"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

‘તે ચૂકવીને આવીશ’

mother_and_child

દેવ હાજર ના રહી શકે ઘર ઘર મહીં,
મા  સ્વરૂપે  જન્મ  લે    જીવતર મહીં.
-દેવેન્દ્ર ભટ્ટ્

***********************************************************

મારા પિતાજી ગુજરી ગયા, તે વખતે મારાં બાને મેં કહ્યું,”હવે તમે  આંબલા આવો;અહીં એકલા રહેવું નહીં ફાવે.”
બા કહેઃ”હજુ અહીં રહેવું પડે તેમ છે.તારા બાપુજી દાણાવાળાની દુકાનેથી જે કાંઇ લાવતા,તેમાં ૭૦-૮૦ રૂપિયા ચૂકવીને  હું આવીશ.”
મેં કહ્યું,”એ કઇ મોટી વાત છે? હું સાંજે એની દુકાને જઇને રકમ ભરી આપીશ.”
મારી બા કહે,” એમ ન થાય, એ પૈસા તો મારે જ ભરવા જોઇએ; એ તો હું વેત કરીશ.”
“તું મારા પૈસા ન લે?”
“લઉં જ ને! પણ આ પૈસા મરનારે ભર્યા હતા; હવે એ નથી,એટલે હું ભરી આપીશ.”
હું જાણતો હતો કે ઘરમાં કાંઇ નથી.મારા બાપુજીને ૨૦-૨૨ રૂપિયા પેન્શન મળતું.એમાં પોતાનું ચલાવતા ને દીકરીઓ-ભાણેજડાંને  ટાણે ટચકે  સાચવતા.
મેં કહ્યું,” બા તું  ક્યાંથી ભરીશ? મરનારાના વારસ તરીકે તેનું આ બધું દેણું હું ભરી આપીશ.”
બા, બોલ્યાં,”તું વારસ, ને  ભરે તે વાત સાચી. પણ આ તો હું જ ભરીશ. તું માથાઝીક ન કર.”
તે ન જ માન્યાં.ત્રણ મહિને દેણું  ભર્યું. કેવી રીતે કમાયા હશે? દળણાં દળ્યા હશે? બાંધણી બાંધી હશે? ભગવાન જાણે!  જાત કમાણીથી
દેણું  ભર્યું; પછી જ આંબલા આવ્યાં.
-મનુભાઇ પંચોળી

 

નવેમ્બર 24, 2008 - Posted by | ગમતી વાતો

1 ટીકા »

  1. ખબર છે મળવાનો નથી એમનો સાથ સફર મા,
    છતાં ચાંદ ને શોધવા નિકળ્યા અમાસ મા

    ટિપ્પણી by pragnaju | નવેમ્બર 24, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: