"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જન્મ દિવસે ઉદભવેલી વિચારમાળા.

  myspace-happy-birthday-comments-7
                         અઠ્ઠાવન વર્ષે નિવૃતી લીધી..શું ધ્યેય હતું ? મોડા ઉઠીશું..મોડા સુધી TV જોઈશું? ખાઈ-પી બસ મજા કરીશું! ના, નિવૃતીની પણ પ્રવૃતી ના હોય તો પછી રોગોને આમંત્રણ બહું જ સહેલાયથી આપી શકાય.મારું તો મૂખ્ય ધ્યેય એક ગુજરાતી સાઈટ , ગુજરાતીને જીવંત રાખવાની દરેક પ્રવૃતીમાં સક્રીય રહી..આ પવિત્ર ગુજરાતી સાહિત્ય સરિતાનો પ્રવાહ
અવિરત વહેતો રહે..સાથો સાથ બની શકે તો ..થોડી માનવ-સેવા! સાથે સાથ પ્રવાસ અને યોગાના  સહવાસ સાથે શરીરને તંદુરસ્ત રાખી જીવનના આ પ્રવાહને નિર્મળ્ રાખી એ..
                          ઉંમર વધવી એતો એક ઘટમાળ છે!  પ્રવાહને કદી રોકી ન શકાય..એક પછી એક જન્મ્ દિવસ્ આવ્યા કરે અને લાગે કે આપણાં જીવનનો એક દિવસ્ ઓછો થયો! ના, ના!!જે  દિવસો જતાં રહ્યાં એનો ક્ષોભ શું !!એને આનંદથી માણીયે. ભુતકાળના સ્મરણો યાદ કરી આનંદ-વિભાર બનીએ..એટલે કે જન્મ્-દિવસની ઉજવણી! ઉંમર સાથે થોડી મર્યાદા આવે એ હસતાં હસતાં સ્વીકારી  આગળ ધપવું, એનું નામ જિંદગી! કોઈ પણ sports-man હોય એ પછી Base-ball , Foot-ball કે  અન્ય રમત-ગમતમાં પ્રવૃત હોય તેની ઉંમર પ્રમાણે
૩૫-૪૦ થતા એને શરીર મર્યાદા આપે અને.. વીસ-વર્ષે જે સૌથી ચપળ-ચાલાક અને કાર્યશીલ હતો તેઓ   ચાલીશ વરસ બાદ ન રહે  તો એ શરીરની મર્યાદા એમણે સ્વીકારવાની રહે અને ચાલીશ વર્ષે નિવૃતી સ્વાકરવાની રહે..એ ખોટું પગલું નથી..પણ ચાલીશ વર્ષબાદ પ્રવૃતી બંધ કરી દે ..એ એમનાં હીતમાં નથી.ભલે એ આર્થિક દ્રષ્ટીએ સધ્ધર હોય! આજ પણ હજું યુવાની છું, મારી મર્યાદા એ મારી નબળાઈ નથી..શરીરનુ ઘસાઈ જવું..એ ક્રમ છે!એ નબળાઈ તો નથી જ..બસ માનસીક રીતે યુવાન રહી..અને ‘Be possitive all the time no matter what!” જીવન જે રહ્યુ છે એને હજું પણ લીલા તોરણથી, ગુલાબી રંગથી સજાવી આગળ ધપીએ..

                                          સાંઠ, પાસઠ કે એંસી…અવિરત આ  ઉંમરના પ્રવાહ સાથે આનંદીત રહી જે પણ પરિસ્થિતી આવે એને વધાવી શેષ જીવનને ઉજ્જળીત બનાવી આ માનવ-દેહ મળ્યો છે એ હીતકારી , યશદાયી, ફળદાયી છે, સાર્થક છે એ સંદેશ સૌને આપીએ.
                             
                                              
Traffic  jams

give me time

to do more

affirmations.

“આજનો જન્મદિવસ..એટલે મારા ભવ્ય ભૂતકાળની ઉજવણી”

ફેબ્રુવારી 18, 2009 - Posted by | સ્વરચિત રચના

7 ટિપ્પણીઓ »

 1. happy Birthday…

  ટિપ્પણી by vijayshah | ફેબ્રુવારી 18, 2009

 2. HBD
  Very true for people like you and me.
  Try Origami too.

  ટિપ્પણી by સુરેશ જાની | ફેબ્રુવારી 18, 2009

 3. happy birthday!

  ટિપ્પણી by rekha | ફેબ્રુવારી 19, 2009

 4. જન્મ-દિન મુબારક…..
  world is wonderful because special people like you, are in it !!!!
  Happy Birthday

  ટિપ્પણી by devikadhruva | ફેબ્રુવારી 20, 2009

 5. happy birthday
  very good thought

  ટિપ્પણી by sushila | ફેબ્રુવારી 20, 2009

 6. જન્મદિવસ મુબારક.
  જન્મદિવસ પર તમે સારું ચિંતન કર્યું. વિચારોની જાગૃતિ એ પ્રવૃતિનું પ્રથમ પગથિયું છે. મનમાં કંઈ કરવું છે એમ હોય તો જીવનને આપોઆપ વેગ મળે છે, જીવવા માટેનો જોમ અને જુસ્સો આવી મળે છે. અને એ સિવાયની જિંદગી એ કાંઈ જિંદગી થોડી ગણાય ? એ તો કેલેન્ડરના પાનાં પરનો એક આંકડો જ કહેવાય.
  ખુબ ખુબ શુભેચ્છાઓ.
  – દક્ષેશ

  ટિપ્પણી by દક્ષેશ | ફેબ્રુવારી 20, 2009

 7. Happy..happy Birthday Vishwadeep…,

  Always enjoy the time of life to fullest!

  Rajendra and Trivedi Parivar
  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

  ટિપ્પણી by dhavalrajgeera | ફેબ્રુવારી 22, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: