"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પ્રતીક્ષા

2558277722_88ffd16291

પાતળો   પરિવેશ   પળનો   પહેરતા  પહેરી   લીધો,
એ   પછી   એકાંત   નામે    એકડો       ઘૂંટી     લીધો.

આ    તો    બસ   અન્યની જેવાં  જ છે આ આંગળાં,
ટેરવાંથી  અર્ધ     ક્ષણમાં   સૂર્યને        સ્પર્શી   લીધો.

કેફ    જેવું    છે    અહર્નિશ    એ  પછી      અંગાંગમાં,
એક   છાંટો   આંખ      જેવી  આંખમાં   આંજી    લીધો.

લોક    નાહક      સૂર્ય    શંકાશીલ         નજરે   દેખતાં,
ઊગતા   એ ફળ સ-રસનો   રસ   જરી ચાખી  લીધો.

રગરગે    પળની    પ્રતીક્ષા   એ   પછી       કરતો  રહું,
પળ પ્રસારિત  થાય   છે    એ ખ્યાલને જાપી  લીધો.

-Gunvant Upadhyay(Bhavnagar)

જાન્યુઆરી 2, 2009 - Posted by | ગમતી ગઝલ

1 ટીકા »

 1. લોક નાહક સૂર્ય શંકાશીલ નજરે દેખતાં,
  ઊગતા એ ફળ સ-રસનો રસ જરી ચાખી લીધો.
  રગરગે પળની પ્રતીક્ષા એ પછી કરતો રહું,
  પળ પ્રસારિત થાય છે એ ખ્યાલને જાપી લીધો.
  વાહ
  ભલે તુ ના કહે પણ,
  તારી આંખોના ખૂણે
  પ્રતીક્ષા હજુયે તરફડે છે

  ટિપ્પણી by pragnaju | જાન્યુઆરી 2, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s