"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મુંબઈમાં…..

160437350OGlxMq_fs

 મુંબઈમાં
રવિવાર્ની સાંજે
શ્રીનાથજીના મંદીરમાં
સહેજે પણ ભીડ નહી
અને રેસ્ટોરાં
ચિક્કાર ભરેલી
બહાર કેટલાંયે માણસોનું ટોળું
ટેબલની રાહ જોતું.

વર્ષો પહેલાં
દિવસ-રાતના ફ્રિજમાં    
ઈશ્વરને ધરેલો અન્નકૂટ
હજીયે પડ્યો છે.

ઈશ્વર આજે એનાથી
ચલાવી લેશે..

-સુરેશ દલાલ

જૂન 30, 2009 Posted by | મને ગમતી કવિતા | 2 ટિપ્પણીઓ

ડૉ. મણીલાલ હ.પટેલ સાથે જ્ઞાન-ગોષ્ઠી..

100_3895

(તસ્વીર: પહેલી હરોળ (ડાબી બાજુથી):જયંત પટેલ,મધુસુદન દેસાઈ, દિનેશ શાહ,ડૉ.મણીભાઈ પટેલ,વિશ્વદીપ બારડ,વિનોદ પટેલ,
બીજી હરોળ:(ડાબી બાજુથી):પ્રશાંત મુનશા, શ્રીમતી ગાંધી, ભારતી દેસાઈ,શૈલા મુનશા,પૂર્ણિમા ગજરાવાલા,ભારતી મજબુદાર, રેખા બારડ,જીગીશા સંડેસરા, કલ્પના શાહ, ગીતા ભટ્ટ,
ત્રીજી હરોળ:(ડાબે બાજુથી):ફતેહ અલી ચતુર,દિપક ભટ્ટ,હેમંત ગજરાવાલા,અશોક પટેલ,પ્રકાશ મજબુદાર,કમલેશ સંડેસરા)

**********************************************************************************************

પરદેશમાં રહી ગુજરાતી સાહિત્ય પ્રત્યે પ્રેમભાવ તેમજ આપણી માતૃભાષા, આપણી ગુજરાતી સંસ્કૃતિ સદા ટકી રહે એજ ભાવના એજ હેતુ થી ભારતથી પધારેલ એક સર્જક, વાર્તાકાર, કવિ અને વિવેચક ડૉ. મણીલાલ હ.પટેલનો લાભ હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય પ્રેમી પ્રજાને મળે એ પ્રયોજનથી જુન,૨૮,૨૦૦૯,રવિવાર, બપોરે ૨.૦૦વાગે ગુજરાતી સાહિત્યના સરિતાના સંચાલક શ્રી વિશ્વદીપ બારડને ત્યાં બેઠક રાખવામાં આવેલ અને ઉમળકાભેર સાહિત્ય પ્રેમીઓ સારી એવી સંખ્યામાં હાજરી આપેલ.ડૉ.મણીભાઈ એ પણ અમારું આમંત્રણ  હર્ષભેર સ્વીકારી લીધેલ.
                                બેઠકની શરૂઆત ડૉ.મણીભાઈનું  ફૂલ-ગુચ્છથી સપના બારડે સ્વાગત કરેલ.વિશ્વદીપ બારડે ડૉ.મણાભાઈનો પરિચય આપતા કહ્યું:”ગુજરાતી  સાહિત્યક્ષેત્રે અગ્રગણી એવા ડૉ.મણીભાઈનો પરિચય આપવો એ મારા માટે ગાગરમાં સાગર ભરવા સમાન છે.ડૉ. મણીભાઈ આપબળે આગળ  આવનાર એક સર્જક અને અધ્યાપક ગુજરાતી સાહિત્યમાં ઘણાં પારિતોષકો મેળવ્યાં છે.૨૦૦૪માં એક ઉત્તમ અધ્યાપક અને ભાવકપ્રિય સાહિત્યકાર તરીકે એમનું સન્માન ગુજરાતના મૂખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીને હસ્તે થયું હતું.એવો એક અગ્રગણી વાર્તાકાર ,કવિ અને વિવેચક છે.આપણે સૌ તેમને સાંભળીએ અને એજ એમનો વિશેષ પરિચય છે.”

                             ડો. મણીભાઈએ શરુઆત કરતા કહ્યું “સુખતો પંતગિયા જેવું છે, જેમ જેમ પકડવા જાવ તેમ તેમ દૂર ભાગતું જાય છે..સમય પસાર નથી થતો આપણે પસાર થઈ જઈ એ છીએ..કેવું સાહિત્ય જગતમાં ટકી શકે? એની ઊડી સમજણ આપતા કહ્યું “કાળ સામે જે સાહિત્ય બાથ ભીડી શકે એ  સાહિત્ય ટકે છે.ગુજરાતી સાહિત્યમાં ઘણું લખાયું છે અને આજ પણ લોકોના હૈયામાં, મનમાં વસી ગયું છે, જીવંત છે. લેખન વિશે  ખ્યાલ આપતા કહ્યું કે દરેક લેખક પોત-પોતાને અનુભુતી અને અનુભવને પોતાનું ક્ષેત્ર બનાવે છે. એનો દાખલો આપતા પ્રિયકાંત મણીયારની  કવિતા..”એ લોકો”..એ લોકો પહેલા  અનાજની ગુણો ભરીને સીવી રાખે છે.. અને ભુખ્યો માણસ મરી જાય પછી શેર શેર વેચે છે.” આ કાવ્ય હેતુલક્ષી કાવ્ય ગણાય, બીજુ સાહિત્ય કુદરત વિશે અને ત્રીજુ સાહિત્ય આપણાં જીવનની એકલતાને આવરી લેતુ સાહિત્ય. સુરેશ જોશીની કવિતા..”કવિનું વસિયતનામું’..કાલે કદાચ ન હોઉં..અને સૂરજ ઉગે તો કહેજો..કે મારી બિડાયેલી આંખમાં એક આંસુ સુકવવું બાકી છે..ના ઉદાહરણ સાથે સમજાવેલ કે શબ્દોને ત્રણ ગુણધર્મ હોય છે..”શબ્દ વાદ છે,શબ્દ લય છે, શબ્દ અર્થ છે. એના સંદર્ભમાં એમની એક સુંદર કવિતા રજૂ કરી..”બાની સાથે ગયું બાળપણ..ગામ જવાની હઠ છોડી દે..વસ્તી વચ્ચે વિસ્તરતું રણ, ને ગામ જવાની હઠ છોડી દે, લોહી ખરું પણ નથી સગાઈ, ગામ જવાની…ગામડું ..ગામડું નથી રહ્યું..જયાં પ્રેમભાવ,,ઉષ્માભર્યો આવકાર હવે  નથી રહ્યો..જાણેકે હવે સગાઈજ નથી રહી..કાવ્યના પઠન સાથે સૌ શ્રોતાજનો ભાવ-વિભોર બની ગયેલ્.પોતાના સ્વરચિત તેમજ અન્ય કવિઓનાની રચના રજૂ કરતાની સાથે સાથે  વાર્તા, કવિતા કે નિબંધ  કેવી રીતે લખાવી જોઈ એ એની ઊડી ચર્ચા કરીને સાથો સાથ સાચી સમજ પણ આપી..પોતાના પિતાશ્રી સાથે થયેલા–ખાટા-મીઠા અનૂભવનો ઉલ્લેખ કરતા પ્રેક્ષકો સાથે પોતે પણ ભાવ-વિભોર બની ગયેલ..શું હોય છે પિતાજી..તે દિવસે ક્યારીમાં પાણી વાળતા વિધૂર પિતાને જોઈને..આ કવિતા જ્યારે રજૂ કરી ત્યારે ઘણાં શ્રોતાજનોની આંખો ભીની થઈ ગઈ હતી..

                              લગભગ બે કલાક ચાલેલ આ બેઠક ઘણી મહ્ત્વ પૂર્ણ  હતી અને પરદેશમાં બેઠેલા અને ગુજરાતી સાહિત્યના ચાહકો, લેખકો, કવિઓ માટે ઉત્સાહ ભરનારી અને “જ્ઞાન સાથે ગમ્મત’ભરી સભા હ્યુસ્ટનના આંગણે યોજય એને માટે ગુજરાતી સાહિત્ય સરિતા ડૉ.મણીભાઈ પટેલ હૃદય પુર્વક આભારી છે.બેઠકના અંતમા GSS સ્થાપક શ્રી દિપકભાઈ ભટ્ટે આભાર માનતા કહ્યું..”હ્યુસ્ટનમાં સાહિત્યની ઘણી બેઠકો યોજાયેલી છે જેમાં પહેલી,,ડૉ.રઈશ મણીયાર, બીજી ડૉ.વિનોદ જોશી અને આ ત્રીજી બેઠક આપની જેમાં અમોને ઘણીજ રસપ્રદ માહિતી મળી છે સાથો સાથ અવિરત આનંદ મળ્યો છે..જેને માટે અમો સૌ આપને આભારી છીએ.શ્રોતાજનોની તાળીઓના ગડગડાટ સાથે બેઠક પુરી થઈ સાથો સાથ શ્રીમતી રેખા બારડે તૈયાર કરેલ  ચા-પાણીને અલ્પાહાર લઈ સૌ  છૂટા પડેલ.

અહેવાલ: વિશ્વદીપ બારડ

 

જૂન 29, 2009 Posted by | સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

શા માટે?

2700344280_c080b4d857

શા માટે
આપણે આપણી વાતો
કર્યા કરીએ છીએ?

શા માટે  આટલો બધે ફાંકો?
આટલી બધી ડંફાસ?

બોલી બોલીને ક્યા
ખાલીપાને પૂરવા માગીએ છીએ?

કોઈના કાન પર
પથરા ફેંકતા હોઈએ
એમ શબ્દો ફેંકવાનું
માંડી ન વાળી શકાય?

શબ્દોની હથેળીને
એક વાર તો બંધ કરી જુઓ
અને મુઠ્ઠીમાં સમાયેલા
મૌનની ઈજ્જત કરો.

-સુરેશ દલાલ

જૂન 28, 2009 Posted by | મને ગમતી કવિતા | 2 ટિપ્પણીઓ

MICHAEL JACKSON

1[1]

(‘‘vtuv rfkd¥¥ btRfj su¾mlle gt’btk Cth;lt «Ïgt; rNÕvfth Mþ’Nol vxltgfu Ãþhelt ftkXu hu;ebtk:e su¾mlle «r;f]r; fkzthe Au)

MICHAEL YOU ARE SO LOVED AND YOU WILL BE MISSED DEARLY. OUR HEARTS AND PRAYERS AND BEST WISHES GO OUT TO YOUR FAMILY AND CHILDREN. YOU WERE AN INSPIRATION TO EVERYONE AROUND THE WORLD OF ANY RACE, YOU WERE A GIFTED HUMAN BEING AND MAY GOD EMBRACE YOU WITH OPEN ARMS. SEE YOU IN HEAVEN MICHAEL JACKSON. MAY YOU REST IN PEACE

 

જૂન 27, 2009 Posted by | વાચકને ગમતું | 1 ટીકા

રવિન્દ્રનાથનાં મૌક્તિકો…

in-gods-hands-joni-m-mcpherson

પંતગિયું પોતાની આવરદા મહિનાઓમાં નહીં,
ક્ષણોમાં સમાવી દે છે-
અને છતાંય તેને સમયનો તોટો નથી!
The butterfly does not count years but
moments and therefore has enough time.

સૂરજને સંબોધેલાં જૂઈ-વેલનાં પ્રેમ-ઉચ્ચારણ થોથવાયાં
ને એ ફૂલ બનીને ખીલ્યાં.

The jasmine’s lisping of love to
the sun is her flowers.

પ્રભુ સ્વર્ગના સુખથી કંટાળે છે
ત્યારે માનવીની ઈર્ષા કરે છે.
God’s tired of their paradise, envy man.

દિવસભર તરછોડાયેલ  દીવડો
રાત ઢળ્યે જ્યોતના ચુંબનને ઝંખે છે.
The lamp waits through the long day of
neglect for the flame’s kiss in the night.

મારા હ્રદયનાં યાયાવર ગીત ઊડીઊડીને
તારા સ્નેહ-કંઠમાં શરણ શોધે છે.
Migratory songs wing from my heart
and seek their nests in your voice of love.

ગઈકાલની પ્રીત જે માલાને ત્યજી ગઈ
તેમાં મારા પ્રેમનો આવાસ નથી.
My love of today finds no home
in the nest desertted by yesterday’s love.

પ્રભુ ઉપહાર લેવા માટે હાથ લંબાવે છે
ત્યારે જ માનવીને પોતાના વૈભવનું ભાન થાય છે.
Man discovers his own wealth
when God comes to ask gifts of him.

હું મારા ભગવાનેને ચાહી શકું છું
કારણ કે તેના અસ્વીકારનું તેણે મને
સ્વાતંત્ર આપ્યું છે.

I am able to love may God
because He gives me freedom to deny him.

જૂન 26, 2009 Posted by | ગમતી વાતો, વાચકને ગમતું | 2 ટિપ્પણીઓ

શબરીનું મન મ્હોરે

dh12

શબરીનું મન મ્હોરે.

રામ  નામની  માળા જપતાં અંતર  અવિરત ફોરે
શબરીનું મન મ્હોરે.

ક્ષણ  ક્ષણના  અજવાળે  ચાખ્યાં મીઠાં મધરક બોરાં,
પદરવની     પગથારે   એનાં  નેણ   ઝરે છે કોરાં,
‘ક્યારે   આવશે   રામ’ વિચારે ગાતી વ્હેલા પ્હોરે.
શબરીનું મન મ્હોરે.

સાવ  ઝૂંપડી   નાની    તો પણ હૈયું વિશાલ છલકે,
પળ પળ ગણતાં ભવ જાશે શું, અશ્રુ નયન ઝળકે,
એક     અભીપ્સા     અંતરમની  શમણાં કેડી દોરે,
શબરીનું મન મ્હોરે.

વાવલિયા   આવે    વહેતા કે ‘રામ પધારે હમણાં’
ઝટપટ   દોડી     જાય નેજવે સાચ હશે કે ભ્રમણાં !
ટોળે   વળતી    તૃષ્ણાઓની  ઠપકા   અઢળક વ્હોરે.
શબરીનું મન મ્હોરે.
-જગદીશ ધનેશ્વર ભટ્ટ

(આપના અમૂલ્ય પ્રતિભાવ આપશોજી)

જૂન 25, 2009 Posted by | મને ગમતી કવિતા | 5 ટિપ્પણીઓ

જો એ મળે તો…

 raja-ravivarma
શું  હોય  છે  ઈશ્વરપણું, જો  એ  મળે  તો  પૂછજે
કા’ આટલું નોખાપણું?  જો  એ  મળે  તો  પૂછજે

અસ્તિત્વનો ખોળો સૂનો, જાણતું  નથી કોઈ અરથ
શું કામ દીધું વાંઝણું?   જો  એ  મળે  તો  પૂછજે

આ રાત  છે મો’રા સમી, ચહેરા ખરા જોવા ન દે
થાશે  કદી   મોંસૂઝણું? જો  એ  મળે  તો  પૂછજે

‘જે   પોષતું   તે   મારતું   એ ક્રમ દિસે કુદરતી’
આ વાતને હું શું ગણું?  જો  એ  મળે  તો  પૂછજે

સાબૂત   દીધું  આ રમકડું  તેં  મને  કા’ આટલું?
તૂટી શક્યું ના હું પણું..જો  એ  મળે  તો  પૂછજે

પથ્થર  અને પથ્થર  મહીં જો તું પમાતો હોત તો
હું   કેટલાં પુણ્યો ચણું? જો  એ  મળે  તો  પૂછજે

ઓતમ અહીં મરતો રહે, અંતિમક્રિયા શી જિંદગી
હું  કેટલાં મૃત્યુ જણું?  જો  એ  મળે  તો  પૂછજે

તારા  જગતની  આ હવા, ચચર્યા કરે હોવામહીં
આપીશ ક્યારે ખાંપણું? જો  એ  મળે  તો  પૂછજે

ગઢવી સુરેશ’વરસાદ’

(આપનો અમૂલ્ય અભિપ્રાય આપશો)

જૂન 24, 2009 Posted by | ગમતી ગઝલ | 4 ટિપ્પણીઓ

માનવ

Crying%201                                                         

એમ્બ્યુલન્સ,ફાયર-બ્રીગેડ,પોલીસ-કાર વગેરેના સાયરનનો  અવાજ સાંભળી, બે-બાકળો ઉઠી, નાઈટ-ગ્રાઉન પહેરી, સિક્યોરીટી સિસ્ટમ બંધ કરી ઘરની બહાર આવી જોયું તો બાજુ ના પડોશી મહેશભાઈના ઘરમાં જબરી આગ જોઈ! ફાયર-હાઈડ્ર્ન્ટમાંથી પુરાજોશ સાથે પાણીનો મારો ચાલુ હતો, ફાયર-પ્રૂફ ડ્રેસ પહેરેલા ડીપાર્ટમેન્ટના માણસો ઘરમાં જઈ  સભ્યોને બચાવવા પુરી કોશીષ કરી રહ્યાં હતાં. અફસોસ ! ઘરમાંથી એક પછી એક ત્રણ લાશ એમ્બ્યુલન્સમાં મૂકતા જોઈ, કડકડતી ઠંડીમાં ઉષ્ણતા ભર્યા આંસુથી ગાલ દાઝ્યાની લાગણી અનુભવી! વર્ષો જુના પડોશી મિત્ર મહેશભાઈ, મંજુબેન અને દીકરા માનવનું આવું કરુણ મોત! કેટલીય  વખત મારા યાર્ડમાં ફૂલના છોડ રોપવા માનવે મને મદદ કરી છે,મહેશભાઈ મારી માંદગીમાં ડૉકટરને ત્યાં જવા રાઈડ આપી છે, રસોઈના શોખીન મંજુલાબેન કોઈ સરસ વાનગી બનાવી હોય તો ઘેર આવી આપી જાય! એકાએક શું  થયું હશે? ઘરમાં આગલાગી હશે ત્યારે સ્મોક-ડીટેકટર નહી વાગ્યું હોય? સિક્યોરિટી-સિસ્ટમ કામ નહી કરી હોય ?  એતો ઑટોમેટિક પોલીસ અને ફાયર-ડીપાર્ટમેન્ટને જાણ કરી દે! હા, કદાચ  એથીજ તો  ફાયર-ડીપાર્ટમેન્ટ્ , પોલીસ  અહીં જલ્દી આવી પહોંચી. લીન્કન  સબ-ડિવિઝનના સૌ રહેવાસીના મોઢાપર ઉદાસીનતા હતી!

                          બીજે જ દિવસે ટી.વી પર સમાચાર જાણવા મળ્યા કે આગ ઈરાદા-પૂર્વક લગાવવામાં આવી હતી, પૂત્ર માનવની લાશ રસોડામાંથી મળી અને સાથો સાથ ગેસ-કેન(પેટ્રોલનો ડબ્બો)પણ , પોલીસે આગળ તપાસ આદરતા જાણવા મળ્યું કે વૉલમાર્ટ સ્ટોરમાં માનવ રાત્રે બે વાગે ગેસ-કેન સાથે લાઈવ- વિડિયોમાં  જોવા મળ્યો.પોલીસનું માનવું છે કે માનવ  ઘેર જઈ બેડરૂમમાં ગેસ(પેટ્રોલ)છાંટી , ઘરમાં બધે છાંટતા,છાંટતા  રસોડા સુધી અવ્યો હશે અને આગ લગાડી રસોડાની બારીમાંથી છટકી જ્વાનો ઈરાદો હશે પણ આગ એટલી ઝડપી વધી હશે કે તે પણ છટકી ના શક્યો.
                         શું મા-બાપને બાળી  ઈન્સ્યુરન્સના  લાખો ડોલર  મેળવવાના આવો મેલો ઈરાદો  દીકરો કરી શકે? જે મા-બાપે ૧૭ વર્ષ પહેલાં અનાથ માનવને ભારત જઈ એડાપ્ટ (ગોદે લીધેલ) કરેલ તે વખત માનવની ઉંમર માંડ ત્રણ મહિનાની હશે.અમેરિકામાં જ્યારે લાવ્યા ત્યારે એક ભવ્ય પાર્ટી જેમાં પાચસો થી પણ વધારે મહેમાનો આમત્રિંત કરેલ. માનવની સંભાળ અને દેખરેખ રાખવા મંજુલાબેન નોકરી છોડી દીધી. મહેશભાઈ એક કંપનીમાં ડિરેકટરની પોસ્ટ પર હતાં એથી  આર્થિક દ્રષ્ટીએ સદ્ધર એથી માનવ બહુજ લાડ-કોડમાં ઉછરેલ.મંજુલાબેન પાસે પણ માસ્ટર ડીગ્રી હતી , માનવને હોમવર્કેમાં તેના સ્કુલ પ્રોજેક્ટમાં તેમજ ગણીત-સાયન્સ વગેરેમાં મમ્મીની સહાય બહુજ મળી રહેતી.પરીક્ષામા બધા વિષયમાં “એ” ગ્રેડ (માર્કસ) લાવતો, કલાસમાં સૌથી હોશીયાર માનવ ટીચરનો માનીતો સ્ટુડન્ટ ગણાતો.   પોણા છ ફૂટનો માનવ બાસ્કેટ-બોલમાં દરેક  ગેઈમ(રમત)ઓછામાં ઓછા ૧૨ પોઈન્ટતો કરેજ. મહેશભાઈ-મંજુલાબેન બન્ને  માનવ, સ્કુલમાં એક ઑનર સ્ટુડન્ટ છે એ જાણી ઘણુંજ ગૌરવ લેતાં..મંજુલાબેન કહેતા,”મહેશ,આપણને કોઈ સંતાન નથી થયું એનો કોઈ હરખ-શોક નથી,  ગયા જનમની લેણ-દેણ કંઈક બાકી હશે એથી ઈશ્વરે આપણને દીકરાથી પણ વિશેષ  એવો “માનવ” આપ્યો, હે! ઈશ્વર અમો તારા ઘણાંજ ઋણી છીએ. આપણી સાથે માનવ નિયમિત શની-રવી મંદીરે આવે છે , મારી બહેનપણી નેહા કહેતી હતી કે “તમારો માનવ તો બહુંજ સુદર પ્રાર્થના ગાય છે, અવાજ પણ એટલો સુંદર છે! તબલા પણ ઘણાંજ સારા વગાડે છે.” મંદીરમાં સૌ એને “માનવ-ભગત” કહીને બોલાવતા.

                     ‘બેટા, માનવ! તારો રીપોર્ટ જોયો, આ વખતે કેમ બે સબ્જેકટમાં “બી” ગ્રેડ?, કાંઈ ટીચરની ભુલ તો નથી થઈને? મંજુલાબેને શાંત સ્વરે પૂછ્યું.. માનવ જવાબ આપ્યા વગર એના રૂમમાં જતો રહ્યો. મંજુલાબેન કસી આગળ ચર્ચા ના કરી. બેટા! તારી તબિયતતો સારી છેને? માનવના બંધ બારણાં માંથી કઈ જવાબ ન મળ્યો. દિન-પ્રતિદિન પરિસ્થિતી બગડતી ગઈ, ગ્રેડ  ઓછા આવવા લાગ્યાં, શું થઈ ગયું માનવને? મા-બાપની ચિંતા વધી ગઈ. “બહુંજ , શાંતીથી કામ લેવું પડશે, ટીન-એઈજ એવી વય છે કે કશી ગતાગમ ના પડે છતાં બધુંજ સમજે છે એવું માનીલે..મા-બાપ ખોટા, પોતે સાચા,અને એનું નામ”ટીન-એજર’ સ્કુલના ટીચરે વિધાન કર્યું..ચિતા ન કરતાં, મીસ્ટર માહેશ!હું એને સમજાવીશ..”

                    ખરાબ શોબતના સંગને બેહુદો રંગ લાગતાં ક્યાં વાર લાગે!માનવ,માઈક અને જેશનની ગેન્ગ(ટોળી)નો ભોગ બન્યો હતો.કશું સમજવા તૈયાર જ નહોતો..નસો કરી ઘેર આવ્યો..ડ્ર્ન્ક(પીધેલ)હતો..મહેશભાઈ ગુસ્સે થઈ કહ્યું..તારી કાર પણ લઈ લઉછું, તારી  હાથ ખર્ચી બંધ,જ્યા સુધી તું ખરાબ શોબત અને ડ્રીન્ક પીવાનુ  છોડીશ નહીં..માનવ ગુસ્સે થઈ,ગાળ બોલી એના રૂમમાં જતો રહ્યો..મોડી રાત સુધી  માઈક સાથે વાતો કરી..યાર! તું એકનો એક છે, મા-બાપ ગયા પછી બધી મિલકત તારીજ તો”..”યાર હું આ મા-બાપથી કંટાળી ગયો છું. એજ રાતે..રાતના બે વાગે ઊઠી મહેશભાઈની કારની ચાવી ઉઠાવી ચુપ-ચાપ ગેરેજમાંથી ગેસ-કેન લઈ..કારમાં નિકળી પડ્યો..ગેસ(પેટ્રોલ) લેવા! વિનાશ કાળે વિપરીત બુધ્ધી!

                  ફ્યુનરલ-હોમ ખીચો-ખીચ હતું..મહેશભાઈ,મંજુલાબેન અને માનવ ત્રણેના બૉડી  એટલા બળેલા હતાં કે ત્રણેના શબ કૉફીનમાં ચાદરથી ઢાંકવા પડ્યા..મહારાજે ધાર્મિક વિધી પુરી કરી,બાદ નજીકના મિત્રોએ શ્રધાંજલી આપતાં પ્રવચનો કર્યા..પછી એક પછી એક લાઈનમાં ફૂલ રાખી માનવ-દેહને છીલ્લી વિદાય આગળ ધપતાં હતાં..છેલ્લી બેન્ચમાં બેઠાં બેઠાં મેં પાછળથી કોઈને  બોલતા સાંભળ્યા.. “જોયું..દયા ડાકણને ખાઈ ગઈ!”.’NO ,I am not agreed with your statement…(ના,હું તમારા વિધાન સાથે સહમત નથી).. એમણે તો એક અનાથને આસરો આપી, માનવતાનું  કાર્ય કર્યું હતું”…

આપનો આમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશોજી.
.

જૂન 22, 2009 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 7 ટિપ્પણીઓ

પિતા હરપળ યાદ આવે છે

fathers_day_sunset

વાત્સલ્યના લીલા લીલા પાન ,
મેં તો  પીધા મીઠા મધુરા પાન..પિતા હરપળ યાદ આવે છે.

કર્મના કીરતાલ તમો,
પ્રેમની પ્યાલી પીવડાવતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.

આંગળી પકડી,રાહ ચીંધતા રહ્યા,
સફળતાની ચાવી,સંતાનોને દેતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.

એ ભલા-ભોળા   શંકર  જેવા,
ખુદ વિષ પી..અમરત દેતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.

સંતાન-સુખ,એજ લક્ષ્ય,એજ ધ્યેય,
મીઠા ફળ સૌને દેતા રહ્યાં..  પિતા હરપળ યાદ આવે છે.

આજ  મ્હેકતો બાગ છે આપના થકી,
માળી બની,બાગનું સિંચન કરતા રહ્યાં..પિતા હરપળ યાદ આવે છે.

આશિષ આપી, સ્વર્ગે સિધાવી ગયા,
પિતૃબની આજપણ આશિષ દેતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.

જૂન 21, 2009 Posted by | સ્વરચિત રચના | 1 ટીકા

હસો અને હસાવો..

Male%20and%20female%20fly[1]

 

Courtesy: Mahendra shah

જૂન 20, 2009 Posted by | હસો અને હસાવો!! | 1 ટીકા

એક સુંદર કવિતા..

f_Theologui_4498m_dde5c10d

(“આ માનવી માનવ બને તો સારું!” ઘણીવાર વિચારોની ગુફામાં જ્યારે જ્યારે બેસી જાવ છું ને વિચાર કરું છું કે આ અખિલ બ્રહ્માંડમાં સૂર્યનું સ્થાન એક સોયની અણી સમાન છે, સૂર્યના ગ્રહો, એમાની આ પૃથ્વી  ! બ્રહ્માંડમાં ફરતાં લાખો  સૂર્યો .. આમાં આપણું એટલે માનવનું સ્થાન શું? આપણે શા વિસાતમાં?..આ પૃથ્વી પર કેટલી મહાન વિભૂતીઓ પેદા થઈ..”ઉપદેશ”નો વિરાટ મહાસાગર બનાવ્યો..આપણે કંઈક  શિખ્યા? ઉપદેશ આપનાર વિભૂતીને તો આપણે ખિલ્લા મારી ક્રોસ પર લટકાવ્યા! ગોળીઓ મારી એમના શરીરને છિન્ન્-ભિન્ન કરી દીધા..સારી વ્યકતિની જાણે આ માનવી ને જરુર જ નથી! આ માનવજાત જ્યારથી પેદા થઈ છે  શરુયાતથી જ  પથ્થરથી લડ્યા,પછી લોઢાથી, બંદુકથી…બોમ્બથી..અણું-બોમ્બથી…હવે ન્યુકલીયરથી…એટલે જ માનવનો ત્યાં  અંત! શું પછી આ કોઈ આમાથી બચશે ખરુ? ખબર નથી !!)

ઈશુ, ગાંધી, મહાવીર, બુદ્ધ
-બધા જ ચાલતા થયા:
હું નથી માનતો કે હવે
એ લોકો
આપણી વચ્ચી આવવાની
ભૂલ કરે.

સ્વર્ગમાં રહેવા જેવું નથી
અને
પૃથ્વી પર આવવા જેવું નથી

ખીલા કે બંદૂકની ગોળીનો
એમને ડર નથી
વામણા માણસો
મહાવીરને ઓળખે પણ કઈ રીતે?
બુદ્ધને સ્મિત માટે
મૉડેલ થવાની ફરજ પાડે એવા
આ લોકો.

માણસ નામે
ચમત્કારનો યુગ
કાયમ માટે આથમી ગયો છે.
-સુરેશ દલાલ.

આપના અમૂલ્ય  પ્રતિભાવની અપેક્ષા

 
 

.

જૂન 19, 2009 Posted by | મને ગમતી કવિતા | 3 ટિપ્પણીઓ

સુવાક્યોના સહારે જો જીવીએ અને કંઈક શીખીએ..

 love-holly-hajari

જે અનિવાર્ય છે તેની સાથે રકઝક કરવાનો અર્થ નથી; ઈશાની વાયરા સામે એક જ દલીલ થઈ શકે- ધાબળો વીંટી લેવાની.

આપણું શાણપણ આપણા અનુભવમાંથી નીપજે છે અને અનુભવ આપણી મૂર્ખાઈમાંથી પેદા થાય છે.

અનુભવ આપણને કશૂંક મૂરખાઈભરેલું આચરતાં કદી અટકાવી શકતો નથી; એમાંથી આનંદ માતાં જ તે આપણને રોકે છે.

અમુક લોકોને નમ્રતાનું પણ અભિમાન હોય છે-પોતે અભિમાનની નથી એ વાતનું જ અભિમાન.

અભિમાન બે જાતનાં હોય છે: એકમાં આપણે આપણી જાતને અનુમોદન આપીએ છીએ, બીજામાં આપણે આપણી જાતને સ્વીકારી શકતા નથી.

બીજાઓની  આપણે જે સેવા કરીએ છીએ, તે ખરેખર તો આ પૃથ્વી પરના આપણા કમરાનું ભાડું છે.

બીજાઓ સમક્ષ અંચળો પહેરવાની આદત આપણને એટલી બધી પડી જાય છે કે અંતે , આપણી જાત સમક્ષ પણ આપણે  અંચળો ઓઢીને  રાજૂ થઈ એ છીએ.

આફતો બે જાતની હોય છે: આપણાં દુર્ભાગ્યો અને બીજાઓનાં સદભાગ્યો.

આરામ કરવાનો સમય ત્યારે છે જ્યારે એને માટે ફુરસદ ન હોય.

આવતી કાલની મને ફિકર નથી, કારણ કે ગઈકાલ મેં જોયેલી છે  ને આજને હું ચાહું છું.

આશા સામન્ય રીતે સારી માર્ગદર્શક નથી હોતી- જો કે માર્ગમાં એની સોબત સારી લાગે છે.

મારી આળસ મને લગીરેય ફુરસદ લેવા દેતી નથી.

સૌજન્ય:ધૂપસળી

મિત્રો:આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવા નમ્ર વિનંતી

જૂન 18, 2009 Posted by | ગમતી વાતો | 6 ટિપ્પણીઓ

સ્ત્રી-ચંદ્રકાંત બક્ષીના અવતરણો

painting_-_woman_at_window
દરેક સાસુએ હવે ડર લાગે છે કે ૮ વાગે પૂત્રવધૂ ઊઠશે અને ઘડિયાલ સામે જોઈને પૂછશે કે મમ્મી, તમે હજી સુધી કંઈ જ કર્યું નથી? સાસુ અને વહુનાં કજોડા હવે ચાલશે નહીં, સાસુએ એડજસ્ટ થવું જ પડશે. માતૃદેવો ભવ: પછી સાસુદેવો ભવ: આવી રહ્યુ છે?

જ્યાં સુધી સ્ત્રી શિક્ષિત નથી, અને જ્યાં સુધી એ પોતાની આવક કરી શકતીઅને જ્યાં સુધી એની રોટલા માટે ભર્તા(એટલે ભરણપોષણ કરનાર) પર પૂર્ણત: નિર્ભ્રર છે ત્યાં સુધી સ્ત્રીની સમાનતા એ માત્ર ભર્મ છે. એક અકલ્પના છે . જે સમાજમાં પ્રેમને પણ સ્ત્રીની ચામડીના સૌંદર્યથી સંબંધ છે, એ સમાજમાં સ્ત્રી એક વ્યક્તિવિશેષ નથી, પણ વસ્તુવિશેષ છે.

સુખી ગુજરાતી સ્ત્રીઓને સમાજે સેકસલેસ બનાવી દીધી છે? સેકસ એક સ્પાર્કપ્લગ છે, સ્ટાર્ટર છે, એની રોશની પૂરા લગ્નજીવન પર છવાઈ જાય છે પછી ગુજરાતી સ્ત્રીની સેકસ હોલવાઈ જાય છે, પાછળ માત્ર પ્રતિષ્ઠા પૂર્વગ્રહ. ઈન્હિબિશનનો કચરો રહી જાય છે.

સ્ત્રીને પ્રતિમાસ કાચા માંસની વાસવાળું લાલ શ્યામ રક્તિમ ઘટ્ટ પ્રવાહી શરીરમાંથી વહેતું જોવાનો અભ્યાસ હોય છે. રકત અને અગ્નિથી સ્ત્રીનો નાતો રહ્યો છે, પુરુષ ભાગતો હોય છે.

સ્ત્રી શબ્દમાં ત્રણ લીટીઓ છે, માટે એમાં સત્વ, રજસ અને તમસ ત્રણે હોય છે.

એક વાદ એવા છે કે સ્ત્રી પાણી જેવી છે, જે વાસણમાં મૂકો એ વાસણનો આકાર અખ્તિયાર કરી લે છે, બીજો પ્રતિવાદ એવો છે કે સ્ત્રી માટી જેવી છે અને માટે ભીંસાયા પછી જ આકાર ગ્રહણ કરે છે.કદાચ વધારે સૂચક રૂપક સીમેન્ટનું છે: સ્ત્રી સીમેન્ટ જેવી સુવાળી અને મુલાયમ છે, એ ભીંજાય છે, સુંવાળી બની જાય છે,પાછી સૂકાય છે, સખત બનતી જાય છે, અને અંતે જે કન્ટેઈનર કે વાસણમાં બંધ છે એને જ તોડી નાંખે છે!

હિન્દુસ્તાન એ દેશ છે જ્યાં વિજ્ઞાનની પ્રગતિનો ઉપયોગ સ્ત્રીના ગર્ભને મારી નાખવા માટે થાય છે. હિન્દુસ્તાન એ દેશ છે જ્યાં સ્ત્રીને ઊંચી પીઠિકા પર દેવી બનાવીને બેસાડી દીધી છે અને બીજી તરફ એક સાયકલ કે સ્કૂટર ન ચલાવવા માટે સ્ત્રીને જીવતી જલાવી દેવામાં આવે છે. અને કરૂણતા એ વાતની છે કે શિક્ષિત સ્ત્રી કુટુંબમાં પણ પોતાના જ પુત્ર અને પુત્રી વચ્ચે સ્પષ્ટ અસમાનતા રાખે છે.

આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશો..

જૂન 17, 2009 Posted by | ગમતી વાતો | 3 ટિપ્પણીઓ

દાદીમા

grandma&girl                                                     

મારો ઉછેર મારા દાદીમાના લાડકોડમાં થયો છે. બેબી ફૂડ અને  ડાઈપરથી માંડી પાપા પગલી..અને સ્કુલના પહેલા ધોરણ સુધીની જવાબદારી દાદીમાએ ઉપાડેલી. મારી મમ્મી અને ડેડી બન્ને જોબ કરે, સવારે છ વાગે નીકળી સાંજે  વાગે આવે. કોઈ વાર ટ્રાફીકમાં જામ થઈ જાય તો  સાંજે સાત વાગે પણ આવે, દાદીમા મારી સંભાળ સાથે બધા માટે રસોઈ પણ કરી રાખે,ઘરની સફાઈ પણ તેજ કરે. હું કદી બેબી-સીટીંગમાં ગયો નથી.
દાદીમાનો હું એટલો હેવાયો હતો કે  રાત્રે એ સુંવાડે તો જ મને ઉંઘ આવે! કડકડતી ઠંડી, અને સ્નો પડતો હોય પણ હું જીદ કરું એટલે બિચારા દાદીમા જાડું જેકેટ પહેરાવી મને  ફ્ર્ન્ટ-યાર્ડમાં  લઈ જાય મને સ્નો-મેન બનાવવામાં હેલ્પ કરે!’બેટા, મને હવે ઠંડી લાગે છે,ચાલને ઘરમં હું તને  લૉલીપપ આપીશ” એ લાલચે મને ઘરમાં લાવતાં ..યાદ છે…હું એમના રૂમમાંજ સુતો…નાની, નાની વાર્તા કહી મને સુંવડાવતાં, માથે વ્હાલભર્યો હાથ અને ગાલે ચુંબન!

                            દાદીમા અહીંના અમેરીકન સિટિઝન હતા,મારી સાથે ઘણીવાર ભાગ્યું-ટુટ્યું ઈગ્લીશ પણ બોલતાં,”નૉટી બૉય”.. મને યાદ છે કે એમને સોસીયલ-સિક્યોરીટીમાંથી છસ્સો ડૉલર આવતાં તે પણ ડેડ લઈ લેતાં..માત્ર  ત્રીસ ડૉલર મહિને રોકડા દાદીમાને આપતાં એમાંથી મને ઘણીવાર કેન્ડી, આઈસ્ક્રીમ અને રમકડા  અપાવતાં અને મંદીરે જતાં ત્યારે અગિયાર ડોલર  આરતીમાં મૂકતાં. દાદીમા બહુંજ આનંદી સ્વભાવના હતાં..મેં ભાગ્યેજ એમને અપસેટ થતાં જોયા છે! મારી ૧૫ વર્ષની ઉંમરે હશે ,દાદીમાને  સ્ટ્રોક આવ્યો,એક બાજુંનું અંગ  નકામું થઈ ગયું, “એની સારવાર કોણ કરે! હવે શું કરીશું,જોબ કરતાં કરતાં એમની  સારવાર કેમ કરી શકાય?” આ દરેક પ્રશ્નો મમ્મી-ડેડીને મુંઝવવા લાગ્યાં,અમેરિકન સરકાર  અપંગ થયેલા ઘરડાને રાખવા એક નર્સ આપેછે અથવા  ચારસો ડોલર મહિને કેર(સંભાળ) કરવાં આપે એ માહિતી મળતા, મમ્મી -ડેડી ખુશ થયા, હાશ! આપણી મુંઝવણ મટી..”આપણે પેલા ચંપામાસી છે ને એમને બાની કેર કરવા રાખી લઈ એ અને મહિને  ૨૫૦ ડોલર  આપીશું તો ચાલશે..બાકીના..ભવિષ્યમાં બાને કંઈ થાય તે સમયે કામ આવે!” દાદીમાની તબિયત બગડતી ગઈ..ધીરે ધીરે એમની યાદ શક્તિ પણ જતી રહી. ઘણીવાર મને પૂછે? ભાઈ તારું નામ શું?મમ્મી-ડેડીની ચિંતા વધી ગઈ.”હવે તો એમને નર્સિંગ-હોમમાં જ મૂકવા પડશે! બા ને બાથરૂમનું પણ ભાન નથી રહેતું, કશું યાદ નથી રહેતું, આપણે તો મુશ્કેલીનો પાર નહીં? આવી ઉપાધી કરતાં નર્સિંગ-હોમમાં સારા! ત્યાં ચોવીસ કલાક નર્સ હોય અને  સરકાર એમનો પુરેપુરો  ખર્ચ પણ આપે છે, આપણે કશી ચિંતા નહી કરવાની!” મમ્મી-ડેડીએ  દાદીમાને નર્સિંગ-હોમમાં મૂકી દીધા!

                       હું અવાર-નવાર દાદીમાને મળવા જતો, એમની પાસે બેસતો.મને ઓળખી નહોતા શકતાં પણ વારં વારે હસતાં..ખુશ મિજાજમાં રહેતાં..”મને કદી પણ હવે ઓળખી નહી શકે?” હું કહેતો “દાદીમાં હું મનીષ છું, મને ઓળખ્યો?” એ માત્ર હસતાં..મમ્મી-ડેડીતો મહિનામાં એકાદ વખત મુલાકાત લેતાં..યાદ  છે, એ સાંજે દાદીમાને મળી એમના રૂમમાંથી બહાર નીકળતો હતો..”મનીષ-બેટા, આવજે.” “દાદીમા! કહી પાછો ફર્યો, શું દાદીમાની યાદદાસ્ત પાછી આવી? મારા કાન સુધી આવેલા દાદીમાના શબ્દો..”મનીષ-બેટા, આવજે.” મને સાંભળવા મળ્યાં.શું કોઈ ચમત્કાર થયો? મારા પ્રત્યેનો એમનો નિષ્કામ પ્રેમ?.. એતો ફરી પાછા ઘસઘસાટ સુઈ ગયા…હું ઘેર પાછો ફયો..એજ  રાત્રે ૧૧ વાગે નર્સિંગ-હોમમાંથી ફોન આવ્યો..”Your mother is no more”(તમારા માતૃશ્રીનું  દેહાંત થયું).. આજ પણ મારા હ્રદયમાં એ છેલ્લા વ્હાલભર્યા દાદીમાના શબ્દો..”મનીષ-બેટા, આવજે.” ગુંજ્યા કરે છે..ચમત્કારી વાતો સાંભળી છે ..યાદદાસ્ત ગુમાવી બેઠેલા દાદીમા..છેલ્લી ઘડીએ મારું નામ કેમ યાદ આવી ગયું હશે! Is it miracle? (શું એ ચમત્કાર હશે?)

આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશો..

જૂન 16, 2009 Posted by | લઘુકથા, સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

યાદગાર શે’ર-સૈફ પાલનપૂરી

મસ્ત યૌવન  પછી આવ્યું  આ  ઘડપણ  એવું,
જાણે   કીધેલાં    ગુનાહોની   સજા  રહી ગઈ.

જિંદગીથી   છે    જીવિત, મૃત્યુનો      ભય,
મોતમાં    ખુદ     મોતનું    અવસાન    છે.

કોઈ    વેરાનમાં જન્મેલો  તમાશો  થઈ  જા,
તું જ પોતે તારા આંસુનો   ખુલાસો થઈ  જા.

સમજદારીની કોઈ વાત સ્વીકારી નથી શકતો,
કહે છે કોણ? પાગલને કોઈ બંધન નથી હોતા.

શે’ર      મારા        સલામ છે ,  પ્યારા,
આ   તો તરસ્યાનાં   જામ    છે,   પ્યારા.

ઓ   જવાની! એ બધાં  તારા હતા તોફાનો,
જીવ  લેનારી    હવે      પરીક્ષા  ક્યાં    છે?

મિત્રો ને સ્નેહીઓ તો ઊંચકશે બસએક વખત,
ઊંચક્યો છે  મેં તો   મારો જનાજો અનેકવાર.

કોણે  ઈશ્વરના  હૃદય પર ઠેસ પહોંચાડી  હશે,
કોણ સર્જન માટે  કારણ પ્રેરણાનું  થઈ  ગયું?

ઈન્સાનછું, ઈશ્વર માટે પણ આધાર બનીને રહેવું છે,
સૂરજ ન પડે ઝાંખો, માટે અંધકાર  બનીને રહેવું છે.

જૂન 15, 2009 Posted by | શાયરી | 3 ટિપ્પણીઓ

ડૉકટરની પ્રાર્થના..

lakshmi_wideweb__470x338,0 
એ મોટી વિડંબના છે  ભગવાન,
કે મારી આજીવિકાનો આધાર લોકોની માંદગી છે;

પણ એ મારું સદભાગ્ય પણ છે
કે લોકોની પીડા દૂર કરવાની
એમની સેવા દ્વારા મારા સ્વાર્થને ક્ષીણ કરવાની
એક ઉત્તમ તક તેં મને આપી છે.

મારા પર આ તેં બહુ મોટી જવાબદારી મૂકી છે.
એ જવાબદારીનું હું ગંભીરતાપૂર્વક પાલન કરી શકું
એવી મને શક્તિ આપજે.

દરદીને હું , મારી આવડતની કસોટીનું સાધન ન ગણું
રોગ-સંશોધન કે પ્રયોગો માટેનું પ્રાણી ન ગણું
કેવળ પૈસા કમાવા માટેનું માધ્યમ ન ગણું
તેને સાજો કરવા સિવાય બીજો કોઈ ઉદ્દેશ ન રાખું
તેનો ઉપચાર કરતાં , તે શ્રીમંત છે કે ગરીબ એ લક્ષમાં ન લઉ
એવી મને સદબુદ્ધિ આપજે.

તેની બધી જ ફરિયાદો હું ચિત્ત દઈ ને સાંભળું
તેની સાથે તેની મનની તકલીફો પણ ધ્યાનમાં લઉં
નિદાન અને દવા ઉપરાંત
આશા અને આશ્વાશનના બે સ્નેહાળ શબ્દોની પણ
તેને ખૂબ જરૂર હોય છે એ ભૂલી ન જાઉં
તેની સાથે સંકળાયેલ સ્વજનોની સ્વભાવિક ચિંતા
અને તેની આર્થિક સ્થિતિનો પણ ખ્યાલ રાખું
એવી અનુકંપા, ધીરજ, ઉદારતા મને આપજે.

આ વ્યસાય પુણ્યનો છે,
પણ તેમાં લપસવાપણું ઘણું છે;
તેમાં હું મારી જાતને જાળવી રાખું
ગંભીરે નિર્ણય લેવાની કપરી ક્ષણ આવે  ત્યારે
વ્યસાયિક જવાબદારી, મનુષ્ય તરીકેની નિષ્ઠા
અને દરદીના કુટુંબના વિશ્વાસુ મિત્ર તરીકેની ભૂમિકા વચ્ચે
સમતોલપણું જાળવી શકું
એવા મને વિવેક અને સ્થિરતા આપજે.

અને આ બધાયે વખત
સૌથી મહાન ઉપચારક સ્ત્રોત તારામાંથી જ વહી આવે છે
હું તો માત્ર નિમિત્ત છું-
એ હંમેશાં યાદ રાખી શકું, એવી મને શ્રદ્ધા આપજે.

-સૌજન્ય: પરમસમિપે

જૂન 13, 2009 Posted by | ગમતી વાતો, મને ગમતી કવિતા | 3 ટિપ્પણીઓ

માતા-પિતાની પ્રાર્થના..

2998

હું પ્રાર્થના કરું છું કે હું મારા બાળકને એની પોતાની જિંદગી જીવવા દઉં, મેં જીવવાની ઈચ્છા કરી હતી તેવી જિંદગી નહિ;અને એટલે જે કરવામાં મને નિષ્ફળતા મળી હતીતે કરવાનો બોજ તેના પર લાદવા સામે હે પ્રભુ મને સાવધ રાખજે.

તેણે જે લાંબો માર્ગ કાપવાનો છે તેને ખ્યાલમાં રાખીને હું તેનું આજનું ખોટું પગલું જોઈ શકું એ માટે મને સહાય કરજે પ્રભુ, અને એની ધીમી ગતિ માટે ધીરજ રાખવા જેટલી ઉદારતા મને આપજે.

એની ઉંમરનાં નાનાં નાનાં તોફાનો સામે ક્યારે હસી લેવું અને તેને જેનો ભય લાગે છે ને જેના પર તે કાબૂ મેળવી શકતો નથી તેવા આવેગો સામે ક્યારે સંરક્ષક દ્રઢતાથી કામ લેવું, તે જાણવા જેટલું ડહાપણ તું મને આપજે.

તેના ગુસ્સાભર્યા શબ્દોનો કોલાહલ ભેદીને કે તેના ગુમસૂમ મૌનની ખાઈ ઓળંગીને તેના હ્રદયની વ્યથા સાંભળવામાં મને સહાય કરજે. હે પ્રરમાત્મા! મને એ ઓદાર્ય આપજે, જેથી અમારા વચ્ચે એ ખાઈ હું હૂંફભરી સમજદારી વડે પૂરી દઈ શકું.

હું પ્રાર્થના કરું છું કે મારો અવાજ ઊંચો થઈ જાય તો તેણે કંઈક કર્યું હોય તે માટેના ગુસ્સાને લીધે નહિ, પણ તે જે છે તેના આનંદોલ્લાસને લીધે; જેથી રોજ રોજ તે પોતાની જાતમાં શ્રદ્ધા સાથે મોટો થતો રહે.

મને સહાય કર કે હું એને એવી ઉષ્માથી મારા હૃદય-સરસો ચાંપી શકું, જેથી બીજાઓ પ્રત્યે તેનામાં મૈત્રીભાવ પ્રગટે.

અને પછી મને ધૈર્ય આપ કે તેના માર્ગ પર તે મજબૂતીથી જઈ શકે તે માટે તેને મુક્ત કરું..
(પરમ સમીપે-એમ.બી ડરફીના લખાણ પરથી)

જૂન 12, 2009 Posted by | ગમતી વાતો | 3 ટિપ્પણીઓ

જાણીતા-માનીતા શે’ર-શાયરી..

playtime1

પાણીયારી છે સાવ અજાણી,
એ   કૂવો ને એજ    પાણી.
-અંદમ ટંકારવી

તું  મરે   કે જીવે આ દુનિયાને શું
એ ચલાવી લે છે પયગંબર વગર.
-દીપક બારડોલીકર

ઘોળ્યું જો પ્રેમતત્વ અમે દરમિયાનમાં,
ના ધરતીમાં   ભેદ રહ્યો ના અજાનમાં.
-મૂસાફિર પાલનપુરી

જેટલામી આ ચિતા ખડકાય છે,
એટલામો  ગર્ભનો  અધ્યાય છે.
-હરેશ -તથાગત’

ભીંસમાં ભાંગી અને બટકો  હવે,
ભીંત પર ફોટો  બની લટકો હવે.
-ચિનુ મોદી

ગળમાં ગાળિયો  નાખીને   કૂદવાની ક્ષણો છે,
વિહગના પીચ્છને આકાશ ચૂમવાની ક્ષણો છે.
-વીરુ પુરોહિત

તમારે જો હવામાં મ્હેલ ચણવા હોય તો  આવો,
સિતારા ભરબપોરે કયાંક ગણવા હોય તો આવો.
-રમેશ પટેલ’ક્ષ’

દેખ મારાં તો ખુલ્લા   દ્વાર  છે,
એક તારા આવવાની  વાર છે.
-દક્ષ પ્રજાપતિ

શબ્દોય   છે   જોડ તું બે ચાર કથા   ઓર,
ગુના ય કર ને માગ તું ઈશ્વરની દયા ઓર.
-રમેશ પારેખ

જૂન 11, 2009 Posted by | ગમતી ગઝલ, શાયરી | 1 ટીકા

મોહીની..

swanmay

વાર્તા(નવલિકા)વિશે એક વિવેચકે કરેલું અવલોકન:
(“Writing stories is very similar to bull fighting and they are much the same thing. Every writer stands in arena facing the bull and each time its fearful horns call them life, reality or death, they mere come, they abrush and they pass by.)

 

ઈશ્વર પણ નવરા બેઠા હોય!ત્યારે એ નવરાશના મુડમાં જે સૌંદર્યનું સર્જન  કરે છે એ સૌદર્ય અફલાતુન અને અદભૂત હોય છે. એમાનું એક સર્જન સુલેખા  હતી, રૂપરૂપનો અંબાર એટલે “સુલેખા”.!બધા સાથે સુલેખાનો સ્વભાવ મળતાવડો અને ફ્રેન્ડલી હતો. સવારની કોલેજ પતીગયાં બાદ ઘણીવાર કોલેજનાં મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં પણ જાય..મિત્રો એટલા સારા કે સુલેખાને પર્સમાંથી એક પણ પૈસો કાઢવાનો નહી! સોસાયટીના છોકરાઓએ તેણીનું હુલામણું નામ..”મોહીની” પાડ્યું હતું.છોકરા પણ અંદરો અંદર બોલતા” મોહીનીતો જ્યાં માયા-મુડી  હોય ત્યાંજ મોહે!”. મુકેશ એનો નજીકનો મિત્ર, ખાનગીમાં ઘણી વખત એમની સાથે મોજ-મજા માણે. એમની મમ્મી બિચારી ભોળી એટલે એનો પુરેપુરો ગેરલાભ લે..’મમ્મી આજ હું આશાને ઘેર જાવછું એટલે  સાંજે  આવતા મોડું થશે!’ ‘ઑકે બેટી,પણ તારા પપ્પા ઘેર આવે તે પહેલાં ઘેર આવી  જજે!’  આવી સ્વતંત્રાનો ગેરલાભે એ સોળ વર્ષની ઉમંરે સગર્ભા થઈ..”એકની એક છોકરી..સમાજમાં બદનામ  થઈ જશે તો આપણે શું કરીશું”મા-બાપની ચિંતાનો કોઈપાર ના રહ્યો!  એબૉરશન એજ છેલ્લો ઉપાય હતો. સુરજને વાદળાં ક્યાં સુધી ઢાંકી શકે? આ વાત એક કાનેથી બીજા કાને ” કોઈને કહેતા નહી ”  કહેતા, કહેતા  સમાજમાં, સોસાયટીમાં ફેલાઈ ગઈ..ચારિત્ર અને બદનામીની હોળી.

                           ઉમેશ એજ સોસાયટીમાં રહેતો હતો પણ છેલ્લા પાંચ વર્ષથી અમેરિકા રહેતો હતો..હા એ દેખાવે શ્યામ અને ચહેરા પર શીળીના ચાઠા હતાં પણ મળતાવડો અને માયાળુ હતો એને ત્યાં બેઠા  સુલેખાના સમચાર મળ્યા. સોસાયટીના એક મિત્રે ફોન કર્યો.આપણી જાણીતી-માનીતી મોહીનીએ મોટું લફરું કર્યું!  શું? “She is pregnent..” કોનાથી? જવાદેને  યાર્..એને તો ઘણાં યાર હતાં. ઉમેશને દુ:ખ થયું..સુલેખા પર ગુસ્સે થવાને બદલે “sorry..feel કર્યું..અમેરિકામાં તો આવા ઘણાં કિસ્સા બને છે,બહાર પણ નથી આવતાં અને ભારતમાં છોકરી તુરતજ બદનામ થઈ જાય! આ માટે શું પુરુષ જવાબદાર નહી? પુરુષ આવી ભુલ કરે તો કહેવાય કે એ તો રૉમીયો છે..નટખટ છે એમ કરી ચલાવી લેવાય અને સ્ત્રી ભૂલ કરે તો સમાજમાં તુરતજ બદનામ થઈ જાય અને ઉપનામ મળી જાય..વેશ્યા, બદચલન..ચારિત્રહીન !  માત્ર પુરષને આપણાં સમાજમાં બધા હક્ક આપ્યા છે..વિચારના વંટોળે ચડેલા ઉમેશે ભારત જવાનું  નક્કી કર્યું..પોતાના મા-બાપને સુલેખા સાથે તેણી માની જાય તો લગ્ન કરવા  વાત મૂકી..ઉમેશના માતા-પિતાએ  ઉમેશને કહ્યું કે તું બધું જાણે છે છતાં..”હા”..દીકરાની જીદ પાસે તેના મા-બાપ કશું ના બોલ્યા.સુલેખાના લગ્ન ધામધુમથી ઉમેશ સાથે થયાં.ગામમાં લોકો થોડી નિંદા, થોડી ચર્ચાઓ પણ કેરી..સાંભળ્યું..’પેલા રાજકોટના રાજુભાઈ રજવાડીની દીકરીના લગ્ન અમેરિકાથી આવેલા છોકરા સાથે થયાં’..’હા યાર..પૈસો પરમેશ્વર ! જ્યાં જ્યાં પૈસો  ત્યાં લક્ષ્મીને વરતા વાર શું? એ પણ ખરું..કદાચ મુરતિયાને અંધારામાં રાખ્યો હોય!એવું પણ બને..આ બધી અફવાની સીમા પાર કરતી કરતી  સુલેખા અમેરિકા આવી ગઈ.
                         અંજુ દસ વર્ષની  આકાશ  આઠ વર્ષનો, બન્ને બાળકો એની મમ્મી જેવા દેખાવડાનએ પપ્પા જેવા ભણવામા હોશિયાર છે. “સુલેખા, તું કયાં સુધી આ બર્થ-કન્ટ્રોલની ટેબલેટસ લીધા કરીશ? મે વાંચ્યું છે કે એની સાઈડ ઈફેક્ટમાં કેન્સર થવાની શક્યાતા ખરી..” “તો તમે કહે છો કે હું ઑપરેશન કરાવી લઉ? મને વાંધો નથી પણ તમને યાદ છેને   કે લાસ્ટ ટાઈમ આકશના બર્થ સમયે ડોકટરે પેટમાંથી નાની ગાંઠ કાઢેલી એથી હવે મને બીજુ  ઑપરેશન કરાવતા બીક લાગે છે.’કાંઈ વાધો નહી’ ..તો હું ઑપરેશન કરાવી લઉ છું. હા.તમને વાંધો ના હોય તો..મને શું વાંધો? આ બર્થ-કન્ટ્રોલની દવામાંથી છુટ્ટી!

                                  એકાએક છાતીમાં દુ:ખાવાને કારણે ૯૧૧ ફોન કરી  ઉમેશને ઈમરજન્સીમાં હોસ્પીટલ લઈ ગયાં ત્યારે  ખબર પડી કે એમને હ્રદયમાં જતી ચાર નસો માં બ્લોક્સ છે અને તાત્કાલિક ઑપરેશન કરવું પડશે..’સુલેખા! મને કાંઈ પણ થઈ જાય તો અંજુ અને આકાશનું તું ધ્યાન રાખજે’…આવું શું બોલો છો..કશો વાંધો નહી આવે.રાકેશનો થોડી વાર પહેલાંજ મારા સેલ પર તમારા ખબર પૂછવા ફોન આવેલ..’ હા, સુલેખા એ યંગ  અને હોશિયાર છે એટલેજ મેં  આપણાં લોન્ડ્રામેન્ટના ધંધામાં ભાગીદાર બનાવ્યો છે..’ હા હવે  થોડો  આરામ કરો, ડૉકટરે બહું બોલાવાની ના કહી છે. તમો ચિંતા નહી કરતાં. તમને તો ખબર છે કે આપણાં મિત્ર સુરેશભાઈના ભાણેજ કાર્ડીયોલોગીસ્ટ ડૉકરટર મુકેશભાઈજ તમારું ઑપરેશન કરવાના છે અને એ બહું હોંશિયાર છે. કાલે  અંજુ અને આકાશ બન્ને ને  વહેલાં બ્રેક-ફાસ્ટ  કરાવીને અહી આવી જઈશ.. I love you Umesh’..’ ‘OK, I love you too..’ સુલેખા ઘેર આવી..થોડી ચિતાંમાં હતી..એક સાથે બે ઉપાધી આવી પડી છે..હે! ભગવાન હું શું કરું..આ મારી ફરી ભુલ! રાકેશ અને હું બન્ને કલિનિક જઈ લેબમાં યુરીન ટેસ્ટતો આપી આવ્યા..હે ભગવાન રીઝલ્ટ પૉઝીટીવ ના આવે તો સારું! એ ચિંતા કીડાની જેમ કોરી ખાતી હતી ત્યાંજ  રાકેશનો ફોન આવ્યો..સુલેખા..it’s bad news..શું થયું? રાકેશ મને બહુંજ ચિત્તા થાય છે..આપણે શુ કર્યું?  સુલેખા! રીઝલ્ટ..પૉઝીટીવ આવ્યું છે.તુ pregnant છે’ OH God! ઉમેશનું કાલે ઑપરેશન છે..શું કરી શું? “એબોરશન  સુલેખા એબૉરશન!

જૂન 10, 2009 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | Leave a comment

આજના સુવિચારો ….

Best%20Job%20after%20recession[1]

જિંદગીની આ બે સ્થિતિ સૌથી વધુ કરુણ છે: માતા વિનાનું ઘર અને ઘર વિનાની માતા.

મા-બાપની  ઉત્તમ જોડી, બહારની કઠોરતા તળેના મૃદુ પિતા અને બહારની  મૃદુતા તળેની કઠોર માતાની બનેલી છે.

જે બધી બુદ્ધિશક્તિ અને ભલમનસાઈ લઈને બાળકો જન્મે છે તેને ઉપોયોગમાં કેમ લેવી, એટલું જ જો આપણે શીખી શકીએ તો કેવું સારું!

બાળકો નિશાળેથી આપેલું લેસન ભૂલી જઈ શકે છે; ન્હાવાનું,વાસન માંજવાનું, સંજવારી કાઢવાનું, ઊંઘવાનું-જમવાનું સુધ્ધાં ભૂલી જઈ શકે છે. પણ પાંચ મહિનાકે પાંચ વરસ પહેલાંયે વાતવાતમાં આપણે આપેલું વચન એમને બરાબર સાંભરે છે.

બાળક એ કોઈ વાસણ નથી કે એને ભરી કાઢીએ-એ એક એવી જ્યોત છે જેને પેટાવવાની છે.

બાળકને કાંઈક શીખવતી વેળા જો તમને ચીડ ચડે કે એનામાં જરાયે હોશિયારી બળી નથી, તો તમારા ડાબા હાથે લખવાની કોશિશ કરી જોજો-અને પછી યાદ રાખજો કે બાળક એટલે બધું ડાબા હાથનુંજ કામ છે.

બાળકને તમે મેઘધનુષ બતાવો તેટલી વાર તમારું કામ થોભી શકશે, પણ તમે કામ કરશો ત્યાં લગી મેઘધનુષ થંભશે નહીં.

હે દયાળુ! કાંતો મારો બોજ હળવો કરજે, ને કાં તો મારો બરડો મજબૂત બનાવજે.

કેવળવણી એટલે આપણો મિજાજ કે આત્મવિશ્વાસ ખોયા વિના લગભગ હરકોઈ વાત સાંભળવાની શક્તિ.

એક મહાપુરુષ એવો હોય છે કે જે દરેક માણસને તેની લઘુતાનું ભાન કરાવે છે, પણ સાચો મહાપુરુષ તો એ છે જે દરેક માનસને એની મહત્તાનું ભાન કરાવે છે.

મારું બાવલું શીદને ખડું કરવામાં આવ્યું છે?-એવું લોકો પૂછે, તેના કરતાં તો બહેત્તર છે કે મારા મનમાં કોઈ બાવલું કેમ નથી, એવું પુછાય.

ભગવાન આપણને સ્મૃતિ આપે છે , જેથી પાનખરમાં પણ આપણે ગુલાબોને માણીએ.

(સૌજન્ય:વિચાર-માળાનાં મોતી)

જૂન 9, 2009 Posted by | ગમતી વાતો | 4 ટિપ્પણીઓ

%d bloggers like this: