"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કોઈ તારું નથી

godshands

સાવ  જુઠું   જગત      કોઈ  તારું  નથી,
મૂક સઘળી મમત     કોઈ  તારું નથી.

કોણ કોનું? અને એય પણ ક્યાં  લગી?
છે   બધું   મનઘડત    કોઈ તારું નથી. 

જે     પળે   જાણશે     સોંસરો સળગશે,
આ    બધી  છે  રમત  કોઈ તારું નથી.

કોઈ   ઉંબર   સુધી કોઈ  પાદર સુધી,
છેક    સુધી સતત,  કોઈ તારું નથી.

કઈ રીતે હું મનાવું  તને  બોલ મન,
બોલ, લાગી શરત  કોઈ તારું નથી.

કોઈ એકાદ જણ, એય બેચાર  પળ,
કે  અહીં   હરવખત  કોઈ તારું નથી.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ફેબ્રુવારી 17, 2009 - Posted by | ગમતી ગઝલ

4 ટિપ્પણીઓ »

 1. સુંદર ગઝલ…

  ટિપ્પણી by વિવેક ટેલર | ફેબ્રુવારી 17, 2009

 2. કોઈ ઉંબર સુધી કોઈ પાદર સુધી,

  છેક સુધી સતત,કોઈ તારું નથી.

  Rajesh knew that for earthly relations!

  How true!

  But,Thy is always there.

  SO…SAY – “TO HI TO TO HI TO TO HI TO.”

  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

  ટિપ્પણી by dhavalrajgeera | ફેબ્રુવારી 17, 2009

 3. Nice one…!

  ટિપ્પણી by સુનિલ શાહ | ફેબ્રુવારી 18, 2009

 4. Samsar asar chhe,ATMA SHASWAT CHHE

  ટિપ્પણી by REKHASDEDHIA | માર્ચ 10, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: