પુસ્તક મિત્ર છે..
પુસ્તક મિત્ર છે
આપણા એકાંતનું,
તે વડીલ છે, સંસ્કારનું.
તે ભવિષ્ય છે આપણાં બાળકનું.
પુસ્તકત ને ખોલો છો તેની સાથે જ
ખુલવા લાગે છે તમારું હૃદય.
બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં
તમે તેમને અરીસાની જેમ
જોઈ શકો છો.
પુસ્તક અંધકારમાં દીવો લઈને
ઊભું હોય છે અજવાળું પાથરવા.
અને જીવનમાં જ્યારે ભૂલા પડો છો
ત્યારે તેનાં વાક્યો અને પંક્તિઓ
તમને રસ્તો બતાવે છે.
જ્યારે શ્રદ્ધા ડગી જાય,
મન થાકી જાય, હૈયુ હારી જાય ત્યારે
નિર્જિવ લાગતાં પુસ્તકનાં પાનાંઓ
તમારામાં પ્રાણ પૂરે છે.
પુસ્તક દીવાદાંડી છે
પુસ્તક બહાર અને
ભીતર જોડાતો સેતુ છે.
પુસ્તક વિનાનો માણસ
ફરી પાછો કોઈ આરંભકાળનો
આદિવાસી બની જાય
તે પહેલા ચાલો,
પુસ્તકના જગતમાં પ્રવેશ કરીએ.
-રાજેશ વ્યાસ’મિસ્કીન
સૌજન્ય” ઉદ્દેશ”
Very nice.
Sapana
બહુ જ સાચી વાત. સુંદર કાવ્ય.
જ્યારે શ્રદ્ધા ડગી જાય,
મન થાકી જાય, હૈયુ હારી જાય ત્યારે
નિર્જિવ લાગતાં પુસ્તકનાં પાનાંઓ
તમારામાં પ્રાણ પૂરે છે.
very nice.
સુંદર રચના…
પુસ્તકનો મહિમા દર્શાવતી રચના ગમી. પુસ્તકોની દોસ્તી તો જેણે માણી હોય એ જ જાણે!
પૂસ્તક મિત્ર છે.સાવ સાચી વાત;અને હવે સમયની સાથે એક પગલું આગળ વધીએ તો કોમ્પ્યુટર અને ગુજરાતી બ્લોગ્સ/બ્લોગર્સ પણ મિત્રો છે !!!!! બરાબર ને ?
Respected Sir,
This is really interesting,will share with mine aunt who is librarian.
And I am sure she will put this poem between other readers.
-Mansi Mehta
yes..never failing friends….nice one..
આદરણીયશ્રી. વિશ્વદીપ સાહેબ
સુંદર રચના
પુસ્તકના એક એક પાનાઓ માનવ જાત માટે
ઔષધિ સમાન છે.
મારી શાળાના નોટિસ બોર્ડ પર આ રચના
શાળાના ગ્રંથપાલે મુકેલ જોઈ હું ખુશ થઈ ગયો..
ડૉ. કિશોર પટેલ