"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

દાહક આંસુ સારશો નહીં

 when-a-girl1

મા
તું મને જ્યારે સુવરાવીશ
ત્યારે તું મનમાં ઓછું ન આણતી કે હું તને આમ છોડી  જાઉં છું
ન તો દાહક આંસુ વહાવીશ
કે ન તો ઇશ્વરને કઠોર શબ્દ  કહીશ
અને તું મારાં અસ્થીફૂલ ભેગાં કરે
ત્યારે હુ તને પ્રાર્થુ કે તારું હૈયું તું ભારે થવા ન દેતી
ભલે તારી આંગળીઓમાંથી મારી ભસ્મ
ખરતી આવે અને મળી જાય એ જ્યાંથી આવી તેમાં
અને ફરી માટી તરીકે ઓળખાય
માટીમાં હું મળી જઈશ
પણ તારા માટે અને તારા માટે
તો હું સદાની ગીતાંજલિ જ હોઇશ.

અનુવાદક: નલિન રાવળ

(**શીખ માતાપિતાની પુત્રી ગીતાંજલી ૧૬ વર્ષની વયે કેન્સરમાં મૃત્યું પામી.

કેન્સર થયા બાદ અંગ્રેજી ભાષામાં રચાયેલા કાવ્યો તેની ઇચ્છા મુજબ તેના મૃત્યુ બાદ પ્રગટ કરવામાં આવ્યા)

નોંધ: કાવ્યો કરુણ છે..પણ કરુણતા પણ એક જીવન તબક્કો છે..વાચકની આ કાવ્ય ગમશે તો

બીજા કાવ્યો જરુર પ્રગટ કરીશું

જાન્યુઆરી 23, 2009 - Posted by | મને ગમતી કવિતા

2 ટિપ્પણીઓ »

  1. ha vat to sachI j Chhe. karuNataa pan jivan no ek tabakko Chhe

    ટિપ્પણી by vijayshah | જાન્યુઆરી 23, 2009

  2. કરુણ કથા જાણી વિચારે ચઢ્યું…ભારતમાં દર ૮ મિનિટે ગર્ભાશયનાં કેન્સરથી એક મહિલા એટલે કે એક દિવસમાં ૨૦૦ મહિલાઓનું મૃત્યુ થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને હમણાં જ જાહેર કરેલા નવા આંકડાઓ અનુસાર ભારતમાં દર વર્ષે ગર્ભાશય ગ્રીવા કેન્સરને કારણે ૭૪૧૧૮ મહિલાઓનાં મૃત્યુ થાય છે, જે વિશ્વમાં આ બીમારીને લીધે થતાં કુલ મૃત્યુના ૨૭ ટકા છે. સામાન્ય રીતે કેન્સર માટે જિનેટિક કારણ જવાબદાર છે, પરંતુ આ કેન્સરનું કારણ વાઇરસ છે. વિશ્વભરમાં ગર્ભાશય ગ્રીવા કેન્સર માટે હૃુમન પૈપીલોમા વાઇરસ – ૧૬ તથા હૃુમન પૈપીલોમા વાઇરસ – ૧૮ જવાબદાર છે

    ટિપ્પણી by pragnaju | જાન્યુઆરી 24, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s