"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આદિલ કયાં ગયાં છે!

adilmansuri_-_photo

 ગઝલ સમ્રાટ આદિલ સાહેબે ૨૦૦૨માં મારી  પા,પા પગલી ભરતી.”કાવ્ય સુંદરીની સાથે સાથે ” પ્રથમ કાવ્ય સંગ્રહમાં હસ્તા મોં એ પ્રસ્તાવના લખી સાથો સાથ હ્યુસ્ટન પધારી  એજ કાવ્ય સંગહનું વિમોચન કર્યું..એનો અનહદ આનંદ અને આભાર અને ઋણ વ્યક્ત કરવા મારે પાસે કોઇ શબ્દ..’ગુજરાતી કોષમાંથી મળ્યો નહતો.. અને આજે એમનો નક્ષર દેહ વિલીન થયો ,માનવ સહજ આઘાત લાગ્યો! પણ એ તો..ક્યાં ગયાં છે? આ કાવ્ય સુંદરીમાં, સાહિત્ય જગતમાં જીવતા રહ્યાં છે…કવિ કદી મરતા નથી!!

 

દિલ મહીં વસવાટ જેનો, એવા આદિલ ક્યાં ગયાં છે!
ગઝલમાં ગુંજતા, ગીતોમાં ગુન-ગુનાતા..આદિલ ક્યાં ગયાં છે!
હૈયામાં વસ્યા છે, સૌની જીભે  વસ્યા છે..આદિલ ક્યાં ગયાં છે!
શરીરનો શોક શું? મૃત્યુંનો ભાર શું?
આતમને અજવાળતા,ગુર્જરીને ગુંજાવતા..આદિલ ક્યાં ગયાં છે!
રેતમાં રમતા નગરમાં આજ પણ આળોટતા.. આદિલ ક્યાં ગયાં છે!
કવિ માત્ર જન્મે છે, કદી એ મરતો નથી.. આદિલ ક્યાં ગયાં છે!
ગઝલ-સમ્રાટ એ,સૂર્ય સમા દિપી રહેશે..આદિલ ક્યાં ગયાં છે!

નવેમ્બર 25, 2008 Posted by | સ્વરચિત રચના | 1 ટીકા

   

%d bloggers like this: