વૃધ્ધાવસ્થા જીવનનું અંતિમ પર્વ…
ઉમાશંકર લખે છે..”હું મને મળવા આવ્યો છું”.વૃધ્ધાવસ્થા એટલે પોતે પોતાની જાતને મળવાની અવસ્થા. પચ્ચાવન-સાઠ વર્ષની ઉંમર સુધી આપણે આપણા નોકરી-ધંધા, વેપાર-વ્યસાયમાં કે ઘરસંસારના વહી વટ વહેવારમાં એવા ખૂંતેલા અને ડુબેલા રહ્યા કે આખા જગતને મળી શક્યા, પરંતુ પોતાની જાતની મુલાકાત લેવાનો આપણને કદી સમય ન મળ્યો. આખી દુનિયા ઓળખી જાણી, સમજી લેવા મથી રહ્યા પરંતુ આ સમસ્ત હિલચાલનું કે કેન્દ્રબિંદુ હતું તે “સ્વ”બે કદી ઓળખવાનો પ્રયત્ન જ ના થયો. વૃધ્ધાવસ્થા આ સ્વપરિચયનાં બારણાં ખોલી આપવા માટે આવે છે.વૃધ્ધાવસ્થા એટલે પોતાને એકાંત મળવાનો ઉત્સવ.
વૃધ્ધાવસ્થા એ જીવનની અંતિમ અવસ્થા નથી. તે તો અંતિમ અવસ્થાની અગાઉની એક અવ્સ્થા છે. વૃધ્ધાવસ્થા એક સેતુ છે, જેના પર ચાલીને આપણે જીવન્ના અંતિમ બિન્દુએ, પૂર્ણવિરામ સ્થાને પહોંચવાનું છે.. ઘણા માને છે.”નિવૃત થયાં, વધ્ધ થયાં એટલે બધું પતી ગયું. વાતવમાં વૃધ્ધત્વ એટલે એક નવો આરંભ, નવી શરૂઆત.
પરિવર્તન માટે તૈયાર રહીએ. વૃધ્ધાવસ્થામાં પ્રવેશ એટલે એક નવીનતામાં પ્રવેશ,જીવન પલટાય છે.પરિવર્તન વિકાસની સીડી બની શકે.જીવનની જુદી અવસ્થાઓની પોત પોતાનીની વિશેષ્ટતા લઈને આવે છે. એનામાં કશુંક અપૂર્વપણું છે, અભૂતપૂર્વતા છે એ આપણે શોધી કાઢવાની છે.જીવન એટલું બધું ગહન, વ્યાપક અને વૈવિધ્યસભર છે કે એના જુદાજુદા વ્યાપને આંબવા માટે હજારો જિંદગી જોઈ એ. વૃધ્ધાવસ્થા પોતાની એક આગવી વિશિષ્ટ જિંદગી લઈ ને આવે છે.આ નૂતન જિદગીનું આપણે હોંશભેર સ્વાગત કરવાનું છે.
ખોવાયેલા”હું”ને ગોતીએ.વૃધ્ધ થયા પહેલાની જિંદગી કે સીમિત જિન્દગી હતી, જેમા હું મારી જાતને જોવા સમર્થ ન હતો. નિવૃતબાદ કુંડાળું ભેદાય છે, કશાક નવીનમાં પ્રવેશ થાય છે/’કશુંક નવિન’ એ મારું જ સ્વરૂપ છે,પ્રતિબિંબ છે એનો મને પરિચય નથી. કે કવિ એ ગાયું છે”ગુલમહોરી છાંયડાઓ ભૂલીને ભાઈ હું તો બાવળની કાંટ્ય મહીં મોહ્યો, મોહ્યો, મોહ્યો તે વળી એવો મોહ્યો કે મને મેં જ મારા હાથમાંથી ખોયો..”
હું મનેજ ના પામ્યો. બધું મેળવ્યું પણ “હું”ને મેળવવાની અવસ્થા, ‘હું એટલે પેલા ખોવાયેલા ‘હું ને મેળવવાની અવસ્થા. અત્યાર સુધી જે કાંઈ જાણ્યું તે બધું ‘હું’ની હદોની બહારનું જ્ઞાન હતું. હવે મારી જાતને જાણવાની છે. પ્રાચીન ધર્મગ્રંથોની આ પ્રથમ આજ્ઞા છે. Know thyself “કોડહમ””હું કોણ છું”નો જવાબ મેળવ.
વૃધ્ધાવસ્થા એટલે સાર્થકતાના વર્ષો. વૃધ્ધાવસ્થામાં કશીક સંપ્રાપ્તિ કરવાની છે. એવી પ્રાપ્તિ જેથી આપણુ૬ આયખું સાર્થક થઈ જાય , ધન્ય ધન્ય થઈ જાય.વૃધ્ધાવસ્થા એ કશાય ની બાદબાકી નથી. વૃધ્ધાવસ્થા એટલે વૃદ્ધિ જ વૃદ્ધિ. જીવનભરનો અનુભવ મેળવેલો છે. અનેક લીલીસૂકી જોઇ છે. જીવનનો ખૂણો વનદીઠો પસાર નથી થઈ ગયો.કામ ક્રોધ અને રાગ દ્વેશનાં પ્રચંડ તોફાનની થપાટો પણ ખાઈ ચૂક્યા છીએ. પ્રેમ, સૌજન્ય અને સૌહાર્દના સ્કુમાર સ્પર્શ પણ પામ્યાં છીએ. આમ જીવનાની ઝોળીમાં જાતજાતની કમાણી છે ને હવે તો આ કમાણીનો શિરોમોર પ્રપ્ત કરવાનો છે.
જીવન આખું મથીને એક મંદીર રચ્યું છે . હવે એના પર મૃતકળશ ચઢાવવાનો છે. જેના પર મૃત્યુ પોતાની સુંદર ધજા ફરકાવવાની છે. મનમાં લાચારીની કે અસહાયતાની ભાવના હોય તો એને ધરમૂળથી ફગાવી દેવાની છે. ભલે શરીર નબળું પડતું જશે, ભલે કદાચ દીકરાબંધું વગેરે પરિવાર છોડીને જતાં રહે, તો પણ હૈયે આત્મવિશ્વાસ છે કે આ શરીરની શક્તિ ઉપરાંત મારી અંદર આત્માની એક એવી અજોડ શક્તિ પડી છે. જેના આધારે હું એક ભવ નહીં, ભવોભાવ પાર કરી શકું એમ છું. વૃધ્ધાવસ્થા એટલે આ આત્મશક્તિની હોડીમાં બેસીને સામે કાંઠે પહોંચવાની યાત્રા.અંદર પડેલા આત્મશક્તિનું ભાન આપણાંમાં શક્તિઓના અનેક દરિયા ખડા કરી દેશે.
-મીરા ભટ્ટ(“જીવનનું અંતિમ પર્વ”માંથી)સંકલન: વિશ્વદીપ
bahu sunder blog banavio che
આખો યે લેખ સર્વાંગ સુંદર…..જીવતરના ગોખલે મઢાવી રાખવા જેવો….
“આત્માની શક્તિ અણુબોંબ કરતા મોટી છે.”ની સરસ,પ્રેરણાદાયક વાત..ખુબ ખુબ ગમી.
સરસ લેખ
પરીવર્તન વીશે ઢગલાબંધ લેખ વાંચો –
http://gadyasoor.wordpress.com/article-_series/
hu evu maanu chhu ke manas sharir thi vrudhh thaay che. man thi nahi.
aapana blog ni mulakat thi maari aa manyata ne vadhu ek sabiti mali che.
lekh bahu gamyo.
a very beautiful article…
જીવનની સત્યતા ધારદાર રીતે રજુ કરી ને લોકો ને વિચારવા મજબુર કરી દીધા તમે , બહુ જ સરસ .આપ મારા બ્લોગ પર પણ મુલાકાત લેજો તેની લીંક http://rupen007.wordpress.com/