"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગીત..”દીકરી ચાલી પોતાને સાસરે”

બાપ-દીકરી !

બાપ-દીકરી !

દીકરી ચાલી પોતાને સાસરે;
મૂકી માબાપ ભાઈને આશરે.

હવે માંડવો આ કેવો સૂમસામ છે                                                               
એનો સૂનકાર  ઠેઠ ઘેર પહોંચશે.
દીકરી ગુંજતી ઘરની દીવાલો;
થશે મૂંગી:ને મૌન એનું ખૂંચશે.
ઠામઠેકાણું મળ્યું એની હાશ  રે:
પણ આસુંઓ છલકશે ઉદાસ રે..

પંખી ટહુકા મૂકીને ઝાડ છોડી ગયું
એના ગમતા આકાશ પાસે દોડી ગયું
જાણે શ્વાસ છૂટી પડ્યો શ્વાસ રે
દીકરી ચાલી પોતાના સાસરે.

-સુરેશ દલાલ

એક દીકરીની ચિંતા!

“એક દિવસ ઈશાની મને કહે છે: “પપ્પા, તમે ઈન્દુમાસીને  આપણે ત્યાં કેમ બોલાવી નથી લેતા? રોજ આવે તો છે”- અહીં રહેવા માટે બોલાવી લો એમ કહું છું. એ ત્યાં પેઈંગ ગેસ્ટ તરીકે એકલાં રહે છે. અહીં હું જતી રહીશ પછી તમે સાવ એકલા પડી જશો, એના કરતાં અહીં આવીને રહે તો બન્ને માટે સારું ને?” હું દીકરી સામે ટગર ટગર જોઈ રહ્યો. “તેને માટે લગ્ન કરવાં પડે”- “તો કરવાનાં, મમ્મી તો  પાછી આવવાની  નથી. પછી તમે ક્યાં સુધી આમ હેરાન થશો?” સાંભળી મારી આંખો ભીંજાઈ.

-તારક મહેતા

માર્ચ 4, 2009 - Posted by | મને ગમતી કવિતા

3 ટિપ્પણીઓ »

  1. Dikri etle vahaalno dariyo…khub sanskaari and bhaavsabhar..mara sangrahnu launching pan Adil Mansuri na haste 2002 ma thayelu….

    ટિપ્પણી by Dilip Gajjar | માર્ચ 5, 2009

  2. સુંદર મજાની રચના….

    ટિપ્પણી by વિવેક ટેલર | માર્ચ 6, 2009

  3. ખરેખર જિંદગીની વાસ્તવિકતાની વાત કરેલ છે.

    ટિપ્પણી by rekha | માર્ચ 8, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: