"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગઇ!

rio_grande_botanic_garden_3

પીળા  પાંદડે ખાઇ લથડિયા ગઇ પાનખર પાનસોંસરી  ગઇ,
મથ્યા રોકવા તોય આખરે  ગઇ હવા પણ  નાકસોંસરી  ગઇ.

રણને દરિયે કરવા  ચકલી રોજ સવારે
                       તળાવમાં  ટીપું લઇ રણમાં જઇ નાંખે,
દરિયો પૂરવા ખિસખોલીજી   રોજ સવારે
                       રણકણ  લઇને  દરિયે   જઇને  નાખે;
સૂરજ સામે  તીર  તાકતા ભીલ સમા
                      અંધાર સામે ગઇ કાંકરી કાનસોસરી ગઈ;
પીળા પાંદડે ખાઇ લથડીયાં ગઇ  પાનખર  પાનસોસરી   ગઇ.

-અનિલ જોશી

નવેમ્બર 26, 2008 Posted by | મને ગમતી કવિતા | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: