"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગ્રીનકાર્ડ…

indian_painting_qd29_l

નૈના ભટ્ટ્,
    તારા લીધે ” Green card” મળ્યું,Thank you , પણ મારે તારી નજર કેદમાં  કાયદેસર રીતે ત્રણ વર્ષ રહેવું પડ્યું..આજે  મારો આઝાદીનો દિવસ છે..”Now I am a free bird”. આ ચિઠ્ઠી મળશે ત્યારે હું ઘણોજ દૂર દૂર નિકળી ગયો હઈશ. મને શોધવાની કોશીષ ના કરીશ..તારે અને મારે હવે કોઈ જાતના સંબંધ નથી..બબ્બે છોકરા અને એક વિધવા બૈરી અને એ પણ મારાથી બે વરસ મોટી!No way mem!..bye.. bye!તારો કદી પણ નહોતો! -અજીત
 
      ચિઠ્ઠી વાંચતાજ..Oh, my God! મારી આંખમાં દડ, દડ આંસુ ની ધારા વહેવા લાગી, શું કરું? સીધી ગેરેજમાં જોવા ગઈ..તો ત્યાં  અજીતની કાર નહોતી,એ ક્યારે , કેટલાં વાગે કાર લઈને ભાગી ગયો હશે? હવે હું શું કરીશ? પોલીસને ફોન કરું? મારી નીતા અને મીતાને શું કહું કે તારો ડેડ આપણેને છોડી જતો રહ્યો છે?  સવારના છ વાગ્યાં હશે, કીચનમાં આવી ચા મુકી. જોબ પર જવાની તૈયારી કરું? પણ આખુ માથું ભમતું હતું. બોસને શું  કહું?..Just called in sick( બોસને તબિયત નરમનો ફોન કરી દીધો). મીતા મારી મોટી દીકરી,૧૫ ની અને નીતા ૧૩ની..હું પાછી ફરી એકલી!   “Single mom!with two teeh age girls!( એકલી અટુલી મા! બે ટીન  એઈજ છોકરીઓ!)”
   પ વર્ષ પહેલાં ૧૦ થી ૧૨ ઈન્ચ heavy snow( હીમ વર્ષા) પડેલ અને ઘરના રુફ પર બે ફૂટથી વધારે સ્નો જામી ગયો હતો અને ગેરેજની બહાર રાખેલ કાર ઉપર પણ હેવી સ્નો,  driveway માં પણ..કીરીટ , જેની સાથે મારું દાંપત્ય જીવન ઘણુંજ સુખી હતું.અમો  પતિ-પત્ની અને બે બાળકો ચાર જણાં ઘણીજ આનંદદાયી જિંદગી જીવી રયાં હતાં! કીરીટ મને કદી કોઈ ‘Yard work’ કરવા ના દે! સવારમાં ઊઠીને મને કહે ‘નૈના, ગઈ કાલ રાત્રે બહુજ હેવી સ્નો પડ્યો છે અને રુફ(છાપરા)પરથી આ હેવી સ્નો નીચે પાડવો પડશે નહી તો આપણું રૂફ પડવાની પુરેપુરી શક્યતા છે,” ના કીરીટ આપણે આવું જોખમ નથી ખેડવું, તમો કોઈ માણસને હાયર કરી સ્નો રૂફ પરથી અને ‘ Driveway માંથી સાફ કરાવી દો!” ” નૈના, આવા હેવી-સ્નોમાં કોણ આવવા તૈયાર થાય? કીરીટ સ્નો-શુઝ અને હેવી જેકેટ  પહેરી, ગેરેજમાંથી ‘showel,broom લઈ કીધું “Honey, do not worry, I will be OK.I will finsh this job within a hour or so..make a good break-fast for me…કલાક , દોઢ કલાક થઈ કીરીટ ઘરમાં ના આવ્યો! મેં બુમ પાડી, કઈ જવાબ ન મળ્યો! બહાર આવી ને જોયું તો કીરીટ ઊંધોપાટ પડ્યો હતો! બે-બાકળી દોડી વળગી પડી..”કીરીટ? કઈ જવાબ ન મળ્યો! ૯૧૧ ફોન કર્યો..એમ્બ્યુલન્સ, પોલીસ વિગેરે આવી ગયા..CPR આપ્યો  no response! હોસ્પિટલ લઈ ગયાં..ડૉકટરે કહ્યું” He is dead! હેવી-સ્નો સાફ કરતાં  હેવીપ્રેસરની લીધે હાર્ટ બેસી ગયું છે”..મેં કીરીટને ગુમાવ્યો!  Best husband ગુમાવ્યો! શું કરીશ્? બે દીકરીઓને કેવી રીતે એકલાં સંભાળ કરી શકીશ? આવા હજારો પ્રશ્નો મગજમાંથી કીડીયારાની જેમ ઉભરાવા લાગ્યાં! અમેરિકામાં મિત્રો સિવાય મારું કોણ? મારા મમ્મી-પપ્પાને  બોલાવી લઉં? ઈન્સુરન્સના બે લાખ ડૉલર મળ્યાં! પૈસો વ્યક્તિને આર્થિક રીતે સહાય કરી શકે નહી કે માનસિક રીતે!

     ત્રણ વરસ પહેલાં મારી બન્ને છોકરીને લઈને  અમદાવદ ગઈ.”બેટી! તારી ઉંમર ઘણીજ નાની છે અને વળી બે નાની છોકરીઓ! અમેરિકામાં જોબ કરતા કરતાં એકલાં રહી બાળકોની સંભાળ રાખવી બહુજ મુશ્કેલ છે..તને કોઈ સારું પાત્ર મળી જાય તો”..” પપ્પા! Do not worry, I will manage it! પણ સગા-સંબંધી સૌ  મળી એક જ વાત કરી..નૈના! તું કેમ નથી સમજતી કે તારે બહુંજ લાંબો રસ્તો કાપવાનો છે  બે છોકરીઓ સાથે! અને એ પણ અમેરિકા જેવા દેશમા? મેં નીતા અને મીતાને વાત કરી કે.. “can I get..વાત પુરી કરું એ પહેલાં જ બન્ને બોલી ‘yes, mom..we need dad..” અજીત સાથે મારી વાત નક્કી થઈ મેં બધીજ હકીકત અજીતને કરી..અજીત મારાથી બે વરસ નાનો હતો.. એ તૈયાર થઈ ગયો!  લગ્ન બહુંજ સાદાઈથી કર્યાં..કોર્ટમાં!
ફીયાન્સે વીઝા સાથે અજીત અમારી સાથે અમેરિકા આવ્યો. ટુંક સમયમાં ગ્રીન-કાર્ડ મળી ગયું. અજીતને કંમ્પુટર એન્જીનયર થવું હતું મેં કોલેજમાં એડમીશન અપાવ્યું, સારો એવો ખર્ચ થયો.પણ મારી છોકરીઓને એક પિતા મળ્યો!ત્યાં પૈસાનો વળી હિસાબ શું? અજીત ઓછા બોલો હતો..બન્ને છોકરીઓ સાથે મનમાં આવે તો ..થોડો સમય પસાર કરે!  એ કિતાબનો કીડો હતો!મૂડી હતો! મેં મન મારી,  મોટું રાખ્યું  આ બધું ચલાવી લીધું! શું કરૂ?    અજીત આવી ગંદી ચાલ ચાલશે ? માત્ર  અમેરિકા આવવા માટે મારી સાથે લગ્ન કર્યાં!સ્વપ્નમાં પણ મેં આવું વિચાર્યું ના હતું કે મને અજીત આવો દગો દેશે?
    રચના , મારી ખાસ બહેનપણી. મેં ફોન કર્યોં એ તુરતજ કાર લઈ મારે ઘેર આવી મને આસ્વાસન આપતી ભેટી પડી! “let me call a police and immigration office”ના રચના
એ મૂરખ હતો હું એને પકડાવી શું પામીશ? અજીતને કદાચ આવા કાવાદાવા પાછળ અમેરિકન સરકાર અહીથી કાઢી મુકશે અને ગ્રીનકાર્ડ લઈ લેશે!” નૈના, તું બહુંજ ભોળી છો! આ તારી ભોળપણ અને ભલમનસાઈનો  અજીતે ગેરલાભ લીધો છે..આવા માણસને તો જેલ ભેગા જ કરવા જોઈએ!”

 ડોર બેલ વાગ્યો.”જો તો રચના કોણ આવ્યું? “Who is there?” ..”Police” રચના એ બારણું ખોલ્યું..”is it Bhatt resident?”( આ ભટ્ટનું ઘર છે?) “yes, sir.(હા, સાહેબ)”.”Last night Mr.Ajeet Bhatt has been killed in car accident!!( ગઈ  કાલ રાત્રે, અજીત ભટ્ટ્નું કાર અક્સીડન્ટમાં મૃત્યું થયું છે)…

Advertisements

એપ્રિલ 24, 2009 - Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના

6 ટિપ્પણીઓ »

 1. અહીંની કોર્ટમાં માણસ જેનો ન્યાય ન કરે તેનો ન્યાય ઉપરની કોર્ટમાં ઈશ્વર કરી દે છે. કરેલું કર્મ કોઈને છોડતું નથી. બાકી રહી વાત સંબંધોની … તેને વિશે કંઈ કહેવાની જરૂર નથી.

  ટિપ્પણી by દક્ષેશ | એપ્રિલ 24, 2009

 2. Vishswadeepbhai

  I read your story on this blog for the first time. Very well written. Best wishes – Himanshu.

  ટિપ્પણી by Himanshu Bhatt | એપ્રિલ 24, 2009

 3. khub sari story….

  ટિપ્પણી by deepak sharma | એપ્રિલ 26, 2009

 4. Namste.
  GreenCard – story gami chhe, Saras chhe, Abhinandan.
  -Ajay Oza
  cell : +91 98 25 25 28 11

  ટિપ્પણી by AJAY OZA | એપ્રિલ 26, 2009

 5. really a good fact,,,,,,vishwadeep uncle ghanu sikhava male chhe

  ટિપ્પણી by ANAYAS | એપ્રિલ 26, 2009

 6. ખરેખર સરસ વાર્તા છે. અતિ સુંદર…કદાચ આવુ જીવનમાં બની પણ શકે………

  ટિપ્પણી by rekha | મે 11, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s