સ્ત્રી-ચંદ્રકાંત બક્ષી
લગ્ન પહેલાં સૌંદર્યનો પ્રેમ હોય છે, અને લગ્ન પછી પ્રેમનું સૌંદર્ય હોય છે.
બેટીઓ જિંદગીભર બાપને ખુશ રાખે છે, ફક્ત એ વાર રડાવી નાખે છે-પરણે ત્યારે! અને એક વાર રડવાનું કિસ્મત, એક વાર પેટ ભરીને રડીને લેવાનું કિસ્મત કેટલા બાપ પાસે હોય છે?
સ્ત્રીનું કામ ફિલસુફ થવાનું નથી. પુરુષને ફિલસૂફ બનાવવાનું છે.!
સ્ત્રી આખી જિંદગી એકની કે દિવાલો જોતી જીવી શકે છે. સ્ત્રીને પાળી શકાય છે. એને માટે ચાબુક કે લગામની જરુર પડતી નથી, એની વજનદાર પાંખો ઊડી જવાના કામમાં આવતી નથી,સાંજ પડે છે ત્યારે માળામાં પાછા આવી જવાના કામમાં આવે છે. ગૃહસ્થીઓનાં પીંજરાઓની અંદર જ સ્ત્રીઓ ગળું ખોલીને પૂરેપૂરી ચહચતી નજરે આવે છે. સ્ત્રીને માટે ગુલામી એક સુખદ,અપેક્ષીત, પ્રણાલિકાગત સ્થિતિનું નામ છે, એની માનસિક સ્થિતિ મનુષ્ય અને પાળેલા જાનવરની વચ્ચેની છે. જંજીરને ખનખનતા આભૂષણમાં પળટાવી શકે છે.
સ્ત્રી અને પુરૂષનો ફર્ક છે.સ્ત્રી દગાબાજ થાય છે ત્યારે તૂટી જાય છે અને પુરૂષ વેર લે છે.
પ્રેમ કરવાથી જ સ્ત્રી સમજાતી નથી…જીવવું પડે છે એની સાથે!હું માદાઓની વાત કરતો નથી, બુદ્ધિશાળી સ્ત્રીની વાત કરું છું. પ્રેમ કરવામાં બુદ્ધિની જરાય જરૂર પડતી નથી. ઋતુમાં આવે છે ત્યારે ગધેડાઓ પણ પ્રેમ કરે છે-ફરગેટ ધેટ વર્ડ!
આપણાં લગ્નમંત્રો એકપક્ષી છે. વધૂને આશીર્વાદો કેવા અપાય છે? રામની સીતા બનજે, રાવણની મંદોદરી બનજે. ત્યાં સુધી તો ઠીક છે પણ એક આશીર્વાદ છે: તું પાવકની સ્વાહા બનજે! લગ્નમાં સ્ત્રીએ સ્વાહા થઈ જવાનું છે?
પ્રેમ કરવાથી જ સ્ત્રી સમજાતી નથી…જીવવું પડે છે એની સાથે!હું માદાઓની વાત કરતો નથી, બુદ્ધિશાળી સ્ત્રીની વાત કરું છું. પ્રેમ કરવામાં બુદ્ધિની જરાય જરૂર પડતી નથી. ઋતુમાં આવે છે ત્યારે ગધેડાઓ પણ પ્રેમ કરે છે-ફરગેટ ધેટ વર્ડ!
સુંદર
લગ્ન પહેલાં સૌંદર્યનો પ્રેમ હોય છે, અને લગ્ન પછી પ્રેમનું સૌંદર્ય હોય છે.
બહુ જ સરસ વાત કરી છે.
kem chho
i like to read gujrati books.everday when i am going to sleep i always reads books min 20 to 30 min. i am so happy to read this all on here
takhs for that
Strine prepuri smjya nthi,Ma,Bahen, Bhabhi,Phui,Masi,Mami,Kaki,Patni, Putri.Preysi, aa bdhnu tatva Devio ane Ma Dhartima smyelu che.jano,Janani jnam ape che uchere che vatslythi terbol kari bhanavi ganavi pernave che,chata purushne adhuru lage che tya vli navi strini shodhma jivan vitave che
SHTRI ATLE PARAM MITRA MOKSH NI SATHIDAR JO AAPNNE NIRDOSH JOTA AAVDE TO A PARAM MITRA ANE JEEVATAJ MUKTI AAPNI