"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

‘મા’ વિશે બે સુંદર કાવ્યો..

mother_of_india

 
ટહુકો ગયો રહી..

આ ઓરડો, આ ઓસરી,આ ફળિયું પણ હવે
લાગે   બધાં સૂનાં     માના ગયા પછી….
ઊડી   ગયું    પંખી અને ટહુકો ગયો રહી,
લો, ઘૂઘવે દરિયો લૂના માના ગયા પછી.
-લાલજી કાનપરિયા

બા, સૂઇ જા!

આકાશી ગોખનો ટલમલ તારલો
થૈને બોલીશઃ બા,સૂઇ જા!
રે મા! થૈને બોલીશઃ બા,સૂઇ જા!
ચાંદાનું કિરણ બની લપતો ને છપતો તુંને
ભરી જૈશ એક-બે બક્કા, હો મા!
માડી,તું તો ફેરવીને ગાલે હાથ
નાખજે નવ ઊંડો નિશ્વાસ..

રવિન્દ્રનાથ ઠાકુર( અનુ. ઝવેરચંદ મેઘાની)

નવેમ્બર 23, 2008 Posted by | મને ગમતી કવિતા | 12 ટિપ્પણીઓ

   

%d bloggers like this: