"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

દરિયાપારના સર્જક-મધુમતી મહેતા

y1pt2xxanfco4zjbrjuj3hmjtv9n3obu2zblxidtuojka4vnuej4fwepo7q9hf5jmiq 
આમ   કોરી  જિંદગી   ને આમ ઘેરા ઘાવ અઢળક,
લાગણી   એમાં ઉમેરી લે  હવે   તડપાવ  અઢળક.

હું  અચાનક   એક   ઘાએ લાગમાં આવી  ગઈ છું,
એમ તો એણે ઘડ્યા’તા  પેંતરા ને ઘાવ  અઢળક.

પર્ણમાં ના શોધજો  એ   છે   છુપાયો મૂળ  ભીતર,
ના મળે માગ્યો મળી  જાશે  હશે  જો ભાવ અઢળક.

છાપરું  કે  છત  કે  છાયો  પણ રહ્યો ના આંગણમાં,
જ્યાં  ફ્ર્યો  પાછો  સુણાવી  ગામને   રાવ  અઢળક.

ડૂબવું મારું તો નક્કી  છે  જ   અહીં  મઝધારમાં તો,
દે  હવે   હોડી  હલેસાં ને   પછી    હંકાવ  અઢળક.

-વ્યસાયે ડૉકટર, હ્ર્દયથી કવિયત્રી, મનથી આધ્યાત્મિક
ઉપરાંત મધુર ગાયિકા પણ છે.તેમના સર્જનમાં મનનું ઊંડાણ,
જીવનની ખાલીખમ આવન-જાવન અને રામનો ભરોસો કાવ્ય
સ્વરૂપે સ્ત્રીસહજ  નાજુકતા લઈને આવે છે.
 ,

Advertisements

માર્ચ 12, 2009 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

 1. Dear Vishwadeep,

  “પર્ણમાં ના શોધજો એ છે છુપાયો મૂળ ભીતર,

  ના મળે માગ્યો મળી જાશે હશે જો ભાવ અઢળક.”

  How True!

  Best for many more poems to Madhumati Mehta.

  Rajendra Trivedi
  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

  ટિપ્પણી by dhavalrajgeera | માર્ચ 12, 2009

 2. પર્ણમાં ના શોધજો એ છે છુપાયો મૂળ ભીતર,
  ના મળે માગ્યો મળી જાશે હશે જો ભાવ અઢળક.

  I like these two lines…..beautiful….

  ટિપ્પણી by rekha | માર્ચ 13, 2009

 3. સુંદર ગઝલ… સ્ત્રી સર્જકની અભિવ્યક્તિ એક અલગ જ ભાત પાડે છે… મજા આવી…

  ટિપ્પણી by વિવેક ટેલર | માર્ચ 14, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s