"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ચક્ષુહીન કહે..

"Healing the Blind Man"

"Healing the Blind Man"

આંખની અંધતા નડતી નથી હવે.
અમે  અંધારને  સહારે જીવવાના,

લાકડી બની સદા અમારો સહારો,
એની સાથે દોસ્તી કરી જીવવાના.

કોઈ હાથ પકડી રસ્તો કરાવે પાર,
ઋણી બની સૌની સાથ જીવવાના.

ઠોકર ખાઈને ,અમે ઉભા થવાના,
મુશ્કેલીનો સામનો કરી જીવવાના.

એક અંગ ખોટું  પડ્યું તો  શું થયું?
હજારહાથનો સંગ રાખી જીવવાના.

રોશની ભલે  અમારાથી રુઠી ગઈ!
અંતરમાં ઉજાશ  રાખી જીવવાના.

Advertisements

ફેબ્રુવારી 13, 2009 - Posted by | સ્વરચિત રચના

3 ટિપ્પણીઓ »

 1. એક અંગ ખોટું પડ્યું તો શું થયું?
  હજારહાથનો સંગ રાખી જીવવાના.

  રોશની ભલે અમારાથી રુઠી ગઈ!
  અંતરમાં ઉજાશ રાખી જીવવાના.

  ચક્ષુહીનની છઠ્ઠી ઈન્દ્રિય જાગૃત થાય છે! જેના થકી અનંતપ્રજ્ઞા સ્વેચ્છાથી વ્યક્તિની કોઈ માંગણી કે પ્રયત્ન વિના જ તેની સાથે સંદેશાવ્યવહાર કરે છે. ફિલસૂફીનું આ ચરમબિંદુ છે.છઠ્ઠી ઈન્દ્રિય અવચેતન માનસનો એ હિસ્સો છે જેને સર્જનાત્મક કલ્પનાશક્તિ તરીકે ઓળખીએ છીએ. તેને આ ઉપરાંત ‘ગ્રહણ’ કરતું યંત્ર પણ કહ્યું છે. જેના માધ્યમથી વિચારો, યોજનાઓ અને ખ્યાલો વ્યક્તિના મનમાં ‘ઝબકારો’ કરે છે. આ ‘ઝબકારા’ને કેટલીકવાર ‘પૂર્વાભાસ’ કહે છે. છઠ્ઠી ઈન્દ્રિયનું વર્ણન ક્યાં થઈ શકે છે ! તેને કોઈ એવી વ્યક્તિ પાસે વર્ણવી પણ નથી શકાતી જેણે આ ફિલસૂફીના અન્ય સિદ્ધાંતોને આત્મસાત ન કર્યા હોય, કારણ કે એવી વ્યક્તિને કોઈ જ્ઞાન કે અનુભવ એવો નથી થયો હોતો જેની સરખામણી છઠ્ઠી ઈન્દ્રિય સાથે થઈ શકે.

  ટિપ્પણી by pragnaju | ફેબ્રુવારી 14, 2009

 2. રોશની ભલે અમારાથી રુઠી ગઇ…અંતરમાં ઉજાસ રાખી જીવવાના…બહુ જ સરસ વાત એક નેત્રહીનની કરી….

  ટિપ્પણી by rekha | ફેબ્રુવારી 14, 2009

 3. Dear Vishwadeep,

  How true.

  “એક અંગ ખોટું પડ્યું તો શું થયું?

  હજાર હાથનો સંગ રાખી જીવવાના.”

  You can visit the work – Blind People Association is doing in Amadavad since 1954.
  Our visionary Padmashree Dr.Jagdisj Kahibhai Patel
  (My brother in law) is the founder.
  The website is
  http://www.bpaindia.org

  ટિપ્પણી by Rajendra Trivedi, M.D. | ફેબ્રુવારી 16, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s