"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

દરિયાપારના સર્જક-અશરફ ડબાવાલા

 punjabadepiction

વાંચો  જલ્દી જલ્દી   વાંચો    અંદરથી એક કાગળ  આવ્યો ,
નહિ પરબિડયું, નહિ સરનામું, તોયે ટપાલી ફળિયે લાવ્યો.

અંતરથી   કાગળમાં   લખતા  હશો, મજામાં   અશરફજી ;
દુ:ખી   હોવ તો   સમરી લેજો    રામ,ભરત ને દશરથજી;
પોતપોતાની    રીતે    સૌએ    જન્મારા    જળમાં વાવ્યો.
                                                                        …….વાંચો.

સંપેતરું    મોકલશું   તમને  મળે    જો     સારો   સથવારો;
કાં   શબ્દોના    આંગડિયાથી    પૂગતો    કરશું    અણસારો; 
ભલે   સ્મરણનો   પોપટ    આપે ઉજાગરાને  પીંજર  પાળ્યો.  
                                                                           ……..વાંચો.

અહીં  બધાંને   ચિંતા   થાતી   વ્હાલ  થયું   કા વેરણ છેરણ?  
વળતી   ટપાલે   ઝટ લખજો કે લેખ ભૂંસ્યા કે ભાંગી   લેખણ?
હિંમત  થોડી રાખો   છોને    રાગ   નહિ   ને   રણકો       ફાવ્યો.
                                                                             ………વાંચો.

-ડૉ.અશરફ ડબાવાલા

માર્ચ 13, 2009 - Posted by | મને ગમતી કવિતા

3 ટિપ્પણીઓ »

 1. sunder poem…..maza aavi gai…

  ટિપ્પણી by rekha | માર્ચ 13, 2009

 2. સુંદર રચના…

  ‘અહિ પરબિડયું’ની જગ્યાએ ‘નહિ પરબીડિયું’ એમ ન હોવું જોઈએ?

  ટિપ્પણી by વિવેક ટેલર | માર્ચ 14, 2009

 3. ‘ધબકારાનો વારસ’ અશરફ ડબાવાલાનો ગઝલ – ગીત – અછાંદસ કાવ્યનો સંગ્રહ છે. એના વિશેની લેખમાળા http://www.girishparikh.wordpress.com બ્લોગ પર આજથી પોસ્ટ કરવાના શ્રી ગણેશ કર્યા છે.‘ધબકારાનો વારસ’ના ધબકારા: ૧ (ગિરીશના ભાવ પ્રતિભાવ)’ વાંચવા વિનંતી.

  ટિપ્પણી by girishparikh | જુલાઇ 19, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s