ભ્રમ-સપના મરચંટ
પૂજા ધીરે પગ લે પોતાનાં બંગલામાં દાખલ થઈ. પર્સને પથારીમાં ફેંકી,પોતાની
જાતને પણ પથારીમાં ફેંકી દીધી. આંખ બંધ કરી ક્યાંય સુધી ઊંડો શ્વાસ લેતી
રહી.બન્ને આંખોમાંથી આંસુંની ધાર વહી રહી હતી.
કેવી રીતે એનો ભ્રમ તૂટી ગયો. વર્ષો સુધી દિલમાં જે તસવીર લયને
ફરતી હતી તે છીન્નભીન્ન થઈ ગઈ. કેટલાં સમયથી દિલ ના ઉંડાણમા છુપાવી
રાખી,સેહલાવી,યાદોનાં આંસુંથી ભીંજવી,પ્રેમથી સિંચી એ તસવીર છીન્નભીન્ન થઈ
ગઈ. એની યાદ વગર ન કોઈ સવાર પડી અને એની યાદ વગર ન કોઈ સાંજ પડી.પૂજા એ
ભ્રમ સાથે જીવી રહી હતી કે જેટલો હું એને પ્રેમ કરૂ છું,એટલો જ એ મને કરતો
હશે.મારી યાદોમાં તડપતો હશે.મારી યાદોમાં આંસું વહાવતો હશે.એક જ પળમાં બધું
બરબાદ થઈ ગયું
પૂજા કોલેજની એક તોફાની અને ચંચળ યુવતી હતી બ ધાને હસાવતી
રહેતી,પતંગીયાની ઉછળતી,કુદતી,હસતી રહેતી.પો્ફેસરો પણ તેને પસંદ કરતા.
આ પૂજા અમરને પોતાનું દિલ દઈ બેઠી઼ અમર ગંભીર સ્વભાવનો,શાંત,સરળ યુવાન
હતો થોડું બોલવું,થોડું હસવું.અમર ઊંચો અને શ્યામવર્ણો હતો.ક્રિકેટ અને તરવામાં
હોશિયાર.પૂજાને પોતાંને ખબર ન પડી ક્યારે એ ના હાથમાંથી દિલ સરકી ગયું.
હવે બસ પૂજા આખો દિવસ અમર ના વિચારમાં ખોવાયેલી રહેતી.અમરની આજુબાજુ
ભ્રમરની જેમ ફરતી઼. ખુલી આંખે સપના જોયા કરતી.
પણ પૂજાની હિંમત ન થઈ કે અમરને જઈને બતાવે કે એ અમરને પાગલપણાની હદ સુધી
પે્મ કરતી હતી. સરળ સ્વભાવનો અમર આંખોની ભાષા સમજતો ન હતો.
કોલેજના દિવસો ખતમ થઈ ગયાં. દરેક યુવાન-યુવતીઓ પોતપોતાના જીવનમાં પરોવાઈ
ગયાં.હવે કોલેજ નથી,અમર ક્યાંય દેખાતો નથી,ક્યાંય મળતો નથી.આ ખા ગામમાં
પૂજાની આંખો અમરને શોધ્યા કરતી.અમરને તો ખબર પણ ન હતી કે પૂજા દિવસ રાત
એ ના નામની માળા જપતી હતી.
એક દિવસ બગીચામાંથી નીકળતા પૂજાને અમર મળી ગયો.
“કેમ છે?”અમરે પુછયુ.
“કેવી લાગું છુ?”પૂજાએ તોફાની અવાજમાં કહ્યુ.અમરને જોઈ એ ચહેકી ઊઠી.
“ચાલ કેન્ટીનમાં જઈયે.”પૂજાએ કહ્યુ.
“ચાલ.”અમર કેન્ટીન તરફ ચાલવા લાગ્યો.પૂજા હવામાં ઊડવા લાગી.
“થું લઈશ?”અમરે પુછયુ.
‘ચહા.”શરારતથી પૂજા બોલી.
થોડીવારના મૌન પછી પૂજા બોલી,”અમર, મારે તને કંઇક કહેવું છે.”
“હા,બોલને.”
પૂજા થોડી વાર ચુપ રહી.આંખો ભીની થઈ ગઈ.ધીમેથી પૂજા ગણ ગણી.”હું તને ખૂબ જ ચાહું છુ઼”
અમર સ્તબ્ધ બની પૂજાને તાકી રહ્યો.”પૂજા,હું પણ તને ખૂબ જ ચાહું છું પણ તનેં
કહી ન શક્યો.”અમર બોલ્યો.પૂજા તો ખુશીથી પાગલ થઈ ગઈ.
“પણ,હવે ખુબજ વાર થઈ ગઈ,મારી સગાઈ થઈ ગઈ છે.આવતા મહિનામાં મારા લગ્ન
છે.કંકોત્રી પણ છપાઈ ગઈ છે.”અમરનો રુંધાયેલો અવાજ સંભળાયો.”પૂજા હવામાંથી
જમીન પર પછાડાઈ.
“હું તને ક્યારેય નહિ ભૂલી શકું.તું તારી સંભાળ રાખ જે.”અમર ભીનાં અને
લાચારી ભરેલા અવાજે બોલ્યો.પછી ચા ના પૈસા આપી,ઉદાસ પગ લે ત્યાં થી નીકળી
ગયો,પૂજા અવાક બનીને પોતાની જિંદગીને જતા જોય રહી.
પૂજાનાં જીવનમાં અંધકાર છવાઈ ગયો. ચંચળ અને તોફાની પૂજા, શાંત અને ઉદાસ થઈ
ગઈ.જીવનમાં રસ ન રહ્યો.માબાપને સમજ ન પડી.એ લોકોએ પૂજા માટે છોકરા જોવા
માંડ્યા.આલોકની વાત આવી.ઘરમાં સર્વને આલોક ગમી ગયો.ભણેલ,સુશીલ,હસમુખો અને
દેખાવડો.પૂજાએ પણ વાંધો ન ઉઠાવયો.ધામધુમથી પૂજાનાં લગ્ન થઈ ગયાં.
પૂજા આલોક સાથે શારીરિક રીતે તો આવી ગઈ પરંતુ મન અમર પાસે છોડતી આવી.વરસો
વીતતા જતા હતા.અમરની યાદ મહેંદીની જેમ ઘુંટાતી રહી.દિલના ઊંડા ખૂણામાં
અમરની છબી છુપાવીને ફરતી હતી.જતા જતા અમર કહી ગયો હતો,કે એ પૂજાને ચાહતો
હતો.એ પૂજાને ભૂલી નહિ શકે.એ મારી યાદમાં ખોવાયેલો રહેતો હશે કોને ખબર કેવી
પત્ની મળી હશે?મારે જેટલો પ્રેમ એને આપવો હતો,એટલો પે્મ એને મળ્યો હશે કે
નહિ?
ફરી એક વાર ચંદનપૂર જવાનું થયુ.અમરના ગામમાં,જ્યાં અમર તેને મળ્યો હતો.જ્યાં
તેનો પ્રેમ પર વાન ચડયો઼ તેના દિલની ધડકનો વધી ગઈ.અમર તેને મળશે તો?મારા
વિરહમાં તડપતો હશે.મારી યાદોમાં આંસું વહાવતો હશે. મારી જેમ દિલમાં મારી
છબી લયને ફરતો હશે.
અમરના ઘર પાસે થી પસાર થઈ.આંખો અમરને શોધી રહી હતી. એટલામાં અમર દરવાજાથી
બહાર આવ્યો, પોતાનું સ્કુટર બહાર કાઢયુ અને પાર્ક કરયુ઼, પૂજાને લાગ્યું કે
એની ધડકનો અટકી જશે,દિલ છાતીમાંથી બહાર નીકળી જશે.તે અમર પાસે પહોંચી ગઈ.
“અમર!” પૂજા બોલી.શબ્દો ગળાંમાં અટવાઈ ગયાં.અમરે ચોકીને એ ના સામે જોયુ.
“પૂજા!” અમરની આંખોમાં ચમક આવી ગઈ. અમરે પૂજાને ઘરમાં આવવાનુ નિમંત્રણ
આપ્યું.પૂંજા એની સાથે ઘરમાં ગઈ.અમરે બધાની ઓળ ખાણ કરાવી.
“મારી પત્ની આશા.”પૂજા ના દિલમાં એક ચીરાડ પડી.
“મારી દીકરી સંગીતા અને મારી દીકરી સુજાતા઼”અમરનો અવાજ આનંદમય જણાતો
હતો.પૂજાને જરા ખટકયુ.એટલામાં એક નાની ઢીંગલી જેવી બાળા આવીને અમર ના
ખોળામાં બેસી ગઈ.
“અને આ છે મારી પૌત્રી દિયા.”
અમરનુ ભર્યું ભાદર્યુ ઘર જોઈ પૂજા થોડી નિરાશ થઈ ગઈ.
આશા રસોડાંમાં નાસ્તો બનાવવા ગઈ. સંગીતા અને સુજાતા બેડરૂમમાં ગઈ. પૂજાએ
પ્રેમથી અમર સામે જોયુ. અમર ધીમેથી હસ્યો.જેવી રીતે પ હેલા હસતો હતો.પૂજા
ખુશ થઈ કશુ બદલાયુ નથી.
“મારી યાદ આવતી હતી?”પૂજાએ ધીમી અવાજથી પૂછયુ.
“કયારેક.”અમર શાંતીથી બોલ્યો.
પૂજાને જવાબ ન ગમ્યો.એને હતું, અમર એની યાદમાં તડપતો હશે.પૂજાએ અમરને
એકાંતમાં મળવા કહ્યુ.અમરે કેન્ટીનમાં બોલાવી.બન્ને ક્યાંય સુધી ચૂપચાપ
બેસી રહ્યા.પૂજાએ મૌન તોડયુ.”તારી ઊણપ જિંદગી ભર સાલી.તારી કમી પૂરી ન
કરી શકી.તારી યાદ મીટાવી ન શકી.હજુ પણ તને એટલોજ પ્રેમ કરુ છુ જેટલો
પચ્ચીસ વર્ષ પ હેલા કરતી હતી.કદાચ થોડો વધારે.”પૂજાએ ઊંડો શ્વાસ લીધો.અમર
ચૂપ હતો.પૂજાએ અમરનો હાથ હાથમાં લીધો.ગળગળા અવાજથી બોલી”અમર આપણે શા માટે
તડપીયે?શા માટે દુનિયાથી ડરીએ?શું કામ આપણાં પે્મનો ભોગ આપીયે?ચાલ આ
દુનિયાનો ડર છોડી આપણી નવી દુનિયા બનાવીયે,આપણી જન્નત બનાવીયે.
અમરે ધીરેથી પૂજાના હાથમાંથી હાથ છોડાવી લીધો.પછી પૂજાનાં ગાલ પર ધીમેથી
ટપલી મારીને બોલ્યો,”ગાંડી છે તું!હું તો મારા જીવનથી ખૂબ જ સંતૂષ્ટ
છું.મારી પત્ની મને ચાહે છે.મારી તબિયત સારી રહેતી નથી. મારી ખૂબ જ
સેવા કરે છે.એના વગરના જીવનની કલ્પના પણ નથી કરી શકતો.સમાજમાં મારી કેટલી
ઈજ્જત છે?મારી દીકરીના લગ્ન પણ થઈ ગયાં છે.મારો જમાઈ મારી કેટલી ઈજ્જત કરે
છે.મારે મારી પાછલી ઉંમર શાંતિથી ગુજારવી છે.તારે પણ હકીકતનો સામનો કરવો
જોઈયે,અને તારા પતિ સાથે આનંદથી જીવન વીતાવવુ જોઈયે.પ્રેમનો અર્થ પામી
લેવું નથી,આપવાનું નામ પ્રેમ છે.”અમર એક શ્વાસે બોલી ગયો.ખૂબ જ સરળતાથી અમર
પોતાની વાત કહી ગયો.
પચ્ચીસ વર્ષથી જે ભ્રમે એને સુખી ન થવા દીધી એ ભ્રમ એક પળમાં તૂટી
ગયો.પૂજા અમરને જતા જોઈ રહી.પૂજા ધીરે ધીરે કેન્ટીનમાંથી નીકળી ગઈ.
બીજે દિવસે બસ પકડી પોતાનાં ઘરે આવી ગઈ. પર્સ ફેંકી પથારીમાં પડતું
મુક્યુ.બન્ને આંખોમાંથી આંસું વહી રહ્યા હતા.ફોનની રીંગ વાગી,આંસું લુંછી
ફોન ઉપાડ્યો.આલોક પૂછી રહ્યો હતો,”કેવી રહી ટ્રીપ?”
“સારી.”પૂજાએ ટૂંકમા જવાબ આપ્યો.
“કેમ છે બધા?
“બધા પોતાની જિદગીમાં પરોવાયેલા છે.”આલોક હસ્યો.”ચાલ સાંજે મળીયે.”આલોકે
ફોન મૂકી દીધો. પૂજાથી ધીમું ધ્રુસકુ નીકળી ગયું. થોડી વાર પછી સ્વસ્થ થઈ
આલોકની મનગમતુ ભોજન બનાવવા લાગી.સાંજ પડવાની વાટ્ જોવા લાગી.ઘડિયાળ આજે
ધીમે ચાલી રહી હતી. આલોકના આવવાનો સમય થયો,આલોકને ગમતી સાડી પહેરી તૈયાર
થઈ ગઈ.બારીમાં ઊભી રહી આલોકની રાહ જોવા લાગી.આલોકની કાર આવી.પૂજા દરવાજા
પાસે ધસી ગઈ,આલોકના હાથમાંથી બ્રીફકેઈસ લઈ લીધી.અને આલોકને વેલીની જેમ
વીંટળાઈ ગઈ આલોકને એના ગાલ ચુમી લીધા.
પૂજા બોલી”મારે તને કાંઈક કહેવુ છે.”આલોકે તે ના હોઠ પર હાથ મૂકી
દીધો”.મારે કશું સાંભળવું નથી.મને મારી પૂજા મળી ગઈ.”પૂજાને લાગ્યું અમરની
છબી ધૂંધળી થઈ ગઈ છે.
Thanks Vishvdeepbhai,
I am sending you my Gazal. If you think it is appropriate then you can publish it.
Sapana
પ્રેમ શાનો?
સમજાય જો જાય સહેલાયથી તો પ્રેમ શાનો?
મગજમાં ઊતરી જાય સહેલાયથી તો પ્રેમ શાનો?
વિશ્વાસ વિના ઢસડ્યા કરો અંત સુધી સંબંધોને,
જો વિશ્વાસનો ભંગ થઈ જાય તો પ્રેમ શાનો?
દિલનાં વમળમાં વમળ્યા કરું છબી તારી પ્રિય,
જો નજરમાં આવી જાય દુનિયાની તો પ્રેમ શાનો?
છુપાવ્યા કરું તારી યાદને દુનિયાની નજરથી,
જો તારી બદનામી કરું તો હું તો પ્રેમ શાનો?
પ્રેમમાં નથી હોતા હિસાબ કિતાબ નફા નુકસાનનાં,
જો આમાં પણ ગણિત હોય તો પ્રેમ શાનો?
પ્રેમ શ્વાસ, પ્રેમ શબ્દો,પ્રેમ ગઝલ, પ્રેમ એટલે તું,
જો તારુ જ અસ્તીત્વ ન હોય તો પ્રેમ શાનો?
હું તારી પ્રિતના મેઘમાં તર બોળ થ્યા કરું,
તું સાવ કોરો નીકળી જાય તો પ્રેમ શાનો?
માફી અને આભાર જે વા શબ્દોથી તોળીયે,
આવા વિવેકથી ચીરીયે હ્રદયને તો પ્રેમ શાનો?
જોઇયે ખૂલી આંખોથી સપનાં મળીને આપણે,
આંખોમાં જો સપના ન હોય તો પ્રેમ શાનો?
સપના
v good … congrats to SAPANA…!! THANKS VISHWADEEP BHAI..!