"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“હું” -મનીષ પરમાર

noli_me_tangere 

સમયની  રેતમાં  ડૂબી ગયો છું  હું,
ઊંડે   છેક  પાતાળ   ખૂંપી  ગયો હું.

હવે      ફૂલના    રેશમી    ટેરવાથી-
મને  ગાલ પર ક્યાંક ચૂમી ગયો હું.

તરસ નાભિમાં સાચવેલી  યુગોથી-
નદી  એકધારી   હવે    પી  ગયો હું.

છતાં તારું  ઘર ના મળ્યું છેવટે તો,
ગલીએ  ગલી   દોસ્ત ઘૂમી ગયો હું.

ગઝલ બોલ તું કોઈ ઝીણી તરજમાં,
કબરમાં   ઊઠી આમ ઝૂમી ગયો હું.

ફેબ્રુવારી 3, 2009 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: