"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ધરો ધીરજ

 oil_painting_poster_pf23_l

 

 

 

 

 

 

 

 

ધરો  ધીરજ વધૂ પડતો  પ્રણય  સારો      નથી   હોતો,
અતિ   વરસાદ   કૈ ખેડૂતને   પ્યારો           નથી  હોતો.

તમારા    ગર્વની   સામે     અમારી         નમ્રતા   કેવી,
ગગનમાં સૂર્યની  સામે  કદી        તારો    નથી   હોતો.

અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમછે ઓ દીલ,
બળીને  ભસ્મ   થનારો એ    અંગારો           નથી  હોતો.

હવે ચાલ્યા કરો ચાલ્યા  કરો  બસ   એજ       રસ્તો છે,
ત્યજાયેલા   પથિકનો   કોઈ  સથવારો       નથી હોતો.

જરી   સમજી      વિચારી   લે   પછી      હંકાર     હોડીને,
મુહબ્બતના   સમંદરને      કદી       આરો    નથી  હોતો.

ચમકતાં આંસુઓ જલતા જિગરનો સાથ મળવાનો,
ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો     નથી હોતો.

ઘણાં એવાય  તોફાનો  ઊઠે છે    મનની નગરી માં,
કે  જેનો   કોઈ અનસારો કે    વિસ્તારો     નથી હોતો.

ફકત દુ:ખ એજ છે એનું તરસ છીપી નથી શકતી,
નહીંતર  પ્રેમનો  સાગર  કદી   ખારો        નથી હોતો.

-શેખાદમ આબુવાલા

એપ્રિલ 10, 2009 - Posted by | ગમતી ગઝલ

4 ટિપ્પણીઓ »

 1. ધરો ધીરજ વધૂ પડતો પ્રણય સારો નથી હોતો,
  અતિ વરસાદ કૈ ખેડૂતને પ્યારો નથી હોતો.

  કોઇ પણ વસ્તુ વધારે પડતી સારી નથી હોતી.

  ટિપ્પણી by rekha | એપ્રિલ 10, 2009

 2. ઘણાં એવાય તોફાનો ઊઠે છે મનની નગરી માં,
  કે જેનો કોઈ અનસારો કે વિસ્તારો નથી હોતો.

  aa mari gamati pankti

  Lata Hirani

  ટિપ્પણી by readsetu | એપ્રિલ 10, 2009

 3. Excellant

  Limit,,,,,,,,,,,”samtosi nar sada sukhi”

  Gamyu

  ટિપ્પણી by REKHASDEDHIA | એપ્રિલ 16, 2009

 4. તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી,
  ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો.

  nice thought!

  sapana

  ટિપ્પણી by Sapana | એપ્રિલ 20, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: