"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ક્ષણ બની..

695

બે ઘડી તું ઘર બની, ઉંબર બની, આંગણ બની;
કંકણે    રણકી    ઊઠી   સિંદૂરે સોહાગણા બની.

સ્વપન   જેવું    યાદ તારું  ઘૂંઘટે ઢાંક્યું વદન;
કેડીએથી  તું   વહી ચાલી  ઝીણી રણઝણ બની.

રેતમાં  જળના  ચરણ રે   કેટલું    ચાલી  શકે?
આખરે   થાકી નદી    રણમાં ઠરી ગૈ રણ  બની.

જે  કદી   સ્વપ્નેભર્યા વિસ્તૃત સમય જેવી હતી,
એ   સમેટાતી સમેટાતી  હવે  એક  ક્ષણ  બની.

  -કિસન સોસા

Advertisements

નવેમ્બર 19, 2008 - Posted by | ગમતી ગઝલ

5 ટિપ્પણીઓ »

 1. “જે કદી સ્વપ્નેભર્યા વિસ્તૃત સમય જેવી હતી,
  એ સમેટાતી સમેટાતી હવે એક ક્ષણ બની.”
  Very nice !

  ટિપ્પણી by Shah Pravinchandra Kasturchand | નવેમ્બર 19, 2008

 2. રેતમાં જળના ચરણ રે કેટલું ચાલી શકે?
  આખરે થાકી નદી રણમાં ઠરી ગૈ રણ બની.

  ખૂબ સુંદર..

  ટિપ્પણી by સુનિલ શાહ | નવેમ્બર 19, 2008

 3. જે કદી સ્વપ્નેભર્યા વિસ્તૃત સમય જેવી હતી,
  એ સમેટાતી સમેટાતી હવે એક ક્ષણ બની.

  -સુંદર અભિવ્યક્તિ…

  ટિપ્પણી by વિવેક ટેલર | નવેમ્બર 21, 2008

 4. બેઉ પર સરખીજ વીતી થઈ છતાં જૂદી અસર;
  હું શરબી થઈ ગયો ને શાંત તું જોગણ બની.

  આ છેલ્લો શે’ર યાને ગઝલનો મકતા છે.
  (શબ્દ સૃષ્ટિ:એપ્રીલ:2011:44)
  (તૃષિત સૂર્ય ,પૃ.19)

  ટિપ્પણી by wafa | મે 7, 2011

 5. શરબીમાં શરાબી વાંચવું

  ટિપ્પણી by wafa | મે 7, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s