"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગુજરાતી…

m005

“જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં સદાકાળ ગુજરાત.”
વાત સાચી ભાઈ..

 
જ્યાં મળે ચાર ગુજરાતી..
ઈગ્લીશમાં વાતો થાય.
વાત સાચી ભાઈ..

ગુજરાતીના લોકમેળામાં
ઈગ્લીશમાં ભાષણો થાય,
વાત સાચી ભાઈ..

જ્યાં મળે ચાર ચાઈનીઝ,
ચાઈનીઝમાં વાતો થાય,
વાત સાચી ભાઈ..

પરદેશમાં રહેતાં ગુજરાતીની એકતાંની વાત કરીએ તો જરુર એકતા જોવા મળે! પણ આપણી માતૃભાષા ગુજરાતીની વાત કરીએ ત્યારે આપણે ઘણાં છીન્ન્ભીન્ન થયા ગયાં છીએ! ઘણી પાર્ટીઓ, ધાર્મિક સ્થળો  તેમજ મિત્રોને મળવાનું થાય ત્યારે લાગે કે આપણે આપણી માતૃભાષાને સંપૂર્ણ ભુલી ગયાં છીએ.લગ્નનો પ્રસંગ હોય અને સાંજે રિસેપ્સન હોય તેમાં ૯૦% હાજરી ગુજરાતી ભાઈ-બહેનોની હોય પણ પાર્ટીની શરુયાતજ ઈગ્લીશથી થાય અને જેના ઘેર લગ્ન હોય તે પણ ગુજરાતી જ હોય છતાં . જે દિકરી કે દીકરાના લગ્ન થતાં હોય તેનો પરિચય કે એના વિશે કઈ સારા શબ્દ બોલવાના હોય તે પણ સંપૂર્ણે ઈગ્લીશમાંજ બોલવામાં આવે, આભારવિધી પણ ઈગ્લીશમાંજ.આપણને એવું લાગે કે કોઈને પણ ગુજરાતી નહીં આવડતું હોય! મોટા ભાગનાં પાર્ટીમાં બેઠેલાં ગુજરાતીઓ પણ ઈગ્લીશમાં જ વાતો કરતાં હોય! શું ઈગ્લીશમાંજ બોલવાથી આપને બીજી વ્યક્તીને સારી છાપ પાડી શકીએ?  અથવા ગુજરાતી પાર્ટીમાં સંપૂર્ણ ઈગ્લીશમાં  બોલાવાથી બીજી વ્યક્તિને લાગે કે આપણે બહું સારા ભણેલા-ગણેલાં છીએ? હા!આપણે પરદેશમાં છીએ તો જોબમાં ઈગ્લીશ બોલવું એ જરુર છે તેમજ અહીંની અમેરિકન સોસાયટીમાં પણ જરુરી છે પણ આપને જ્યારે જ્યારે ગુજરાતીઓ મળીએ ત્યારે શું? બે ગુજરાતી મળે , બન્ને ગુજરાતી જાણતાં હોય છતાં પણ સામાન્ય ચર્ચા કે સામાજીક ચર્ચા  એ ઈગ્લીશમાં જ કરતાં હોય , શામાટે? હું પોતે ચાઈનીઝ, વિયેટનામી મિત્રોના ત્યાં મેરેજ-પાર્ટીઓમાં ગયો છું પણ ત્યાં બધા લોકો પોતાનીજ ભાષામાં બોલતા હોય અને આખી પાર્ટીનું આયોજન તેમની ભાષામાં થાય! એ લોકોનું એવું કહેવું છેકે અમને અમારી ભાષા પ્રત્યે ગૌરવ છે..આવું જ વાતાવરણ મેક્સીકન, અને અન્ય પરદેશથી  આવેલા સમાજમાં જોવા મળે તેઓ તેનીજ ભાષામાં વાત કરતાં હોય?

                           ઘણીવાર ગુજરાતી સમાજની પાર્ટીઓમાં  જેવીકે “દિવાળી”, “ક્રીસમસ”, “નવુ-વર્ષ”,પિકનીક   ત્યાં સંપૂર્ણ હાજરી ગુજરાતીની હોય પણ બધીજ જાહેરાત અને માઈક પર સૂચન અને વાતો ગુજરાતીમાં નહીં ..માત્ર ઈગ્લીશમાં થતી હોય!લાગે આપણે ક્યાં આવી ગયાં છીએ? યાદ છે કે એક વખત ” ગુજરાતી નાટક જોવા ગયેલ અને ત્યાં નાટક્નો સંચાલન બધીજ માહિતી ઈગ્લીશમાં જ બોલે! આને શું કહેવું?..ઈગ્લીશ-ભાષાનો  રોગ? હું ઈગ્લીશભાષાનો વિરોધી છું એવું પણ નથી પણ જ્યાં શક્ય છે, જ્યાં સંપૂર્ણ વાતવરણ ગુજરાતી છે ત્યાં આપણી માતૃભાષા બોલવામાં વાધો શું? એજ પ્રશ્ન આવીને ઉભો રહે છે.

                         આપણો મૂખ્ય હેતું અને ધ્યેય આપણી માતૃભાષા-ગુજરાતીઅને ગુજરાતી સંસ્કૃતીને ને પરદેશમાં જીવંત રાખવાનો છે.પરદેશમાં રહીં ને આપણી સંસ્કૃતીને જીવંત રાખવીને છે. ઈસ્ટ-વેસ્ટ ભેગા થાય!..સાથી જમે-રમે..સંસ્કૃતીની આપલે થાય..શાકરમાં દૂધ ભળે તેમ ભળી જાઈએ..છતાં પણ આપણી માતૃભાષા મોખરે રહે એજ  આશા!એજ મહેચ્છા! એ માટે પરદેશમાં રહેતાં સૌ ગુજરાતી ભાઈ-બહેનોનો સંપૂર્ણ સહકારની જરૂર છે.. મળશે?

મે 12, 2009 Posted by | સ્વરચિત રચના | 7 ટિપ્પણીઓ

   

%d bloggers like this: