"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મિલેનિયમવાચક પ્રશ્ન

 dustin-village-woman
ચાંદ-તારા  આભનું એ  દ્રશ્ય મનહર    ક્યાં ગયું?
રે  બિલોરી  આંખનું  સપના સરોવર     ક્યાં  ગયું?

છમ્મલીલી ડાળખી મૂકી ઊડ્યું…   પંખી  ઊડ્યું..
ખાલીપાનો  ભાર આપી   જિંદગીભર,  ક્યાં ગયું?

પોપણાંની  જેમ   સૌ એ  ખીલતાં’તાં     સાંજના
આપણી   વચ્ચે  હતું એ   આપણું ઘર ક્યાં  ગયું?

ખૂબ  ચાલ્યાં   ઢાળ-ઢોળાવે          ઉઝરડાતાં   રહી
હાથ આવેલું અરે સ્વપ્નિલ શિખર-સર ક્યાં ગયું?

હોય  છે  ઈશ્વર બધે  હે દોસ્ત,ચાલો   માનું      પણ
શ્વાસમાં  હો મ્હેક   જેની  એવું    અંતર     ક્યાં ગયું?

-યોસેફ મેકવાન

Advertisements

માર્ચ 16, 2009 - Posted by | મને ગમતી કવિતા

3 ટિપ્પણીઓ »

 1. હોય છે ઈશ્વર બધે હે દોસ્ત,ચાલો માનું પણ
  શ્વાસમાં હો મ્હેક જેની એવું અંતર ક્યાં ગયું?

  મજા આવી ગઇ. મને તો એનુ પિક્ચર બહુ ગમ્યુ.

  ટિપ્પણી by rekha | માર્ચ 17, 2009

 2. its very cool………..

  ટિપ્પણી by jayesh koisha | માર્ચ 20, 2009

 3. its very cool………..,,

  ટિપ્પણી by nipa jayesh koisha | જુલાઇ 21, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s