"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આ બધાં સાથે જ છે.

2754569187_99602e6a74

આવવામાં  કે  જવામાં આ  બ ધાં    સાથે  જ  છે.
હાથ-પગને  બાંધવામાં આ  બ ધાં    સાથે  જ છે.

રંગ  પૂરે   છે   અહીં  સૌ     પોત    પોતાના  ભલે,
ઘાવને  શણગારવામાં  આ  બ ધાં    સાથે  જ છે.

હા  ઉઘાડા  પાડશે    એ અન્યને     એકેક    થઈ,
જાતને સંતાડવામાં    આ  બ ધાં    સાથે   જ  છે.

 
આગવી   રીતે   પ્રહારો   એ     કરે    ને આખરે,
ક્ષેમકુશળ   પુછવામાં  આ  બ ધાં    સાથે  જ છે.

જીવતી  એ   ડાળ પર   મારે    કુહાડી ને   છતાં,
પાન થઈને   ફૂટવામાં આ  બ ધાં    સાથે જ છે.

રોજ   સૂરજને   ડુબાડી રાત થઈ     ડૂબી  જતાં,
ને સવારે  ઉગવામાં  આ     બ ધાં    સાથે  જ છે.

પાંખ પંખીની   અહીં       હળવેથી  કાપ્યા  પછી,
આભમાં જઈને ઊડવામાં આ બ ધાં સાથે  જ છે.

-નીતિન વડગામા

જાન્યુઆરી 29, 2009 - Posted by | ગમતી ગઝલ

5 ટિપ્પણીઓ »

 1. khub saras..જીવતી એ ડાળ પર મારે કુહાડી ને છતાં,
  પાન થઈને ફૂટવામાં આ બ ધાં સાથે જ છે.

  nice lines

  ટિપ્પણી by snehaakshat | જાન્યુઆરી 29, 2009

 2. કદાચ આપ જાણતા હશો તેમ, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લાં એક વર્ષથી, ઇન્ટરનેટની વિવિધ ઉપયોગી સર્વિસીઝ વિશે સરળ ભાષામાં સમજ આપતી એક કૉલમ ચાલે છે. હવે તે વેબસાઇટ (www.cybersafar.com) સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટના નવાસવા પરિચયમાં આવેલા લોકોને તેની ઉપયોગીતા દર્શાવવાનો અને ગુજરાતી બ્લોગજગતનો નજીકનો પરિચય કરાવવાનો છે.

  સાઈટ પર ગુજરાતી બ્લોગજગતની માત્ર લિંક મૂકવાને બદલે, આરએસએસ ફીડની મદદથી મુલાકાતીઓ વિવિધ બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક મેળવી શકે અને પસંદગીની પોસ્ટ પરથી જે તે બ્લોગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

  ‘ઝલક ગુર્જરી’ નામના આ વિભાગનું કામ હજી ચાલુ છે. આપને ખાસ વિનંતી કે આપના બ્લોગની ફીડલિંક તેમાં ન હોય કે તેમાં કંઈ ભૂલ હોય અથવા આપ બ્લોગની લિંક તેમાંથી દૂર કરવા માગતા હો તો himanshu@cybersafar.com પર જણાવશો.

  આભાર,

  હિમાંશુ

  ટિપ્પણી by હિમાંશુ કીકાણી | જાન્યુઆરી 30, 2009

 3. પાંખ પંખીની અહીં હળવેથી કાપ્યા પછી,
  આભમાં જઈને ઊડવામાં આ બ ધાં સાથે જ છે.
  સુંદર અભિવ્યક્તી
  યાદ આવી
  પાંખ કાપીને વિહંગની પાંજરું ખુલ્લું મૂકે, …
  પંખીઓ વૃક્ષની ડાળે બાંધેલા

  ટિપ્પણી by pragnaju | જાન્યુઆરી 30, 2009

 4. હા ઉઘાડા પાડશે એ અન્યને એકેક થઇ, જાતને સંતાડવામાં આ બધા સાથે જ છે. બહુ જ મજા આવે છે આવી ક્રુતિ વાંચીને…..

  ટિપ્પણી by rekha | જાન્યુઆરી 30, 2009

 5. પાંખ પંખીની અહીં હળવેથી કાપ્યા પછી,
  આભમાં જઈને ઊડવામાં આ બધાં સાથે જ છે.

  શેરમાં પ્રથમ અને દ્વિતિય બન્ને પક્તિઓમાં છંદ દોષ જણાય છે.ગઝલ રમલ છંદમાં લખાયેલ છે.તેથી તેના બંધારણ મુજ ફેરફાર કરવા વિનંતિ. રચના સુંદર છે.

  ટિપ્પણી by Abhijeet Pandya | ફેબ્રુવારી 20, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s