"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પલળે છે-ભગવતીકુમાર શર્મા

paint6

પડેલું   ઉમ્બરે  નોંધારું એ  અખબાર     પલળે  છે;
સમાચારોની  રાતી  ઝાંયનો  શણગાર  પલળે છે.

ચઢેલાં  પૂર તો  ઊતરી ગયાં આખા  નગરમાંથી;
હજી  એક   ખોરડું એકાકી ને   બિસ્માર   પલળે છે.

રુદન સવપ્ને થયું’તું ને સવાર ઊગી ગઈ ભીની;
નયન છે સાવ કોરાં, ઓશીકાની ધાર   પલળે છે.

હવે નળિયાં  ઉપર સોનેરી તડકો  ઊતરી આવ્યો;
ફરકતી ચકલીનાં પીછાંઓની ઝબકાર  પલળે છે.

બધી  છત્રી  ધકેલાઈ  ગઈ  છે માળિયા   ઉપર;
અટૂલા તાનપૂરા પર    મિયાંમલ્હાર  પલળે છે.

Advertisements

મે 14, 2009 - Posted by | ગમતી ગઝલ

6 ટિપ્પણીઓ »

 1. રુદન સવપ્ને થયું’તું ને સવાર ઊગી ગઈ ભીની;
  નયન છે સાવ કોરાં, ઓશીકાની ધાર પલળે છે. very nice lines.Vishwadeepbhai saras Ghazal lai aavyaa!!!Thank you.
  Sapana

  ટિપ્પણી by sapana | મે 14, 2009

 2. Nice poem.

  ટિપ્પણી by malji | મે 15, 2009

 3. બધી છત્રી ધકેલાઈ ગઈ છે માળિયા ઉપર;
  અટૂલા તાનપૂરા પર મિયાંમલ્હાર પલળે છે.

  wah mast

  ટિપ્પણી by arvind | મે 15, 2009

 4. સરસ ગઝલ છે.

  ટિપ્પણી by rekha | મે 15, 2009

 5. બધી છત્રી ધકેલાઈ ગઈ છે માળિયા ઉપર;
  અટૂલા તાનપૂરા પર મિયાંમલ્હાર પલળે છે.

  સુંદર ગઝલ.

  ટિપ્પણી by Pancham Shukla | મે 18, 2009

 6. બધી છત્રી ધકેલાઈ ગઈ છે માળિયા ઉપર;
  અટૂલા તાનપૂરા પર મિયાંમલ્હાર પલળે છે.

  -ક્યા બાત હૈ! ભઈ વાહ.,… ઉમદા શેર…

  ટિપ્પણી by વિવેક ટેલર | મે 19, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s