"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“બાપુજી”

1467_pp 
 

મહેશ,’Congratulation for your new home..યાર, ઘર બહુંજ સરસ અને આલીશાન છે.કેટલાં બેડરુમ છે?” ‘છ બેડરુમ.. wow! હાઉસની કિંમત ઓછામાં ઓછી દોઢ મિલિયન ડોલર્સ તો હશે જ? ‘હા, યાર..’ તે HOUSE WARMING PARTY પણ ભવ્ય રાખી છે..કેટલા ગેસ્ટ બોલાવ્યા છે? તને તો ખબર છે કે મારે હ્યુસ્ટનમાં બહું મોટું  ગ્રૂપ છે એટલે બે ભાગમાં પાર્ટીનું આયોજન કર્યું છે..આજે ૧૦૦ ગેસ્ટ છે અને બીજા ગ્રૂપ વખતે પણ ૧૦૦ જેટલાતો ગેસ્ટ થઈ જશે અને બન્ને વખતે બસ બહારથીજ ખાવાનો ઓર્ડર આપી દીધો છે એટલે તારા ભાભીને શાંતી!’ મહેશ, એક પ્રાયવેટ કંપનીમાં ડિરેકટરની પોસ્ટ પર હતો અને છેલ્લા પચ્ચીસ વરસથી હ્યુસ્ટનમાં સ્થાઈ થયો છે. શાલીન, એનો દીકરો ચૌદ વરસનો છે પણ ભણવામાં એક નંબરનો હોશિયાર અને નાનપણથી મહેશના પિતા જે અમદાવાદમાં  કલેકટર હતાં અને  નિવૃત થઈ અહીં અમેરિકા આવી ગયાં તેમના ઉછેર નીચે મોટો થયો છે.મારે મહેશ સાથે છેલ્લા વીસ વર્ષથી ફ્રેન્ડશીપ છે..મહેશના પિતાને હું “બાપુજી” કહું છું. એમની સાથે વાતો કરવાની મજા આવે, એમના ભૂતકાળના અનુભવો જાણવાની મને ઘણીજ  ઈન્તેજારી રહેતી, એમની પાસે ઘણું જાણવા મળતું. બાપુજી, ભારતિય સિનિયર સીટીઝન કેન્દ્રના એક વખત પ્રમૂખ પણ હતાં , સારા કાર્યક્રમો તેમજ વિવિધ પ્રવૃતીનું આયોજન કરતાં.
                   શાલીન પણ કહેતો કે “હું ભણવામાં હોશિયાર છું..Thank to my grand-paa..’ મને હોમ વર્કમાં, સ્કુલ પ્રોજેકટમાં બહુંજ મદદ કરી છે.I love my grand-paa, he is the best..સાયન્સ અને મેડીકલ-ટેકનોલોજી પ્રોજેક્ટમાં પહેલો અને બીજો નંબર આવ્યો..Thanks to grand-pa..”

                  પાર્ટીમાં બધા ગેસ્ટ આવવાં લાગ્યાં.. જાત જાતનાં ડ્રીન્કસ, એપેટાઈઝરમાં સમોસા, કટલસ, મુગલાઈ ચીકન..ફ્રૂટ્સ..સલાડ,પંદર જેટલી વાનગી હશે..મે પુછ્યું..’મહેશ..બાપુજી કેમ નથી દેખાતા?’..”એ શિકાગો ગયાં છે..મારા નાનાભાઈને ત્યાં..”એસી વરસની ઉંમરે એ ટ્રાવેલ કરી શકે છે?” “હા..એર-હોસ્ટેસની મદદથી વાંધો નહી આવે..

                 નીચે બન્ને બાથરુમ બીઝી હતા એટલે હું ઉપર ગયો..નવું ઘર હતું એટલે થોડો અજાણો! મહેશનો ઉપરનો માળ પણ ભવ્ય હતો..hall-way માં જતો હતો ત્યાં મેં જોર જોરથી ઉધરસનો અવાજ સાંભળ્યો.. જોયું તો..”બાપૂજી” હતાં..આલિશાન, મહેલ જેવા હાઉસના એક કોર્નરના રૂમમાં..શાહજહા નજર કેદમાં!!

મે 15, 2009 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

મા-ભાષા ગુજરાતી

 image10
કેવી રીતે ગુજરાતી પર જાગે        ભીના ભાવ?
સાથે બેસી હજી વિચારો…વધુ ન ગોથાં   ખાવ!

‘બા’બોલ્યા’તા પહેલું-વહેલું દૂધિયું એ   ભાષામાં
હાલરડાં ને ગીત-કથા  વિસરાયાં  કઈ આશામાં?
કાગળ-ફોન ને ઈન્ટરનેટ પર ગુજરાતી છલકાવ.
                      કેવી રીતે…

બાવળ-લીમડાનું દાતણ ક્યાં છે? કૉલગેટ પાછળ ઘેલા..
છાશ    વિસારી, ચા   છે પ્યારી,    ગુટખા     કેરા     ચેલા !
ચીકી     ભૂલ્યાં,     ચ્યૂઈંગ ગમ   કાં? સહેજ તમે શરમાવ!
                          સાથે બેસી…

માતા કરતાં માસી વહાલી, અંગ્રેજી કામણગારી !
મા-ભાષા  છેક    હડસેલાઈ..   કેવી દુનિયાદારી !
કયારેક   તો    ભૈ   ગુજરાતીમાં મન મૂકી હરખાવ!
                      કેવી રીતે…

-બકુલેશ દેસાઈ

મે 15, 2009 Posted by | મને ગમતી કવિતા | 1 ટીકા

   

%d bloggers like this: