"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

છેડછાડ-‘નાઝિર’દેખૈયા

32203-waterhouse_boreas_small

બિન્દુ ઝાકળનાં , ન કરજો કંઈ સુમનની છેડછાડ;
આંસુઓ  શીખી  જશે  કરતાં    નયનની   છેડછાડ.

ખૂબ  કીધી’તી  તમે   એના  જીવનની  છેડછાડ;
લાશને    ઢાંકો   હવે   છોડો    કફનની  છેડછાડ.

એ  વીતેલા  સહુ   પ્રસંગોની   મજા   લેવા ફરી;
મારે ખુદ  કરવી  પડી  મારા  જ મનની છેડછાડ.

કંટકોએ  વીફરી  પાલવ   ચીરી  નાખ્યો   તુરત;
મેં  હજુ  કીધી  જરા  એના   સુમનની  છેડછાડ.

એમની  આદત   મુજબ  ઠોકર   લગાવી  કબ્રને;
હું તો સમજ્યો’તો કે છૂટી પ્રિયજનની   છેડછાડ.

છે નજીવું  કિન્તુ  આકાંક્ષા તો ‘નાઝિર’જોઈલો ;
આજ રજકણ  જાય છે  કરવા ગગનની  છેડછાડ.

Advertisements

મે 20, 2009 - Posted by | ગમતી ગઝલ

6 ટિપ્પણીઓ »

  1. .એમની આદત મુજબ ઠોકર લગાવી કબ્રને;
    હું તો સમજ્યો’તો કે છૂટી પ્રિયજનની છેડછાડ.wah..wah..wah.
    sapana

    ટિપ્પણી by sapana | મે 20, 2009

  2. સરસ પસંદગી.

    ટિપ્પણી by યશવંત ઠક્કર | મે 20, 2009

  3. My sincere compliments to Nazir for a very poetic gazal. Each share is wonderful. The events described are truly unique! Wish you good luck in writing many such gazals!

    Dinesh O. Shah, Gainesville, Florida, USA

    ટિપ્પણી by Dr. Dinesh O. Shah | મે 20, 2009

  4. saras pasandagi
    saras chitra ane
    daikaheyaa saa’banI mazani gazal

    ટિપ્પણી by vijayshah | મે 20, 2009

  5. ‘નાઝિર દેખૈયા’ ની ગઝલ ઘણા સમય પછી માણી.

    ખૂબ કીધી’તી તમે એના જીવનની છેડછાડ;
    લાશને ઢાંકો હવે છોડો કફનની છેડછાડ.

    ખૂબ સરસ. અભિનંદન!

    દિનેશ પંડ્યા

    ટિપ્પણી by Dinesh Pandya | મે 21, 2009

  6. સરસ ગઝલ છે.

    ટિપ્પણી by rekha | મે 22, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s