"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ઓગળ્યા કરું!-સપના મર્ચન્ટ


શ્વાસ ઊંડાં ઊંડાં લયને નિહાળ્યા કરું,
તારા ભુંસાયેલા પગલાં સંભાળ્યા કરું
આમ તો વિલિન થવાની છું તુંજમાં,
ધીમે ધીમે જીર્ણ શરિરમાં ગળ્યા કરું.
મળી જાય જો તારી બાહુપાશના બંધન,
જો પછી કેવી તારામાં ઓગળ્યા કરું.
રસ્તો તારા સુધી પહોંચવાનો છે કઠીન,
ગલી ગલી, શહેર શહેર,ભટકયા કરું.
શમા કોના માટે સળગે છે, કોને ખબર?
પતંગિયાં કાજે રાત ભર સળગ્યા કરું.
જો જીત તમારી નક્કી હોય તો હારુ હું,
અહંમ છોડી હ્રદયથી પીગળ્યા કરું.
જો તું આજે વચન પાળવાનો હોય તો,
વરસતા વરસાદે ઘરમાંથી નીકળ્યા કરું.
હાથમાં હાથ રાખીને ચાલવાનું હોય,
સાત સાત સમંદ્ર ઓળંગ્યા કરું.
નથી મિલન શક્ય આ લોકમાં,
તું કહે તો સ્વર્ગના દરે મળ્યા કરું
સપના આમ તો એકલું જ જવાનું છે,
શા માટે લાગણીમાં વમળ્યા કરું.

Advertisements

એપ્રિલ 26, 2009 - Posted by | મને ગમતી કવિતા

4 ટિપ્પણીઓ »

  1. Thanks Vishwdeepji,
    Thanks for encouraging me.It means lot to me.
    Sapana

    ટિપ્પણી by sapana | એપ્રિલ 28, 2009

  2. રસ્તો તારા સુધી પહોંચવાનો છે કઠીન,
    ગલી ગલી, શહેર શહેર,ભટકયા કરું.
    શમા કોના માટે સળગે છે, કોને ખબર?

    very nice…sundar….

    ટિપ્પણી by rekha | મે 11, 2009

  3. Thanks Rekha,
    Sapana

    ટિપ્પણી by sapana | મે 12, 2009

  4. HOPE

    UMEED PE DUNIYA KAYAM HAI

    ટિપ્પણી by REKHASDEDHIA | મે 12, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s