"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ઈશ્વર વિશેની શક્યતા શંકાજ લાગશે!

kimberly-webber-2

ઈશ્વર   વિશેની   શક્યતા   શંકાજ  લાગશે,
માણસ  બિચારો,ક્યાં સુધી  ભૂલો સુધારશે.

રેખા  પડેલી  હાથની   ભૂંસી શકાય  પણ,
ખાલી  પણાનો ભાર, પછી કેવો  લાગશે?

હસતાં શીખું   છું  આયનામાં    જોઈ       હું,
આદત હશે તો, કોઈ દિવસ કામ આવશે,

મારા વિશે હું માન્યતા બદલી શકું છું પણ,
ચિંતા હવે તો એજ છે , લોકો      શું  ધારશે!

વ્હેતા સમયના વ્હેણમાં ધોયા છે હાથ  મેં,
ચાલો  હવેથી     કોઈને    ઓછું   ન આવશે.

-કૈલાશ પંડિત

Advertisements

એપ્રિલ 23, 2009 - Posted by | ગમતી ગઝલ

4 ટિપ્પણીઓ »

  1. પ્રથમ શેરનાં ઉલા મિસરામાં “શંકા જ લાગશે,” એવું હશે.

    સુંદર ગઝલ…!

    રેખા પડેલી હાથની ભૂંસી શકાય પણ,
    ખાલી પણાનો ભાર, પછી કેવો લાગશે?

    આ શેર ખૂબ જ સ્પર્શી ગયો…

    ટિપ્પણી by ઊર્મિ | એપ્રિલ 23, 2009

  2. ભાઇશ્રી વિશ્વદીપ,
    આપની રચનાનો આ શે’ર હ્રદય શ્પર્શી છે.
    હસતાં શીખું છું આયનામાં જોઈ હું,
    આદત હશે તો,કોઈ દિવસ કામ આવશે,
    તમે જો હસતા હશો તો તમારી સાથે હસનારા અસંખ્ય મળી રહેશે પણ રડવાનું તો તમારે એકલાએ જ છે એમાં કોઇ ભાગ પડાવનાર નહિ મળે.
    અસ્તુ
    પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

    સમય મળેથી મારા બ્લોગની મુલાકાત લેશો
    http://dhufari.wordpress.com

    ટિપ્પણી by dhufari | એપ્રિલ 24, 2009

  3. Loko shu dharashe eni parava karishu to kai rite jivishu.
    Lokone rizavavani vaat bhuli jav.
    Very nice.

    ટિપ્પણી by pravina Kadakia | એપ્રિલ 27, 2009

  4. સુંદર ગઝલ …મને ખુબ ગમી….

    ટિપ્પણી by rekha | મે 11, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s