"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

નારી! તું તારિણી

pic12

સ્ત્રીની પારેવારિક ભૂમિકા…


 જીવન કદીય એકલાં જીવી શકાતું નથી. ડગલે ને પગલે જીવને બીજા લોકોની જરૂર પડે છે. જીવને ગર્ભસ્થ થવા માટે મા-બાપ જોઈ એ, ગર્ભાશય જોઈ એ.સંબંધ એ જીવનનો સરવાળો છે.
     ઘર અને પરિવાર નારી જાવનનાં મહત્વનાં ઘટક ગણાય છે. ક્યારેક તો પરિવાર એ સ્ત્રીઓનું એકમાત્ર ક્ષેત્ર ગણાયું છે.એ ક્ષેત્રમાં સ્ત્રીની કેવી વિવિધ છબીઓ નિખરે છે તે જોઈ એ!સાથો સાથ સ્ત્રીની પારિવારિક સમસ્યાઓ પણ્.
      ગર્ભસ્થ જીવ છોકરો છે કે છોકરી એ જાણી શકાય તેમ છે, ત્યારથી ગર્ભસ્થિત નારી જીવન પર એક ભંયકર આફત ઊતરી આવી છે. ગર્ભની જાતી જાણી લીધા પછી પથરારૂપ દીકરીની ગર્ભહત્યા આજે સામન્ય બની રહી છે.મારી દ્રષ્ટિએ ભૃણહત્યાની આ ઘટના વિશ્વયુદ્ધથી નાની ઘટના નથી. આ યુદ્ધની ભૂમી છે-ગર્ભગાર.ગર્ભહત્યાને કારણે ગર્ભાગારની દીવાલોને ઠેકીને પેલે પાર કોઈ યંત્ર પર અંકાઈ જતી બાળ-ગર્ભની ચીસ કોઈને સંભળાતી નથી.
      અગાઉ તો નારી જીવનનો સત્કારસભર આવકાર નહોતો,પણ અહીં તો નારી ને જન્મવાની જ મનાઈ! સાવ અસ્વિકાર !! પછી પૃથ્વી પર નારી સહજ માધુર્ય, પ્રેમ , વાત્સલ્ય અને સમર્પણ ગંગા કેમ કરીને વહેતી રહેશે એનો જવાબ ક્યા સમાજશાસ્ત્રી પાસે છે?
      દીકરીનો જન્મ આટલો બધો અવાંછનીય કેમ? કારણ દીકરી પાણો છે. ભારરૂપ છે. એ માથાનો બોજ છે. સમાજના ધારધોરણમાં, ઉપયોગિતામાં દીકરી લેવાનો નહીં, દેવાનો સંબંધ છે. દીકરી દેણિયાત નથી, લેણિયાત છે. જમાઈ તો જાણે ભવ તારવનારો ભવનાથ! એના પગ તો ધોવા જ  રહ્યાં ! અનંત ઉપકાર એના કે એણે કન્યાદાન સ્વીકાર્યું, આખી જિંદગી એના ઓશિયાળા.
     માનસ ઘડ્વાની બીજી પ્રક્રિયા: ‘તારે ત પરણીને બીજે ઘેર જવાનું છે. ઘર તારુ નથી. તું તો પરાયું ધન છે’! સતત સાવધાન રખાય છે! દીકરી એ  ‘દાદાના આંગણમાં રોપો હોય શકે ,’ વૃક્ષ ‘ તો હરગીઝ  નહીં.
     ‘ડોસો’ કુંવારો સાંભળ્યો , પણ ‘ડોસી’ કદી કુંવારી ભાળી? આમ નારી જીવનમાં ‘અખંડ કૌમાર્ય’ ‘બ્રહ્મચર્ય’ની સંભાવનાની કૂંપળો જ ઊગે નહીં તેવી પરિસ્થિતિ સર્જાઈ.વૈદિક કાળમાં એવું નહોતું, એ કાળમાં એવી ઋષિકન્યાઓ નીકળી છે જે આજીવન બ્રહ્મચર્ય રહી છે.મધ્યયુગમાં તો નારીજીવનમાંથી ‘બ્રહ્મચર્ય’નો સૂરજ આથમી ગયો. તેમ છતાંય માનવમાં પડેલી અફાટ શક્તિ કરોડોને તોડીનેપણ ફૂટી નીકળવાનું જાણે છે એટલે મીરાંબાઈ,આંડાળ,મુકતાબાઈ,લલ્લાદેવી જેવી સ્ત્રીઓએ પોતાના જીવનમાં પરમની સાધનાને પ્રથમ સ્થાન આપ્યું. પરંતુ તેમાંય જોઈશું કે માનસમાં’વિવાહ’ અને ‘પતિ’ એવા દ્રઢ આંકિત થઈ ગયાં છે કે મીરાંએ સંન્યાસનો માર્ગ અપનાવ્યો તો પણ ‘પ્રભુ’ને પતિરૂપે સ્થાપ્યા. ‘પતિ પુરુષની સંકલ્પનાનો આધાર એ છોડી ન શકી, કૃષ્ણ એનો ‘સાવરિયો’ પરમ્-પુરષ ‘મેરો પતિ સોહે’ બન્યો. આવું જ આંડાળનું છે એ ‘વિષ્ણુપ્રિયા’ બનીને જોગણ બની.

   જેવું આ લગ્નનું તેવું જ ‘માતૃત્વનું . ‘માતૃત્વ’નું  અપાર ગૌરવ છે, તેમાં તો કોઈ પ્રશ્ન જ નથી..નારી જાવનની સાર્થકતા માટે માતૃત્વ અનિવાર્ય ગણાય અને માતૃત્વ એ જ નારી જીવનું પૂર્ણ વિરામ બની શકે એ વધુ પડતું છે. માતૃત્વ એ નારી જાવનનું અલ્પવિરામ હોઈ શકે , પૂર્ણવિરામ તો કદાપિ નહીં

-મીરા ભટ્ટ (ભાવનગર)
( મારા મોટાબેન )

Advertisements

ફેબ્રુવારી 23, 2009 - Posted by | ગમતી વાતો

1 ટીકા »

  1. સર્વાંગ સુંદર અનુભવવાણી
    પ્રણિપાતેન…
    કોઇ એક બહેને પત્ર લખીને પુછાવ્યું છે કે, વિનોબા તો બાલબ્રહ્મચારી છે. એમને શું સમાધિનો અનુભવ નહીં થયો હોય? મારી બાબતમાં પણ પૂછ્યું કે મેં તો લગ્ન કર્યાં નથી, હું તો બાલબ્રહ્મચારી છું. તો મને સમાધિનો અનુભવ થયો નહીં હોય! એ બહેન જો કદાચ અહીં હાજર હોય તો કહેવા માગું છું કે વિનોબાને, મને કે કોઇને ય અનુભવ વિના બ્રહ્મચર્ય ઉપલબ્ધ થતું નથી. એ અનુભવ પછી આ જન્મનો હોય કે ગયા જન્મનો! આ જન્મમાં બ્રહ્મચર્ય પ્રાપ્ત કરનાર પાછળના જન્મોના ગહન…
    ‘પથરારૂપ દીકરીની ગર્ભહત્યા આજે સામન્ય બની રહી છે…’મારી દિકરી યામિનીના કન્યા ભૃણની હત્યા અંગે નાટિકા ‘જરા થોભો’નો ૧૦૧ ઉપરાંત પ્રયોગો યાદ આવ્યા

    ટિપ્પણી by pragnaju | ફેબ્રુવારી 24, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s