"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પલળે છે-ભગવતીકુમાર શર્મા

paint6

પડેલું   ઉમ્બરે  નોંધારું એ  અખબાર     પલળે  છે;
સમાચારોની  રાતી  ઝાંયનો  શણગાર  પલળે છે.

ચઢેલાં  પૂર તો  ઊતરી ગયાં આખા  નગરમાંથી;
હજી  એક   ખોરડું એકાકી ને   બિસ્માર   પલળે છે.

રુદન સવપ્ને થયું’તું ને સવાર ઊગી ગઈ ભીની;
નયન છે સાવ કોરાં, ઓશીકાની ધાર   પલળે છે.

હવે નળિયાં  ઉપર સોનેરી તડકો  ઊતરી આવ્યો;
ફરકતી ચકલીનાં પીછાંઓની ઝબકાર  પલળે છે.

બધી  છત્રી  ધકેલાઈ  ગઈ  છે માળિયા   ઉપર;
અટૂલા તાનપૂરા પર    મિયાંમલ્હાર  પલળે છે.

મે 14, 2009 Posted by | ગમતી ગઝલ | 6 ટિપ્પણીઓ

   

%d bloggers like this: