"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

શ્યામ..

 lord_krishna-janmashtami-68_big1
ના  વાંસળી, ના  સૂર-આ  મારા નગરનો  શ્યામ;
બીજે   તો  કેવો  હો    કહો    રાધા વગરનો શ્યામ.

હમણાં  તો  છો  દેખાય   ના સાથે   ડગરનો શ્યામ;
વૈકુંઠમાં   તો    લૈ       જશે   અંતે     સફરનો શ્યામ.

આંખોમાં  યમુના-નીર   કૈં   અમથાં  વરસ્યા નથી,
નજરાઈ   કોઈથી    ગયો     મારી  નજરનો શ્યામ.

પીડા        જશોદા-દેવકી        બંનેની       થાય છે,
ખોવાઈ   જાયે   ક્યાંક   જો  એકાદ  ઘરનો  શ્યામ.

વીત્યા  યુગોના   યુગ   છતાં      એ જ છે   તરસ,
તરસી    રહ્યો  છે   કોઈને   કાંઠા      ઉપરનો  શ્યામ.

-આશોક  ચાવડા-‘બેદિલ’

Advertisements

ફેબ્રુવારી 2, 2009 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

 1. વાહ!
  “બે-દિલ”ની સુંદર વાત…..
  પીડા જશોદા-દેવકી બંનેની(ને?)થાય છે,
  ખોવાઈ જાયે ક્યાંક જો એકાદ ઘરનો શ્યામ.
  અભિનંદન-
  કવિ અને વિશ્વદીપભાઈ-બન્નેને…

  ટિપ્પણી by ડો.મહેશ રાવલ | ફેબ્રુવારી 2, 2009

 2. હમણાં તો છો દેખાયના સાથે ડગરનો શ્યામ;
  વૈકુંઠમાં તો લૈ જશે અંતે સફરનો શ્યામ.
  વીત્યા યુગોના યુગ છતાં એ જ છે તરસ,
  તરસી રહ્યો છે કોઈને કાંઠા ઉપરનો શ્યામ.

  -આશોક ચાવડા-’બેદિલ’
  Very moving!
  Keep puting such Gazals.

  Rajendra Trivedi,M.D.
  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

  ટિપ્પણી by dhavalrajgeera | ફેબ્રુવારી 3, 2009

 3. વીત્યા યુગોના યુગ છતાં એ જ છે તરસ,
  તરસી રહ્યો છે કોઈને કાંઠા ઉપરનો શ્યામ.

  khub j saras…ane pida devki vali kadio pan saras che.
  keep it up
  http://akshitarak.wordpress.com/

  ટિપ્પણી by snehaakshat | ફેબ્રુવારી 3, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s