"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

” જીદંગી ” -અનાયાસ ઝિંઝુવાડીયા

dsc09727-silk-daily-life-bi

સિગરેટના ધુમાડા જેવી છે જીદંગી,

પળમાં ધૂંધળી તો પળમાં પારદર્શી છે જીદંગી,

છતાં ક્યારેક પોતાની તો ક્યારેક પારકી લાગે છે જીદંગી,

કોઇના પણ રોકાવાથી કંઇ થોડી ઊભી રહે છે જીદંગી ?

 

 

 

 

 

 

 

સંબંધોમાં સચવાયેલી જીદંગી,

એકલતાથી ગભરાયેલી જીદંગી,

ક્યારેક વિશ્વાસ તો ક્યારેક સમજોતા પર ચાલતી જીદંગી,

કોઇનો પણ સાથ છૂટવાથી કંઇ થોડી ઊભી રહે છે જીદંગી ?

 

 

 

 

 

આંખોથી આંખોની ભાષા સમજતી જીદંગી,

લાગણીઓના ઉંહકાર અનુભવતી જીદંગી,

ક્યારેક પ્રેમમાં જીવતી તો ક્યારેક વિરહમાં મરતી જીદંગી,

સમયના બદલાવો છતાં પ્ર્રેમની પરિભાષા કંઇ થોડી બદલે છે જીદંગી ?

 

સમયનાં વહેણમાં વહેતી જીદંગી,

આપણાની લાગણીઓમાં ભીંજાયેલી જીદંગી તો,

ક્યારેક યાદોની પાછળ સંતાયેલી જીદંગી,

ક્યારેક હસાવતી તો ક્યારેક રડાવતી જીદંગી,

ઋતુઓના બદલાવાથી શ્વાસ લેવાનું કંઇ થોડી છોડી દે છે જીદંગી ?

 

 

 

 

 

સ્વપ્નોના ગુણાકારોથી બનેલી જીદંગી,

ભૂતકાળની બાદબાકીઓથી ઉભરતી જીદંગી,

તો ક્યારેક ભવિષ્યમાં વર્તમાનનો તાળો મેળવતી જીદંગી,

પરંતુ સરવાળે તો ખાલી શૂન્ય પામવા હોવાના છતાં કંઇ ગણતરીઓ થોડી છોડે છે જીદંગી ?

 

 

 

 

 

તારી આંખોની ચંચળતામાં રમતી જીદંગી,

તારા હોઠોના સ્મીતમાં હસતી જીદંગી,

ક્યારેક તારા આંસુઓમાં રડતી તો, ક્યારેક તારી ખુશીમાં ઝૂમતી જીદંગી,

પણ જો તારો સાથ ના હોય તો શું સાચે કહેવા લાયક છે જીદંગી ને જીદંગી ?

 

Advertisements

ડિસેમ્બર 1, 2008 - Posted by | મને ગમતી કવિતા

2 ટિપ્પણીઓ »

 1. જીદંગીના અંધારે અમે પણ સાથ શોધવા નીકળ્યા હતા પડછાયાનો,
  કારણકે એકલતાથી તો આ જીદંગી પણ ગભરાય છે,
  આપણા સાથની જરૂરતો પડછાયાને પણ પડે છે એટલી જ,
  કારણકે આપણા વગર જીદંગીતો એની પણ સૂની બની જાય છે ”
  આ જીદંગી જ એક ઉખાણું હતું પ્રથમ
  આગળ જતા બધાયે ઉખાણાં જુદા કર્યાં

  ટિપ્પણી by pragnaju | ડિસેમ્બર 2, 2008

 2. ” પ્રગ્નાજુ ” … મારી જ કવિતા ને મારી જ શાયરી દ્વારા પ્રતિભાવ આપવા બદલ આભાર. તમારી ” ફૂલવાડી ” ના બ્લોગમાં દરેક કવિતા કે શાયરી પર અલગ જ અંદાજમાં પ્રતિભાવ હોય છે જે સરાહનીય છે. છતાં ક્યારેય તમારી સાથે ક્યારેય કોઇ વાત કરવાની તક નથી પ્રાપ્ત થયેલ કારણકે તમારું ઇ-મેઇલ કે તમારો વેબ બ્લોગ વિશે મને કોઇજ જાણ નથી. જો તમને ખેદ ન હોય તો મને તમારી સાથે વાત કરવી ગમશે અને સાહિત્યના આ મેળાવડામાં મને થોડુંક કંઇક શીખવા પણ મળશે.

  -અનાયાસ ઝિંઝુવાડીયા

  ટિપ્પણી by anayas | ડિસેમ્બર 3, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s