainesville, FL, USA

  ટિપ્પણી by Dr. Dinesh O. Shah | જૂન 5, 2009

 2. નઠારું કે સારું સૌ સંભળાય ઓછું,
  મળ્યું પાપનું આ નિવારણ મજાનું.

  મને મારી ઓળખ થઈ આપ મેળે,
  મળ્યું જ્યારે ઘડપણ દર્પણ મજાનું.

  કરી યમનું સ્વાગત નવો જન્મ ઝંખું,
  ફરી મળશે ખોવાયેલ બચપણ મજાનું.

  saras

  ટિપ્પણી by vijayshah | જૂન 5, 2009

 3. ભલે વાળ રંગો કે ના રંગો તોયે,
  ઉંમર ટહુકી ઉઠશે ક્ષણે ક્ષણ મજાનું.

  સરસ કવિતા છે….મને લાગે છે કે ઘણા એવા પણ હોય છે કે જેને ઘડપણ સ્વીકારવુ નથી હોતુ….પ્ણ હકીકત તો છે જ્…..

  ટિપ્પણી by rekha | જૂન 5, 2009

 4. Aha..ha..ha….!
  In real life ,it is very hard to welcome or love old age. The poet has decorated with nice words. Thank you for giving
  such a good image to it.
  Fulvati Shah.

  ટિપ્પણી by Fulvati Shah | જૂન 5, 2009

 5. ખૂબજ મજા આવી ખાસ તો છેલ્લી પંક્તિઓ વાંચતા કારણ કે મે ક્યારે ય ઈશ્વર સમક્ષ મોક્ષ આપવાની માંગણી કરી નથી મારે તો ફરી ફરી જન્મવું છે અને બાળપણ માણવું છે. અભિનંદન.

  કરી યમનું સ્વાગત નવો જન્મ ઝંખું,
  ફરી મળશે ખોવાયેલ બચપણ મજાનું..

  સ-સ્નેહ
  અરવિંદ

  ટિપ્પણી by arvindadalja | જૂન 6, 2009

 6. I wanted to point one she’r,I couldn’t do it .All of them are so good.
  Vishwadeepbhai,
  this so true poem for everybody,but specially for the people who settled in America for long time.Thanks for bringing it.

  ટિપ્પણી by sapana | જૂન 6, 2009

 7. I read this article and surely shared with one mine best friend who has his loving grand parents.

  I will surely like this blog also.

  -Pathak Shah
  Umreth

  ટિપ્પણી by Girnar | જૂન 6, 2009

 8. wonderful poem-just new thought on old age. any one will enjoy old age if he or she will have this concept.
  મને તો ગમે આ ઘડપણ મજાનું,
  સમય સાથે લોહીનું સગપણ મજાનું.

  મને મારી ઓળખ થઈ આપ મેળે,
  મળ્યું જ્યારે ઘડપણ દર્પણ મજાનું.

  very well express…

  ટિપ્પણી by rajul54 | જૂન 8, 2009

 9. સુન્દર અભિવ્યક્તિ…ઘડપણનો સીધો સંબન્ધ મન સાથે જોડાયેલ છે ને ? એસી વરસનો ઉવાન પણ હોઇ શકે અને પચાસ વરસનો વૃધ્ધ પણ હોઇ શકે…

  ટિપ્પણી by nilam doshi | જૂન 10, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s