"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મદિરા છોડવા મારા મેં કાંડા કાપી આપ્યાં છે

couple_poster_an331

 

 

 

 

 

 

 

 

નથી જાણ્યું  અરે  આ  જિંદગી  શાને સજાવી છે,
મને  તો જિંદગીએ    હરદમ  ઠોકર   લગાવી  છે.

મદિરા  છોડવા મારા મેં  કાંડા કાપી આપ્યાં  છે,
અને   કાપેલ  હાથોએ  ફરી પ્યાલી     ઉઠાવી  છે.

હવે  ઓ  પ્રાણ બેશક થૈ અને ફરજો  હવાઓમાં,
હતી ઝેરી   હવાઓ  તે  બધી તો મે પચાવી છે.

ન  કોઈ ચાંદની  પરવા ન સૂરજની તમન્ના   છે,
ગુનાઓ થઈ શકે છે એજ ધરતી મુજને ફાવી છે.

મળે  છો સ્વપ્નમાં સાકાર ને દિવસે  વિચારોમાં,
તમે  બન્ને  રીતે   મારી     અવસ્થા    હસાવી    છે.

હંમેશાં   સાથ   દેતા  એ સિતારાઓ      ફરી બેઠા,
કહો પ્યારાં તમોએ ક્યાં નવી દુનિયાવસાવી છે.

મુસીબતમાં મને મારાં સ્વજન પણ ખૂબતાવે છે,
છતાં.મેહુલ’હજી ક્યાં કોઈને હાલત      બતાવી છે.

-સુરેન ઠાકર ‘મેહુલ’

Advertisements

એપ્રિલ 8, 2009 - Posted by | ગમતી ગઝલ

1 ટીકા »

  1. ગઝલના નીયમોને બાદ કરતાં રચના બહુ તાકાત વાળો ભાવ પ્રગટ કરે છે. ત્રીજો, ચોથો, છઠ્ઠો ને સાતમો શેર તો બહુ ગમ્યો.

    બન્નેને ધન્યવાદ !

    ટિપ્પણી by jugalkishor | એપ્રિલ 9, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s