“સંબંધ એક લાકડી ટેકામાં હોય છે”
બદલતા રોજ કેટલા સરનામાં હોય છે,
મળવાનું આમ પૂછો તો રસ્તામાં હોય છે.
મૃગજળની ઝાંય એટલે ચ્હેરામાં હોય છે,
ભાગી રહેલ લોક સૌ તડકામાં હોય છે.
સંબંધ એ ક લાકડી ટેકામાં હોય છે,
આખા જીવનનો થાક અવસ્થામાં હોય છે.
સૂરજ સવારે ઊગતો સાંજે ઢળી જતો,
માણસ બિચારો કાયમી દ્વિધામાં હોય છે.
ઝરણાંની જેમ ફૂ ટતું પાણી એ શું હશે?
આસું તો કોઈ આંખના ખૂણામાં હોય છે.
ક્યાંથી જડે એ લોકોને રસ્તા આમ એ,
આખું શહેર તો કોઈના ખીસ્સામાં હોય છે.
-કૈલાસ પંડીત
સુંદર
યાદ આવી
ક્યાં બધે દિલથી જવાતું હોય છે,.
એટલે કાયમ થકાતું હોય છે.
સૌ ફરે છે આમ તો દેશાવરો,.
તોય ઘરને ક્યાં વટાતું હોય છે.
કાયમી કોઈ દશા હોતી નથી,.
બે-ઘડી ધુમ્મસ છવાતું હોય છે
સંબંધ એ ક લાકડી ટેકામાં હોય છે,
આખા જીવનનો થાક અવસ્થામાં હોય છે
very nice. touching!!1