"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ભારતની મુલાકાત દરમ્યાનના…”અનુભવના ઓઢણ”

mhb_000 
              નિવૃતી બાદ અવારનવાર મા-ભોમની મુલાકાત લેવાનું મન થાય. ભારતદેશ એટલે પ્રાચીન દેશ જ્યાં આપણી જુની સંસ્કૃતીના દર્શન થાય,ભારત દેશ એટલો મોટો છે કે વર્ષો ત્યા રહ્યાં છતાં ભારતમાં જોવા લાયક સ્થળોની મુલાકાત લેવાણી ના હોય તે સ્વભાવિક છે.આ વખતે કાઠિયાવાડ અને દક્ષિણ-ભારતની મુલાકાત લીધી.દક્ષિણ-ભારત પણ ભવ્ય છે. છેક કન્યાકુમારી સુધી જ્યા ત્રણ સમુદંરનું મિલન જોઈ હૃદય અને મન પ્રફુલ્લિત થઈ જાય!

             એ સ્વાભાવિક છે કે મુસાફરી દરમ્યાન બદલતા વાતાવરણ, ખોરાક કારણે તબિયત નરમ પડી જાય. અમારી ભાવનગરની મુલાકાત દરમ્યાન  ખાસી, શર્દી, શૉર-થ્રોટ  વધી ગયો અને ડૉકટરને બતાવી યોગ્ય સારવાર કરવાની જરૂરિયાત લાગી.મિત્રોની ભલામણથી એક ડોકટરને ત્યાં ગયાં. બહાર બૉર્ડ પર લખેલ હતું..”USA RETURN..” ડોકટર સાહેબની ઉંમર હશે ૬૫ ઉપરની..”યુ.એસ.એ થી આવ્યા છો? ” “હા સાહેબ, મુસાફરી દરમ્યાન ધુમાડા, ધુળ ના વાતાવરણમાં થોડી તબિયત નરમ પડી ગઈ છે” સામાન્યરીતે અમારી હેલ્થની હિસ્ટ્રી પૂછી..મેં કહ્યું કે “We are good in health and we do not have any major problem” છતાં એ ડૉકટર સાહેબ બોલ્યા કે મારે તમારું બ્લડ, યુરીન,એક્સરે લેવો પડશે પછીજ નિદાન થઈ શકે મે કીધું સાહેબ આ સામાન્ય ખાસી-ઉધરસ અને ગળું છોલાય છે એમાં આટલા બધાં ટેસ્ટ! “ના મારે આ ટેસ્ટતો કરવાંજ પડે”..ક્યાં અહીં આવી ભરાણાં? એવું અમો બન્ને ને થયું..જેની નાડ ડૉકટરના હાથમાં એ બિચારા દર્દી શું કરે? OK sir.. અમોને થોડીવાર રાહ જોવાનું કહ્યું..એની કલિનિકમાંજ નાની લેબ હતી…જ્યાં જરાય પણ ચોખાઈ નહીં!..અમોને યુરીન-ટેસ્ટ માટે એક પ્લાસ્ટીકનો કપ( જે ચાની લારીવાળા એવાંજ પ્લાસ્ટીક કપમાં ચા આપતાં હોય) ત્યારબાદ એક્સરે મશીન પાસે ૧૦ દર્દી ઉભા હતાં અમોને ઉભા રાખ્યાં..વારો આવ્યો.આ મશીનમાં ઉભા રહો..”શ્વાસ અધ્ધર લો..રોકો..જાવ” ટેસ્ટ પુરો!!!એકજ મિનિટમાં..બાદ બ્લડ ટેસ્ટ, આ ટેસ્ટ આપતાં  ગભરાયા! કોઈ જાતની સ્વછતા જેવા ન મળે! વાપરેલી સિરિન્જનો ઉપયોગ કરશે તો! લેબ-ટેકનિસિયને નવું પેકેજ ખોલ્યું અને હાશ થઈ! ટેસ્ટ પુરો થયો..”રિઝલ્ટ આવે ત્યાં સુધી થોડીવાર બેસો”.. દસ મિનિટ પણ નહી થઈ હોય ને ડૉકટર સાહેબે બોલાવ્યાં..તમારા બન્નેનું લેબ-ટેસ્ટ આવી ગયો છે..’તમોને કશું નથી..Everthing is normal..માત્ર  વાતાવરણની અસર છે”…અમો મનમાં બોલ્યા..અમોને પણ ખબર છે કે ” અમોને કશું નથી”..બીલ આપ્યું..૧૨૦૦ રુપિયા..સાથો સાથ બન્નેને ૬, છ જાતની દવા લખી આપી કહ્યું.”બાજુંમાં મેડીકલ સ્ટોર છે દવા લઈ મને બતાવી જાવ કે બધી દવા બરાબર છે…”OK..THANK YOU SIR..” બાજુંના મેડીકલ સ્ટોરમાંથી મેડીસીન લીધી..રુપિયા..૧૨૩૦નું બીલ થયું…દવા બતાવી..ઘેર ગયાં…લાગ્યું..”એન.આર.આઈ (NRI)છે ધુતો..લુંટાઈ ગયાં!!” એક મિત્રે કહ્યું કે તમો કોઈ મેડીકલ સ્ટોરમાં જઈ કહ્યું હોત કે અમને ખાસી,શર્દી છે તો તમને એન્ટી-બાયોટીક આપે અને બધુ મટી  જાત,,આ ડોકટર ફોરેનર્સ જાણી તમને ધુતી ગયાં..ઉપરાંત ડૉકટરને મેડીકલ સ્ટોર સાથે પણ કનેકશન હોય છે તેમાં પણ્ તેનું કમીશન!!!શું કરીએ મજબુરીનો ગેરલાભ..

   બીજો અનુભવ દક્ષિણ-ભારતના પ્રવાસ દરમ્યાન…પ્રવાસની બસ હતી,બસમાં અમારી સાથે આપણાં ઘણાં ગુજરાતી કુટુંબો પ્રવાસ કરી રહ્યા હતાં..મારી પત્નિના સન-ગ્લાસ ખોવાઈ ગયાં એટલે
ઊટીમાં અમારી બસ એક  જગ્યાએ ચા-નાસ્તા માટે ઉભી રહી. એક સેલ્સ-મેન(ફેરીયો) સન-ગ્લાસ વેંચતો હતો..મારે પત્નિએ ભાવ પુછ્યાં..પ્લાસ્ટીક સન-ગ્લાસના ૨૫૦ રુપિઆ અને ગ્લાસના ૩૫૦ રુપિયા.આપણને ખબર હોય કે અહીયા ભાવ ઓછા-વત્તા કરવાંજ પડે..તેમાંએ ફેરિયા પાસે તો ખાસ!આપણે ઓછામાં ઓછા કેટલાં કરાવી શકી એ? મેં કહ્યું કે થોડા ઓછા કર..ઓકે! સાહેબ ગ્લાસના
૨૫૦ રુપિઆ આપો..મેં કીધું  પણ વધારે કહેવાય..સાહેબ! ૨૦૦તો મારી પડ્તર કિંમત છે..આ અમારા ગરીબ-માણસની કમાણીને રોટી છે! શું દયા ખાવી કે ભાવ-તાલ કરવા? અમારી સાથે એક ગુજરાતી બહેન હતાં તેણે કહ્યું કે ૫૦ રુપિયાથી એક પૈસો પણ્ વધારે ના આપતાં  અને ૫૦માં પણ એ પચ્ચીસતો જરુર બનાવશે…ફેરિયાને ૫૦ની માંગણી કરી..’ના સાહેબ …મને ના પોસાય!.અમોએ ખરીદવાની ના પાડી.. એ દશ મિનિટ અમારી આસપાસ રહ્યો..ખરીદવા માટે..આજીજી..વિનંતી..ભાવો..ઓછા કરતો રહ્યો…અમારી બસ ઉપડવાની તૈયારી હતી અમો બસમાં ચઢી ગયાં..બસની બારી પાસે આવી ઉભો રહ્યો…”સાહેબ તમે ખુશ..૫૦ આપી દો…બસની બારીમાંથી ૫૦ આપી સન-ગ્લાસ ખરીદ્યા..”સાહેબ,આ દિવસની પહેલી બોણી છે ૧૦તો વધારે બોણીના આપો? પત્નિએ બોણીના ૧૦ આપ્યા..અમારી બસ ઉપડી…વિચાર કરતાં હતાં  આપણે ભાવ-તાલ કરી, કરીને કેટલાં ભાવ-તાલ કરીએ..૫૦ટકા ઓછા!!આતો  સાતથી આઠ ઘણાં ભાવ!જો કોઈ ફોરેનર્સ માંગ્યા ભાવ આપી દે તો સાતસો ટકા નફ્ફો!!જો કે ઘણીવાર અમોને લાગે કે અમોને વસ્તું સારી કિંમતે મળી છે પણ ઘેર આવી એ અને સંબંધીને પુછીએ ત્યારે ખબર પડે કે આપણે છેતરાઈ ગયાં છીએ..ઘણી “FIX RATE” વાળી દુકાનોમાં પણ ભાવ-તાલ તો થતાંજ  હોય છે..NRI..ગ્રાહક આવે એટલે…ઠંડા ડ્રીન્ક્સ..કૉફી..ચા..વિગેરે આવવાં માંડે..કોના ખર્ચે????

મે 16, 2009 Posted by | વાચકને ગમતું, સ્વરચિત રચના | Leave a comment

   

%d bloggers like this: