દુહા-સુભાષિત-મુકતક
અમારી ભૂલો ને તમારી ભૂલો વિધિની ભૂલો ફરી ગણું શું ?
નૌકા ડૂબી ગયા પછી હવે સફરની વાતો ફરી કરું શું ?
-દલપતરામ
કરી છે ભૂલ કંઈ એવી મહોબતનાં તરંગોમાં
હસી પણ નથી શકતો ખુશી કેરા પ્રસંગોમાં
ફક્ત પલવાર બેઠો’તો કોઈની ઝૂલ્ફની છાંયે
સદાની લાય લાગી ગઈ જવાનીના ઉમંગોમાં.
-કલાપી
(સફળ દાંપત્યજીવન)
કાંચનવરણી કામિની અને કામણગારો કંથ,
એને પિયરનો પંથ વહમો(વસમો)લાગે વિઠ્ઠલા.
(નિષ્ફળ દાંપત્યજીવન)
સામે ઉભી શંખણી વહમાં(વસમાં) બોલે વેણ,
નત્યનાં ચડેલ નેણ, એથી તો વાંઢા ભલા વિઠ્ઠલા.
દર્દ એવું છે ને લાપરવાહી પણ એવી છે;
હાસ્યથી મારા હું મહેફીલને રડાવી જાઉં છું.
-હરીન્દ્ર દવે
હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.