"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“બારમાસી”

bhaktigroup

યુગ યુગાન્તર  પારથી  તો   ગોઠવાયા
             સામસામે આયનો ને આપણે,
ઓળખાયા એક્બીજા આખરે સંમત છીયે
            પણ  આયનો  સંમત    નથી.

ચેતનાનો  વ્યાપ  વિસ્તારતો   રહે,
કોણ    નહિતર   અહીં કવિતા  કરે!

નખ નજરમાં, નખ સમજમાં, નખ વધે છે નખ પર,
નખ   અચાનક  આંગળી પકડીને     ચાલવા લાગે.

મળવી   ઘણી જ  અઘરી   હૂંફાળી હથેળી,
બહુ બહુ તો હાથ લાગે સ્મરણો ભરેલી થેલી.

બંધ    ઘરની   વાત એટલી     સહેલી નથી,
એક  પણ અંદરની સાંકળ ખોલવી સહેલી નથી.

હર શખ્સ થોડો થોડો ગુનેગાર  છે હજુ,
તલવાર   આસપાસ વહેવાર  છે હજુ.

ગુનવંત ઉપાધ્યાય (ભાવનગર)

ડિસેમ્બર 31, 2008 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

આપી દો..

give20me20liberty

મનોવ્યાપાર  અટકળને    તરસનું   નામ   આપી   દો,
ફકત એકાદ તો અનહદ  છલકતો   જામ    આપી  દો.

પછી  સંબંધ     જેવું     વિસ્તરે   અઢળક      તમારાથી,
ઋણાનું બંધંનમાં  સમથળ ઋચા સરિયામ આપી દો.

સમય  આવ્યે  ઊગે  સૂરજ  અને ઢોળાય   રંગો    પણ,
નરી રંગોની  મિલકતને   નવા   આયામ     આપી દો.

ખરે   ખીલે   નગરની  રિકત ઘટનાઓ      વ્યસ્થામય,
ધરા આકાશ, ઓજશ, જળ,પવન નિષ્કામ આપી દો.

પડે  પરદા  ઊઠે  પરદા   નડે   પરદા  ખરે        પરદા,
હઠે   આચ્છાદનો  હળવા  સહજ  અંજામ      આપી દો.

-ગુણવંત ઉપાધ્યાય(ભાવનગર)

ડિસેમ્બર 29, 2008 Posted by | ગમતી ગઝલ | Leave a comment

રોકો

stop-violence

લોહીની નદીઓ વહે છે રોકો,
રોજ નિર્દોષ  મરે   છે      રોકો.

આગને કોણ સળગતી રાખે,
શહેરનાં શે’ર બળે     છે રોકો.

ક્યાં સુધી ચાલશે અંધાધૂંધી,
પ્રશ્ન   હરરોજ    ઊઠે    છે રોકો.

ન્યાય ને રક્ષા કરી જે શકે,
ભાષણો    કેમ કરે    છે રોકો.

શબની પેટીથી મતોની પેટી,
કોઇ સરખાવ્યા કરે છે રોકો.

છે ઇમારત પડું પડું ‘અદિલ’
મૂળ આધાર ખસે છે રોકો.

‘આદિલ’ મન્સૂરી

ડિસેમ્બર 27, 2008 Posted by | ગમતી ગઝલ | Leave a comment

ટહુકા તરફ..

the20westfork20ranch-x

પહોંચી  ગયા  રણમાં  અમે  જાવું  હતું  દરિયા તરફ;
સાચી  સમજ   હોવા  છતાં દોડી  ગયા  છલના તરફ.

ઓળખ   ટકાવી  રાખવા આ   વિશ્વના   મેળા  મહીં;
અસ્તિત્વ    લઇને  બર્ફનું    દોડી  ગયા  તડકા તરફ.

જીવન  વિશે,  મૃત્યુ  વિશે  થોડું  ઘણું  બસ  જણવા;
જંગલ   વટાવી મૌનનું   ઊભા   રહ્યા  પડધા  તરફ.

પાસે   પડ્યું   દેખાય   ના, ને દૂર  સુખ  જોતા  રહે;
જાણે  હરણ  દોડ્યા  કરે   મૃગજળભર્યા   ઝરણાં તરફ.

આજે   ભલે  ચાલી   રહ્યા  વેરાન    લઇ  એકાંતમાં;
શ્ર્દ્ધા   થકી  ક્યારેક   તો   પહોંચી  જશું  ટહુકા  તરફ.

-દિલેરબાબૂ (ભાવનગર)

ડિસેમ્બર 26, 2008 Posted by | ગમતી ગઝલ | 1 ટીકા

સૂર્યની શોધ પહેલાં..

 bn19268_11priest-moves-lantern-in-front-of-sun-during-morning-puja-on-ganga-ma-varanasi-india-posters

 

શબ્દ મારો  તથાગત, સૂર્યની  શોધ  પહેલાં;
મૌન તારું યથાગત,   સૂર્યની  શોધ  પહેલાં.

કોણ   કોને    નિહાળે,   આપણે   પારદર્શક;
ધ્રૂમ્ર  કેરી  વસાહત,   સૂર્યની  શોધ  પહેલાં.

તેજ તું   ને તિમિર  હું,  આપણે  તોય સાથે;
છે  અમસ્તો  તફાવત, સૂર્યની  શોધ  પહેલાં.

સપ્તરંગી   થવાને       એક     ટીપું    રઝળતું;
ક્યાં કિરણની શરારત,  સૂર્યની  શોધ  પહેલાં.

મખમલી આ  સમય ને  મોરપીંછ  તેજ પૂંજે;
રૂપ  તારું  સલામત,       સૂર્યની  શોધ  પહેલાં.

કિશોરકુમાર વાઘેલા, જન્મઃ  અવાણિયા , જિ.ભાવનગર, અભ્યાસ એમ.ડી(ગાયનેક)

ડિસેમ્બર 25, 2008 Posted by | ગમતી ગઝલ | Leave a comment

merry-christmas-1

ડિસેમ્બર 24, 2008 Posted by | ગમતી વાતો | Leave a comment

મિત્રો

friends_comment_graphic_02

ભીના  ભરપૂર  કાંઠાળા,  લીલારા જે  હતા  મિત્રો;
હવે ખડકો અને રણ-રણ- ગયા બદલાઇ  સૌ મિત્રો.

અમારી સહેજ અમથી  લાગણી આંબા થઇ ફળતી;
લઇ   સોગંદ    ખારાપાટના    રઝળાતા    મિત્રો.

કદી  ડુંગર  નથી માગ્યા ન માગ્યા   ધોધમારો કંઇ;
મૂઠી બે  હાસ્યા, ખોબો જળ- છતાં   ટટળાતા મિત્રો.

અમારી પણ  હતી દુનિયા,  હતી ધૂળનેય મહેકાવી;
પડી  છે એ  જ આંખોમાં -સમજતા કેમ આ, મિત્રો? 

-સારસ્વત

ડિસેમ્બર 24, 2008 Posted by | ગમતી ગઝલ | Leave a comment

આ દેશનું શું થશે?

bharat20matha_jpg

આ પ્રશ્ન વારંવાર મગજમાં ધુમ્યા કરે છે.. ભારત શાંતી ચાહક દેશ છે..શાંતી, અહિંસા એ આપણી ગળથૂથીમાં.પણ આપણાંજ આંગણે આવી આપણને કોઇ મારી જાય,ઘર લૂંટી  પાયમાલ કરી જાય તેમ છતાં આપણે શાંતીનો પાઠ કરતાં રહીએ..જપમાળાના પાઠ ભણતા રહી એ! ભારત જેવા મહાન દેશમાં, મોગલો આવ્યા,બ્રીટીશરો આવ્યા, આપણી નબળાઇનો લાભ લીધો, એકતા,સંગઠન,સહકારનો આપણાંમાં અભાવ જોયો,અંદરો – અંદર બાજી મરવાની કુટેવ અને ઇર્ષા  જોઇ..મહમદ ગીઝની જેવા લૂંટારા આપણને વારંવાર લુંટ્યા..પૃથ્વીરા ચૌહાણ જેવા ઉદાર રાજએ હાથમાં આવેલ દુશ્મનને ચૌદ,ચૌદ વખત માફી આપી..પંદરમી વખતે દુશ્મન જીતે અને કહે..હું તારા જેવા ઉદાર નથી કે હાથમાં આવેલ દુશ્મનને છોડી દઉં!
                                  આજ હકીકત આજે ૪૦૦ વર્ષ પછી  એજ   જોવા મળે,વારંવાર આતંકવાદી આપણે આંગણે આવી હજારો દેશવાસીઓના પ્રાણ લે અને આપણાં નેતા મોટા મોટા ભાષણો આપી બસ આસ્વાસન શ્બ્દો ઉચ્ચારી બેસી રહે!! પોતાનાજ રક્ષણ માટે બીજા દેશની સલાહની જરૂર ખરી? આતંકવાદીઓ આપણી નબળાઇને જાણી ગયાં છે, થોડા દિવસ ઓહાપો થશે, બધુંજ શાંત થઇ જશે! લોકો પણ કદાચ ભુલી જશે! અને એકાદ  વર્ષમાં ફરી આવી જ ભયાનક હોલી ખેલાઇ ! એનો કોઇ માર્ગ ખરો? એ જવાબ પ્રજાએ આપવાનો છે, તમેજ નેતાની વર્ણિકરી છે, જાગો ! દેશવાસી જાગો! દેશના રક્ષણ કાજે જાગો! ખુદની રક્ષા માટે જાગો! શાંતી ખરી પણ એ કબરની કે સ્મશાનની શાંતી શા કામની?  ખુદની તો  રક્ષા તો કરો!

ડિસેમ્બર 16, 2008 Posted by | સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

” સરવૈયું ” – અનાયાસ ઝિંઝુવાડીયા (આંશિક)

300px-valmiki-writes-ramayan

જીદંગીની આંટી-ઘૂંટીઓમાં ફસાયેલો આ માનવી,

પ્રગતીની દોડમાં જીદંગીને જ કેમ ભૂલાવતો હોય છે આ માનવી ?

-બાળપણની પાપા-પગલીઓ જેની આંગળીઓ પકડીને કરતો હોય છે આ માનવી,

અંતે તો આધારનો ખભો પણ કેમ નથી આપતો એજ આંગળીઓ ને આ માનવી?

જુવાનીના જોશમાં જગ આખું જીતવા મથતો હોય છે આ માનવી,

તોય જીદંગીના અંતે હંમેશા છેલ્લે તો એકલો જ કેમ પડતો હોય છે આ માનવી?

-આપણાની લાગણીઓને વારંવાર દુભાવતો હોય છે આ માનવી,

તોય સવાર-સાંજ લાગણીઓના માવઠાની રાહ કેમ જોતો હોય છે આ માનવી?

જીદંગીની દોડમાં આંકડા મોટા કરવા મથતૉ હોય છે આ માનવી,

પણ જીદંગીના અંતે પોતાના જ સરવાળા-બાદબાકીના હિસાબ કરતા કેમ ડરતો હોય છે આ માનવી?

-બાળપણમાં ગલીઓમાં લખોટીઓ અને છાપો રમતો હોય છે આ માનવી,

તો આજે ખુદ બેફામ આંતકની રમતો કેમ રમ તો હોય છે આ માનવી?

-ઔલોકિક ભવિષ્યની શોધમાં વર્તમાનનો વિચાર ક્યારેય નથી કરતો આ માનવી,

તો પછી જીદંગીના અંતમાં ભૂતકાળને યાદ કરીને હંમેશા અફસોસ કેમ કરતો હોય છે આ માનવી?

આખી જીદંગી પાપો કરતા વખતે ઇશ્વરનો વિચાર ક્યારેય નથી કરતો આ માનવી,

તો પછી જીદંગીની પાનખરે ભાગવત અને કુરાનમાં પુણ્યના રસ્તા કેમ શોધતો ફરે છે આ માનવી?

ડિસેમ્બર 15, 2008 Posted by | મને ગમતી કવિતા | 1 ટીકા

સગર્ભા રાતે..

night-angel-643730

સગર્ભા રાતે
પ્રસૂતિની પારાવાર પીડા ભોગવ્યા પછી
સૂર્યને જન્મ આપ્યો
પૂર્વજ જેવા ઊભેલાં વૃક્ષોએ
સ્વાગત કર્યું
નદી નાચી ઊઠી
સરોવર કમળ થઇને ગાઇ ઊઠ્યાં
પાગલ  થઇને પંખીઓ આઘે અને
આસપાસ ઊડવા  લાગ્યાં
ને ઉતાવળીયો માણસ
બ્રશ,બ્લેડ ને ટુવાલની દુનિયામાં
ખોવાઇ ગયો.

-સુરેશ દલાલ

ડિસેમ્બર 13, 2008 Posted by | મને ગમતી કવિતા | 1 ટીકા

ગઝલ

kolkata-big

પર્વત, નદી ને જંગલો, વહેતા ઝરણ અહીં નથી
પહેલા હતું એ ખુશનુમા વાતાવરણ   અહીં નથી
ખૂંખાર   કૂતરા   અમે    બાંધી  દીધા      છે બારણે
જોતાં  જ હેત ઉપજે   એવા હરણ      અહીં  નથી
પોતાની  પીઠ ઉંચકી ચાલે      છે   માંડ માંડ સૌ
બીજો ઊઠાવે  અન્યનો  એવા ચરણ અહીં નથી
પાડ્યાં  છે જાત જાતના  વર્ણો અમે આ વિશ્વમાં
જેમાં હો   માત્ર માનવી   એવું વરણ અહીં નથી
ઉત્પાત્યા   શહેરનો      ખૂણેખૂણો     ફરી      વળ્યો
પળભર   નિરાંત સાંપડે એવું શરણ અહીં નથી.

-હરજીવન દાફડા

ડિસેમ્બર 12, 2008 Posted by | ગમતી ગઝલ | 1 ટીકા

“પ્રાર્થના કરીશ કે…”

decent-of-the-ganga

અનાગત ભવિષ્યકાળમાં મારાં લખાણનું મૂલ્ય રહેશે કે નહિ એનો હું વિચાર કરતો નથી.તેનું આયુષ્ય જો થઇ જાય તો તે એજ કારણે પુરું થઇ જશે- કે તેના કરતાં વધારે વિશાળ, વધારે સુંદર, વધારે પરિપૂર્ણ સાહિત્યના સર્જનમાં  તેના હાડપિંજરની જરૂર પડી હશે. હું તો આ વિશે દુઃખ ન કરતાં ઉલટો પ્રાર્થના કરીશ કે મારા દેશમાં, મારી ભાષામાં, એવું મહાન સાહિત્ય જન્મ પામો કે જેની તુલનામાં મારાં લખાણ તુચ્છ લાગે.
-શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય

( આવા સુંદર, અનપેક્ષિત વિચારો  આપણાં  દરેક સાહિયકાર, સંગીતકાર, સાથે હોય તો આપણાંમાં જે ‘તુ નાનો, હું મોટો, ના ખ્યાલો પ્રવૃતમાન છે તે …મટી જાય.. તો …સાહિત્ય  નિર્મળ બને અને મા સરસ્વતી કેટલી ખુશ રહે!!)

ડિસેમ્બર 8, 2008 Posted by | ગમતી વાતો | 2 ટિપ્પણીઓ

કોણે કોને ઝીલ્યા?

545_emotional_healing_reprise

કોણે કોને ઝીલ્યા?

ઉષા ખીલી કે ખીલ્યું આભ

કોણે કોને ઝીલ્યા?

કેમ આપણે આવું ના શીખ્યા?

તપ્યા રવી કે તપ્યા સાગર,મેઘ બનીને મહાલ્યા
પોલે વાંસે પૂર્યા પવનને,બંસરી થઈને બોલ્યા

કેમ આપણે આવું ના શીખ્યા?

પડખાં ઢાંકી,દોરીએ બાંધ્યા,તો ઢોલ થઈ ધબૂક્યા
રાત ઢળી પૂનમ પ્રગટી,રાધા કાનજી રાસે ઘૂમ્યા

કેમ આપણે આવું ના શીખ્યા?

ધરણીએ બીજ દબાયા,હૂંફે જાગ્યા, પુષ્પો થઈને ખીલ્યા
સરીતા નાથી તો જળાશયો ઝૂમ્યા,વગડા લીલા મ્હોંર્યા

કેમ આપણે આવું ના શીખ્યા?

સ્વપ્ને દિઠા મલકાટ મિલનના,ગાલે રંગો ગુલાબી છાયા
શબ્દો સર્યા,મળી પ્રાર્થના,જીવન    સંસ્કાર થઈને ખીલ્યા

આપણે દેખાદેખી કેવું શીખ્યા

પંખી   સંગે   હળવે હળવે,    ગાતાં    તમે     કેવું        શીખ્યા
કેવા શાણા દિઠા, કોણે કોને ઝીલ્યા ભાઈ કોણે કોને ઝીલ્યા.

રમેશ પટેલ ‘આકાશદીપ’

ડિસેમ્બર 6, 2008 Posted by | મને ગમતી કવિતા | 3 ટિપ્પણીઓ

” જીદંગી ” -અનાયાસ ઝિંઝુવાડીયા

dsc09727-silk-daily-life-bi

સિગરેટના ધુમાડા જેવી છે જીદંગી,

પળમાં ધૂંધળી તો પળમાં પારદર્શી છે જીદંગી,

છતાં ક્યારેક પોતાની તો ક્યારેક પારકી લાગે છે જીદંગી,

કોઇના પણ રોકાવાથી કંઇ થોડી ઊભી રહે છે જીદંગી ?

 

 

 

 

 

 

 

સંબંધોમાં સચવાયેલી જીદંગી,

એકલતાથી ગભરાયેલી જીદંગી,

ક્યારેક વિશ્વાસ તો ક્યારેક સમજોતા પર ચાલતી જીદંગી,

કોઇનો પણ સાથ છૂટવાથી કંઇ થોડી ઊભી રહે છે જીદંગી ?

 

 

 

 

 

આંખોથી આંખોની ભાષા સમજતી જીદંગી,

લાગણીઓના ઉંહકાર અનુભવતી જીદંગી,

ક્યારેક પ્રેમમાં જીવતી તો ક્યારેક વિરહમાં મરતી જીદંગી,

સમયના બદલાવો છતાં પ્ર્રેમની પરિભાષા કંઇ થોડી બદલે છે જીદંગી ?

 

સમયનાં વહેણમાં વહેતી જીદંગી,

આપણાની લાગણીઓમાં ભીંજાયેલી જીદંગી તો,

ક્યારેક યાદોની પાછળ સંતાયેલી જીદંગી,

ક્યારેક હસાવતી તો ક્યારેક રડાવતી જીદંગી,

ઋતુઓના બદલાવાથી શ્વાસ લેવાનું કંઇ થોડી છોડી દે છે જીદંગી ?

 

 

 

 

 

સ્વપ્નોના ગુણાકારોથી બનેલી જીદંગી,

ભૂતકાળની બાદબાકીઓથી ઉભરતી જીદંગી,

તો ક્યારેક ભવિષ્યમાં વર્તમાનનો તાળો મેળવતી જીદંગી,

પરંતુ સરવાળે તો ખાલી શૂન્ય પામવા હોવાના છતાં કંઇ ગણતરીઓ થોડી છોડે છે જીદંગી ?

 

 

 

 

 

તારી આંખોની ચંચળતામાં રમતી જીદંગી,

તારા હોઠોના સ્મીતમાં હસતી જીદંગી,

ક્યારેક તારા આંસુઓમાં રડતી તો, ક્યારેક તારી ખુશીમાં ઝૂમતી જીદંગી,

પણ જો તારો સાથ ના હોય તો શું સાચે કહેવા લાયક છે જીદંગી ને જીદંગી ?

 

ડિસેમ્બર 1, 2008 Posted by | મને ગમતી કવિતા | 2 ટિપ્પણીઓ

શું થશે?

382215662_6811458fbe

 માનવીનું શું થશે?
         જગતનું શું થશે?
ઇશ્વર અવતાર લઇને થાકી ગયો,
          ગીતા ઉપદેશનું શું થશે?

ગીધના ટોળા વ્યાપી રહ્યાં,
          ભૂખ્યા વરું વ્યાપી રહ્યાં,
માનવી દોડી દોડી થાકી ગયો,
          સૌની સુરક્ષાનું શું થશે?

યુગના એધાણ સારા નથી,
        સૃષ્ટીમાં કોઇ સાર નથી,
સુર્દશનને જાણે કાટ લાગ્યો છે!
        ગ્રહનો પ્રલય કે શું થશે?

ડિસેમ્બર 1, 2008 Posted by | સ્વરચિત રચના | 1 ટીકા

   

%d bloggers like this: