"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પ્રેમ-ચંદ્રકાંત બક્ષી

 Love

પ્રેમ શું છે અને મૈત્રી શું છે, એવા પ્રશ્નો આપણે ભાગ્યે જ આપણી જાતને પૂછ્યા છે, પણ શરીરમાં બે ફેફસાં છે એમ માણસની જિંદગીમાં પ્રેમ અને દોસ્તી છે.

દરેક  પ્રેમની એક જ ભાષા હોય છે:’પ્રમાણિક જૂઠ’

લવ કરવા માટે કૂદવું પડે અને ગોઠણ છોલાય ત્યારે ઉર્દુની ઈશ્કિયા શાયરી કામ આવતી નથી.પાનવાળાની દુકાને ઉભા રહીને આદમકદ આયનામાં જોઈને વાળ ઓળતા ગોરાચિટ્ટા સુંવાળા નવરાઓ માટે ઉર્દુના શેર ચરકતા રહેવું ઠીક છે, બાકી લવ એ જૂદી ચેલેન્જ છે. એમાં થોડા મર્દ બનવું પડે છે!

ગુજરાતી પુરૂષ બિચારો પ્રેમ કરે પણ સામાન્ય દ્વિપગી જવાન મનુષ્ય બાથરૂમની બહાર નિકળીને પણ ગાવું, ગુનગુનાવું ચાલું રાખે તો સમજવું કે એ રોમાંસિત અવસ્થામાં છે. આજકાલની પેઢીને જુમ્મા…ચુમ્માની હ્ર્દયવિદાયક ચીસો પાડવી પડે છે. પ્રેમ એ સરકસના અંગ કસરતના ખેલ કરવા જેવા એક કઠીન વ્યાયામ બની ગયો છે.

પ્રેમ શબ્દ અમૂર્ત છે. પ્રેમ શબ્દ સંસ્કૃત શબ્દકોશોમાં ‘પ્રેમનું’ રૂપે અપાયો છે.

સ્ત્રીનો પ્રેમ આત્મામાંથી ફાડીને ઈન્દ્રયોમાં પ્રસરતો હોય છે.પુરૂષનો પ્રેમ ઈન્દ્રિયોમાંથી ફાટે છે અને આત્મા તરફ વહેતો હોય છે અને ઘણીવાર એ  આત્માસુધી પહોંચી શકતો નથી.

માર્ચ 23, 2009 - Posted by | ગમતી વાતો

3 ટિપ્પણીઓ »

 1. સ્ત્રીનો પ્રેમ આત્મામાંથી ફાડીને ઈન્દ્રયોમાં પ્રસરતો હોય છે.પુરૂષનો પ્રેમ ઈન્દ્રિયોમાંથી ફાટે છે અને આત્મા તરફ વહેતો હોય છે અને ઘણીવાર એ આત્માસુધી પહોંચી શકતો નથી.

  wow…!! an excellent expression…!

  ટિપ્પણી by ઊર્મિ | માર્ચ 23, 2009

 2. સ્ત્રીનો પ્રેમ આત્મામાંથી ફાડીને ઈન્દ્રયોમાં પ્રસરતો હોય છે.પુરૂષનો પ્રેમ ઈન્દ્રિયોમાંથી ફાટે છે અને આત્મા તરફ વહેતો હોય છે અને ઘણીવાર એ આત્માસુધી પહોંચી શકતો નથી.
  This makes baxi different then others.
  A frank acceptance of ground reality!!!

  ટિપ્પણી by RAJNIKANT SHAH | માર્ચ 26, 2009

 3. હંમેશા પંખી પાસે ઝાડ એવી એષણા રાખે,
  ભલે નભમાં ઊડે પણ ડાળ ડાળે બેસણા રાખે.

  saras sarkhamani aapee che.

  ટિપ્પણી by rekha | માર્ચ 26, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: