"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આંતરડી ઠરી

 455628519_84851d6993
                 એક સાંજે હું ફરવા નીકળેલો. બજારમાં એક સ્ત્રી અને પુરૂશ પોતાનાં બે બચ્ચાઓ સાથે ભીખ માંગતા હતાં. કોઈ આપતું, કોઈ કહે ,’માફ કરો.
 એના દેખાવ ઉપરથી લાગતું હતું કે આ માગણ(ભીખારી) નથી. મને થોડું જાણવાનું મન થયું. એમની પાસે જઈને મેં પૂછ્યું, ‘તમે ભીખ શું કામ માગો છો?’પેલો જણ કહે,’અમે માગણ નથી, મજુરી કરીએસ. ખાંભા પાંહે નેહડામાં રહીએસ. અમારી હારે બીજાં હતાં એ સૌ મોઢા આગળ નીકળી રાજકોટ ગયાં. અમે વાંહે રઈ ગ્યાં સંઈ. દી આથમી ગ્યો સે. આ નાના બસડાં(બચ્ચાં) અને અમે સૌ હવારના ભૂખ્યાં સઈ. પાંહે ખરચી નો રઈ. એટલે હાલતાં માણહ પાંહે ને બજારમાં માંગતા ફરી એ સંઈ..થોડુંક ખરચી જોગું થાય તો આ બસડાંના ને અમારા પેટમાં નાંખ એ.’

          મને એની વાત સાચી લાગી. મેં કહ્યું, ‘ હાલો, મારી વાંહે વાંહે હાલો!’ તે સૌને એક દેશી હોટલમાં લઈ ગયો. હોટલના શેઠ મારા જાણીતા હતા. મેં તેમને બધી વાત કરી કહ્યું, આ સૌને ચા..અને ગાંથીયા આપો…
ગાંઠીયાના પૈસા હું આપીશ, ચાનું તમે લ્યો! શેઠ રાજી થી હા પાડી.

         તે સૌ ગાંઠીયા, મરચા ખાંવા માંડ્યાં અને ચા પીવા લાગ્યાં. ખાતાં ખાતાં પેલો જણ સ્વભાવિક રીતે કહે, થોડીક જલેબી અપાવો તો હારું! કાલ દસેરાંનું પરબ ગયું. પણ અમે કોઈ એ સુખડું દીઠ્યું નોતું!’ એટલે મેં જલેબીનો ઑર્ડર આપ્યો.

        ખાઈપી ને સહુ રાજીના રેડ  થઈ ગયાં.પછી ઉપરથી  શીખ(ભેટ)પણ આપીને મેં કહ્યું,’લ્યો આ રાજકોટ જાવાની  ખરચી. હાંવને! એ બંને ગળગળાં થઈ ગયાં કહે,’અમારો કોઠો ટાઢો થ્યો સે! અમારી આંતરડી ઠરી,’
-અમૂલખ હસ્નાણી
સૌજન્ય:  અખંડ આનંદ

એપ્રિલ 4, 2009 - Posted by | ગમતી વાતો

1 ટીકા »

  1. આ ખરેખર સાચી હકીકત છે આ તો ભીખ પણ માગી શકે છે…મધ્યમ વંગ તો એ પણ નથી કરી શકતા.

    ટિપ્પણી by rekha | એપ્રિલ 6, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: